પાડોશમાં રહેતા બે બાળકોને ચોથા માળથી ફેંકી દીધા, એ પણ સાવ નાની વાતમાં, કરુણ ઘટના વાંચીને તમને પણ આવા પાડોશી પર આવી જશે ગુસ્સો

બે બાળકોને છત પરથી ફેંકી દેવામાં આવ્યા જેમાં એકનું મોત નીપજ્યું હતું : બંગાળની દર્દનાક ઘટના

પશ્ચિમ બંગાળના કલકત્તા શહેરમાં માનવતાને શર્મસાર કરનારો મામલો સામે આવ્યો છે. અહીના એક વ્યક્તિએ પડોશમાં રહેતા બંને બાળકોને એટલા માટે ચોથા માળેથી નીચે ફેંકી દીધા, કારણ કે તે એમના તોફાનથી પરેશાન થઇ ચુક્યા હતા.

image source

આ વ્યક્તિએ એવો આરોપ મુક્યો હતો કે આ બાળકો રોજ એના ઘરની બહાર બુમાબુમ કરતા હતા. જે એને જરાય નોહતું ગમતું. ત્યારબાદ કંટાળીને એમણે આ ઘટનાને અંજામ આપ્યો. આ ઘટના દરમિયાન એક બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે બીજા બાળકની સ્થિતિ હજુ પણ ગંભીર છે. પોલીસે આરોપીને હિરાસતમાં લઈને કાર્યવાહી હાથ ધરી છે.

બંને પાડોશી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા

image source

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે એનએસ રોડ પર નંદારામ માર્કેટ પાસે સો વર્ષ જૂની એક ચાલ છે. અહીં રહેતા શિબ કુમાર ગુપ્તા અને બુધના શાહ, બંને આ ચાલમાં આજુબાજુમાં રહે છે. આપને જણાવી દઈએ કે શિબ કુમાર અને બુધાના વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જેનું કારણ બાળકોના તોફાન હતા. જો કે શીબ કુમારે બુધાનાને ચેતવ્યો હતો કે જો તે પોતાના બાળકોને નહી રોકે તો એક દિવસ એ એમને બાલ્કની પરથી ઉપાડીને નીચે ફેંકી દેસે.

બાળકોને રોકવા અનેક વાર સમજાવ્યા હતા

image source

ખરેખર આ ઘટના મોટા બજાર વિસ્તારની છે. વ્યવસાયે ટ્રાન્સપોર્ટર એવા બુધાનાને બે બાળકો છે, જેમાં શિવમ દોઢ વર્ષનો છે અને વિશાલની ઉમર સાથ વર્ષ છે. શિબ કુમાર અને બુધાના વચ્ચે બાળકોના તોફાનને લઈને અનેકવાર તકરાર થતી હતી. હાર્ડવેરની દુકાન ચલાવતા શિબ કુમારે કહ્યું કે એણે અનેક વાર બાળકોને અને એમના પરિવારને કહ્યું હતું કે એના દરવાજા બહાર બાળકોને રમવાથી રોકે. બાળકોના દરવાજા બહાર અવાજ કરવાથી તેઓ પરેશાન થઇ જતા હતા.

પહેલા પણ ધમકી આપી હતી

image source

બન્યું એવું હતું કે રવિવારની સાંજે બાળકો શીબના દરવાજા બહાર બોલથી રમી રહ્યા હતા. આ દરમિયાન બોલ શીબના દરવાજા પર અથડાઈ હતી. શીબના જણાવ્યા અનુસાર બાળકોના દડાના કારણે એમના ઘરની દીવાલો પણ ખરાબ થઇ રહી છે. એ દિવસે એણે ગુસ્સામાં આવીને બાળકોને ઉપાડીને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધા હતા. જો કે આમ કર્યા પછી એને અહેસાસ થયો હતો કે એણે ખોટું કરી નાખ્યું છે.

એક બાળકની મૃત્યુ બીજાની હાલત ગંભીર

image source

ઘટના સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ, ‘જ્યારે તેઓ આવ્યા એટલે એમણે જોયું કે બંને બાળકોના શરીરમાંથી ખુબ લોહી નીકળી રહ્યું હતું. જ્યારે એમને હોસ્પિટલ લઇ જવા માટે ઉપડયા, ત્યારે સમજાયું કે શીવમની મૃત્યુ થઈ ચુકી હતી. જો કે એ લોકો બંનેને હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં વિશાલનો ઈલાજ થઇ રહ્યો છે, જો કે એની હાલત હજુ ગંભીર છે. શિવમને મૃત જાહેર કરાયો હતો.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત