પાચન સુધારવાની સાથે કોલેસ્ટ્રોલને પણ કરે છે નિયંત્રિત, વાંચો આ લેખ અને જાણો દહીં ખાવાની યોગ્ય રીત…

દહીંમાં એવા અનેક પ્રકારના ગુણો હોય છે. જેના કારણે જ તે ભારતીય ઘરનુ પ્રમુખ ફૂડ બની ગયું છે. રાયતા થી માંડીને ગ્રેવિજ અને ચાસ સુધી તેનો ઉપયોગ થાય છે. દહીંના અનેક ગુણો શેફ અને રસોઇયા નું ધ્યાન ખેંચતા રહ્યાં છે. ફિટેનેસ કોન્શિયસ લોકો માટે આ ફેવરિટ ફૂડ છે.

image socure

ઘી, દહીં, માખણ અને છાશ ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે. આજકાલ, બિસ્કીટ પણ તેમાંથી બનાવવામાં આવે છે, અને સાથે દહીંમાંથી ઘણી વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ઉનાળામાં ગાયના દૂધ નું દહીં અને છાશ ખૂબ ફાયદાકારક છે. દહીં ખાવાથી આપણા સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ થાય છે. તો ચાલો અમે તમને જણાવીએ દહીંના સેવનથી થતા ફાયદા.

દહીં હાઇબ્લડપ્રેશર અને પાચન સંબંઘિત સમસ્યામાં ઓષઘનું કામ કરે છે. વેઇટ લોસમાં પણ દહીં એક કારગર ફૂડ છે. દહીંમાં વિટામિન બી12, મીનરલ્સ અને પોટેશિયમ, મેગ્નેશિયમનો ખજાનો છે.

પાચનમાં મદદ કરે છે :

image soucre

આપણી પાચક શક્તિ ને સ્વસ્થ રાખવામાં દહીં ખૂબ અસરકારક છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કેટલાક પ્રોબાયોટિક્સ દહીંમાં જોવા મળે છે. કેટલાક બેક્ટેરિયા કે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ પ્રોબાયોટિક્સ લેક્ટોઝના પાચનમાં મદદ કરે છે.

તેમજ તે પાચકની અન્ય સમસ્યાઓ દૂર કરીને પાચન સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, એમ કહી શકાય કે પાચન શક્તિ જાળવવા માટે દહીંનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. દહીં ભારતીય ખોરાકનો એક ખાસ ભાગ છે, દહી અથવા છાશ સદીઓ થી ખાવામાં આવે છે, તે ખોરાકના પાચનમાં મદદ કરે છે, અને પેટની ગરમી ને શાંત પણ કરી શકે છે. રાત્રે દહીં ન ખાઓ.

પ્રોટીનથી ભરપૂર :

image soucre

ડેરી પ્રોડક્ટ હોવાથી દહીં પ્રોટીનથી ભરપૂર છે. એક રિસર્ચ મુજબ ગ્રીક યોગાર્ટ ના એક ઔંસમાં પ્રોટીન બાર ગ્રામ હોય છે, એક રિસર્ચ મુજબ હંગ કર્ડ ને વજન ઉતારવા માટે દહીંના ફુલ ફેટ ની તુલનામાં બેસ્ટ વિક્લ્પ માનવામાં આવે છે. પ્રોટીન આપને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું, આ રીતે આપ ફેટવાળા ફૂડ ખાતા પણ બચો છો. દહીં થી પેટ ભરાઇ જાય છે. દહીમાં સીતેર થી એંસી ટકા પાણી હોય છે, જેથી પણ તે વજન ઉતારવામાં કારગર છે.

કેલ્શિયમ સમૃદ્ધ ફૂડ :

image soucre

દહીં કેલ્શિયમ થી સમૃદ્ધ છે. તેનો અંદાજ તે રીતે લગાવી શકાય કે, સો ગ્રામ દહીંમાં લગભગ એંસી મિલિ ગ્રામ કેલ્શિયમ ની માત્રા હોય છે. દહીમાં કેલ્શિયમ ની ભરપૂર માત્રા આપના દાંત અને હાડકાં ને મજબૂત કરવાની સાથે વજન ઉતારવામાં પણ મદદ કરે છે. રિસર્ચ નો દાવો છે કે, દહીંમાં રહેલું કેલ્શિયમ આપનું મોટાબિલિઝમ ની ગતિ વઘારે છે અને વેઇટ લોસમાં પણ મદદ કરે છે.