Site icon News Gujarat

પદ્મનાભસ્વામી મંદીરનો સાતમો દરવાજો કેમ કોઈ ખોલી નથી શકતું? જાણો તમે પણ

થોડાંક જ વર્ષો પહેલાં કોરોડો રૂપિયાનો ખજાનો મળી આવ્યો તે પદ્મનાભસ્વામી મંદીરના સાતમાં દરવાજાનું રહસ્ય શું ? કેમ કોઈ તેને ખોલી નથી શકતું ?

image source

ભારતની સુપ્રિમ કોર્ટ દ્વારા જ્યારે કેરાલામાં આવેલા પદ્મનાભસ્વામિ મંદીરના પાંચમાંથી છ વોલ્ટ જ્યારે ખોલવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારે તે વોલ્ટમાંથી જે મળી આવ્યું તેનાથી માત્ર ભારતવાસીઓ જ નહીં પણ સમગ્ર જગત ચકીત થઈ ગયું હતું. અહીં સોના તેમજ કીંમતી રત્નોથી ભરેલો સૌથી મોટો સંગ્રહ મળી આવ્યો હતો. આખા ઇતિહાસમાં આ પેહલાં આવી કોઈ જ ઘટના નહોતી ઘટી.

image source

આ મંદીરમાં એ,બી, સી, ડી ઈ અને એફ એમ પાંચ વોલ્ટ આવેલા છે. અને આગળ શોધ કરતાં જી અને એચ વોલ્ટ પણ મળી આવ્યા હતા. સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલી એક યાચિકાની સુનાવણી વખતે સુપ્રિમ કોર્ટે આ મંદીરને આદેશ આપ્યો હતો કે તેઓ મંદીરનો બી વોલ્ટ ખોલે. જ્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી કમીટીએ બી વોલ્ટનો મેટલનો દરવાજો ખોલ્યો ત્યારે તેની પાછળ જ એક લાકડાનો દરવાજો મળી આવ્યો હતો.

image source

તેમણે તે દરવાજો ખોલ્યો તો તેની પાછળ બીજો લોખંડનો દરવાજો મળી આવ્યો જે જામ થઈ ગયો હતો. પણ તેઓ તેમને ખોલી શક્યા નહીં છેવટે તેમણે તાળા ખોલવાવાળાને તેના માટે લાવવો પડ્યો. જ્યારે તે બધા વોલ્ટ ખોલવામા આવ્યા ત્યારે તેમાંથી હજારો કીલો સોના તેમજ ચાંદીના દાગીનાઓ તેમજ કીમતી રત્નો મળી આવ્યા હતા. છેક રોમન સામ્રાજ્યના પણ સોનાના સીક્કા મળી આવ્યા હતા. કેટલાક સોનાના સિક્કાઓ તો ઇ.સ પહેલાંના 200 વર્ષ જૂના હતા. આ ખજાનાની કીંમત હજારો કરોડો આંકવામાં આવે છે.

image source

કેરલના તિરુઅનન્તપુરમમાં આવેલા આ પદ્મનાભસ્વામીના મંદીરનું ખજાનાનું રહસ્ય તો હજી પણ લોકોની આંખો પહોળી કરે મુકે છે જ પણ સાથે સાથે બીજા ઘણા બધા રહસ્યો પણ આ મંદીર સાથે જોડાયેલા છે. આ મંદીરને દેશનુંજ નહીં પણ વિશ્વનું સૌથી ધનવાન મંદીર કહેવામાં આવે છે. અને હજુ તો માત્ર કેટલાક ભોંયરા જ તે મંદીરના ખોલવામાં આવ્યા છે બાકીના ભોંયરાઓમાં શું છે તે હજુ સુધી કોઈ જાણી શક્યુ નથી. જો કે તેનો સાતમો દરવાજો હજુ ખોલવાનો બાકી છે. તેને કોઈ ખોલી નથી શકતું. જણાવવામાં આવે છે કે તેની પાછળ ઉંડુ રહસ્ય છુપાયેલું છે.

image source

કેરળનું આ પદ્મનાભસ્વામી મંદીર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તિરુઅનંતપુરમનું આ મંદીર પ્રવાસિઓમાં ભારે આકર્ષણ જમાવે છે, ખાસ કરીને તેના ભોંયરામાંથી જે હજારો કરોડોનો ખજાનો મળ્યો ત્યાર બાદથી તે ભારે ચર્ચામાં આવ્યું છે. કહેવાય છે કે આ મંદીરને 16મી સદીમાં ત્રાવણકોરના રાજાએ બનાવડાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે તેમણે જ મંદીરના ભોંયરાઓમાં મોટા પ્રમાણમાં ખજાનો છુપાવી રાખ્યો હતો.

image source

આ મંદીરના છ ભોંયરા સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ ખોલવામાં આવ્યા છે, જેમાંથી તમે કલ્પના પણ ન કરી શકો તેટલા પ્રમાણમાં સોનુ-ચાંદી તેમજ કીમતી રત્નો મળી આવ્યા છે. જેની કીંમત હજારો કરોડ આંકવામા આવે છે. કહેવાય છે કે આ મંદીરના સાતમા ભોંયરાનો દરવાજો પણ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ દરવાજા પર બનેલા મોટા સાપની કોતરણીને જોઈને તેને ખોલવાનું કામ રોકી દેવામા આવ્યુ હતું. કેહવાય છે કે તે દરવાજાને ખોલવું અશુભ માનવામાં આવે છે.

image source

એવી માન્યતા છે કે સાતમો દરવાજો શાપિત છે. જે કોઈ પણ તેને ખોલશે તેનું મૃત્યુ થઈ જશે. સાથે સાથે એવુ પણ માનવામાં આવે છે કે દરવાજો ખોલવાથી ધરતી પર પ્રલય આવશે. કહેવાય છે કે એકવાર કેટલાક લોકોએ તેને ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પણ ઝેરીલા સાપના ડંખથી તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

image source

એવું માનવામાં આવે છે કે તે સાતમાં ભોંયરાના દરવાજાને મંત્રોચ્ચારથી બંધ કરવામાં આવ્યો છે અને તેને તે જ રીતે મંત્રોચ્ચાર દ્વારા જ ખોલી શકાય, પણ તેમાં જો જરા પણ ભૂલ થાય તો મૃત્યુ નિશ્ચિત છે. આ બધા જ કારણોસર આ દરવાજો વિશ્વ માટે એક મોટું રહસ્ય છે.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version