ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિક્રમ કરી બતાવ્યો, કોરોના રસી લગાવનારા કરોડો લોકો માટે આવ્યા સારા સમાચાર

હાલમાં સમગ્ર ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવીને રાખ્યો છે. ત્યારે એક તરફ રસીકરણનો કાર્યક્રમ પણ જોરોશોરોથી ચાલી રહ્યો છે. ત્યારે હલમાં એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં એસ્ટ્રાજેનેકાની કોરોના રસી લગાવનારા કરોડો લોકો માટે આ સમચાર સારા છે એવું કહીએ તો ખોટું ન ગણાય. કારણ કે એસ્ટ્રોજેનેકા કોરોના રસીનો બૂસ્ટર ડોઝ પણ હવે બનીને તૈયાર થઈ ગયો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા આ બૂસ્ટર ડોઝથી કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીન સામે અત્યંત મજબૂત એન્ટિબોડીઝ બનાવવામાં આવી હોવાના હાલમાં સમાચાર મળી રહ્યા છે.

image source

મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો ઓક્સફર્ડના બૂસ્ટર ડોઝ દ્વારા કરાયેલા સંશોધનને ટાંકીને બ્રિટિશ અખબાર ફાઇનાન્શિયલ ટાઇમ્સે આ વાત લોકો સામે જગજાહેર કરી છે. આ સંશોધન એવા સમયે સામે આવ્યું છે જ્યારે રસી ઉત્પાદક કંપનીઓએ ચેતવણી આપી છે કે કોરોના વેરિએન્ટ સાથે વ્યવહાર કરવા માટે વિશ્વને દર વર્ષે બુસ્ટર ડોઝ લેવાની જરૂર પડી શકે છે. તેથી કરોડો લોકો માટે આ સમાચાર સારા કહી શકાય. સંશોધનમાંથી એ પણ જાણવા મળ્યું છે કે ઓક્સફર્ડની બુસ્ટર ડોઝ કોરોના વાયરસના કોઈપણ પ્રકારના વેરિએન્ટ પર ખુબ જ અસરકારક જોવા મળી રહ્યો છે.

image source

જો કે આ સંશોધન પછી એવી આશંકા પણ ખતમ થઈ ગઈ છે કે એડિનોવાયરસનો ઉપયોગ એક કરતા વધુ વખત કરી શકાતો નથી. કારણ કે આ સંશોધન હજી પ્રકાશિત થયું નથી અને અખબારે આ સંશોધન અહેવાલ સૂત્રોના હવાલેથી મેળવ્યો છે તેથી કોઈ નક્કર માહિતી નથી ગણવામાં આવી રહી.

તો વળી આ જ સંશોધનમાં કેટલાક વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે જો કોરોના વેરિએન્ટ સાથે વ્યવહાર કરવા માટે દર વર્ષે બૂસ્ટર ડોઝ ફરજિયાતરૂપે લાગુ કરવામાં આવે તો તે રસીની અસર ઓછી થઈ શકે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી આ અધ્યયન ક્યારે પ્રકાશિત કરશે તે હજુ જાણી શકાયું નથી. પરંતુ એક તારણ પ્રમાણે લોકો માટે આ સારા સમાચાર ગણી શકાય છે.

image source

હાલમાં કોરોનાને લઈ ગુજરાતની સ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે. રાજ્યમાં 42મા દિવસે નવા કેસનો આંકડો ઘટીને 5 હજારથી ઓછો નોંધાયો છે. આ પહેલા 10 એપ્રિલે 5 હજાર 11 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4 હજાર 773 નવા કેસ નોધાયા છે.

તેમજ સતત 16મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. કુલ 8 હજાર 308 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 87.32 ટકા થયો છે. તેમજ દૈનિક મૃત્યુઆંક પણ ઘટીને 64 થયો છે. 17મી મે સુધી સતત 17 દિવસ સુધી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાને માત આપતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!