ઓક્સિજન કન્સન્ટ્રેટર શું છે, જાણો મુશ્કેલ સમયમાં કેવી રીતે બચાવે છે દર્દીઓનો જીવ?

દેશ મહામારીના બીજા અને ઘાતક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં આ લહેરમાં ભારે વધારો થયો છે. આ વખતે જે વ્યક્તિ કોરોનાનો શિકાર થાય છે તેને સૌથી મોટી સમસ્યા થાય છે ઓક્સિજન લેવલ ઘટી જવાની. જેના કારણે મોટા પ્રમાણમાં દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે છે. આ સ્થિતિના કારણે દેશભરમાં ઓક્સિજન કોન્સેટ્રેટરની માંગ વધી છે. પરંતુ આ ડિવાઈસ છે શું અને તે કેવી રીતે કામ કરે છે, તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ તે જાણવું પણ ખૂબ જરૂરી છે.

image source

ઓક્સિજન કોન્સેટ્રેટર એક પોર્ટેબલ ડિવાઈસ છે. આ ડિવાઈસની ખાસિયત એ છે કે તે વાતાવરણમાંથી હવા ખેંચે છે અને તેમાંથી નાઈટ્રોજન અલગ કરી શુદ્ધ ઓક્સિજન શરીરમાં સપ્લાય કરે છે. આ ડિવાઈસ પ્રેશર સ્વિંગ એબ્ઝોર્પ્શન ટેકનોલોજીથી કામ કરે છે. આ ડિવાઈસની અંદર સેન્સર હોય છે જે ઓક્સિજનની શુદ્ધતાના સંકેત આપે છે.

image source

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે આ ડિવાઈસ એવા દર્દીઓ માટે બેસ્ટ છે જે હોમ આઈસોલેશનમાં છે અને જેમને ઓક્સિજનની જરૂર પડે છે. આ ડિવાઈસ એક જ મિનિટમાં 5થી 10 લીટર ઓક્સિજન સપ્લાય કરે છે. આ ડિવાઈસની સૌથી ખાસ વાત તો એ છે કે ઓક્સિજન સિલિન્ડરની જેમ તેને રિફીલ કરવા પડતા નથી કારણ કે તે હવામાંથી ઓક્સીજન ઉત્પન્ન કરે છે.

image source

આ ડિવાઈસ આમ તો લાઈટની મદદથી ચાલે છે પરંતુ જો લાઈટ ન હોય તો તે ઈન્વર્ટર પર પણ ચાલી શકે છે. જો કે આ ડિવાઈસ વિશે એ જાણવું પણ જરૂરી છે કે આ ડિવાઈસ કોરોનાગ્રસ્ત ગંભીર દર્દીને લાભ થતો નથી. કારણ કે આ ડિવાઈસ પ્રતિ મિનિટ વધુમાં વધુ 10 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરે છે જ્યારે ગંભીર દર્દીને પ્રતિ મિનિટ 50 લીટર સુધી ઓક્સિજનની જરૂર પડે છે.

image source

આ સિવાય અન્ય એક વાત પણ ધ્યાનમાં રાખવી કે ઘરમાં સારવાર લેતા દર્દીને જ આ ડિવાઈસ ઉપયોગી છે કારણ કે આ ડિવાઈસ જે ઓક્સિજન આપે છે તે 90થી 95 ટકા જેટલી જ હોય છે જ્યારે જે દર્દી ગંભીર હોય અને આઈસીયુમાં હોય તેને જે ઓક્સિજન અપાય છે તેની શુદ્ધતા 98 ટકા સુધીની હોય છે.

image source

આ ડિવાઈસ 5 કે તેનાથી વધુ વર્ષ માટે સતત 24 કલાક ઓક્સિજન આપી શકે છે. હોસ્પિટલમાં સતત દર્દીને ઓક્સિજન મળતું રહે તે માટે તેને બનાવવામાં આવ્યું હતું. આ ડિવાઈસ કોઈપણ વ્યક્તિ ખરીદી પણ શકે છે. તે 30થી 60 હજાર સુધીની કિંમતમાં મળી જાય છે. આ પછી તેમાં કોઈ ખર્ચ કરવો પડતો નથી. ક્યારેક તેમાં ફિલ્ટર બદલવું પડે છે. જો કે હાલ તો ઓક્સિજનની જે રીતે ઘટ પડી છે તેમાં આ ડિવાઈસ પણ ઉપલબ્ધ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!