આપણા પગના અંગૂઠામાં અને આંગળીઓમાં હોય છે 2 હાડકાં, શું તમે જાણો છો પગ સાથે જોડાયેલી બીજી આ વાતો?
પગ, તેના પંજા અને ઘૂંટી આપણા શરીરમાં મહત્વ નો હિસ્સો છે. ખરું સમજીએ તો તે આપણા શરીરનો પાયો છે.

સામાન્ય રીતે આપણે દરરોજ ૮૦૦૦-૧૦૦૦૦ પગલાં ચાલીએ તો ૫૦ વર્ષની ઉમરે પહોંચતા સુધીમાં આપણે આખી પૃથ્વીને બે વખત પ્રદક્ષિણા થાય એટલું ચાલી છીએ. આપણા શરીરમાં થતી કમર, થાપા અને ગોઠણની સમસ્યામાં વાસ્તવિક રીતે પગ જ જવાબદાર હોય છે.
અનેક રોગોના સંકેતો પગ દ્વારા જ દેખા દેતા હોય છે. વિચારો કે જો તમારા પગ સ્વસ્થ ન હોય તો તમે ડાયાબિટીસ, હાઈબ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યાઓનો સામનો કેવી રીતે કરી શકો?
આજના લેખમાં આપણે આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ હોવા છતાં સૌથી વધારે અવગણના પામેલા અંગ પગ વિશે જાણીશું.

1) આ દુનિયામાં લગભગ દોઢ અબજ માણસોના પંજા સાવ સપાટ છે.
2) ઉનાળામાં આપણા પંજામાં ખૂબ પરસેવો વળે છે, એનું કારણ છે આપણા પંજામાં રહેલી અઢીલાખ પ્રસ્વેદ ગ્રંથિઓ.
3) રમત ગમત દરમિયાન આપણને સૌથી વધારે પગમાં જ વાગે છે.
4) પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓને પગની તકલીફો વધારે હોય છે.
5) ઉનાળામાં પગના નખ વધુ ઝડપે વધે છે.

6) આપણા તળિયાની ચામડી બીજી ચામડીના પ્રમાણમાં ૨૦ ગણી ઝાડી હોય છે,
7) ડાબા અને જમણા પગના અલગ અલગ બુટ હોય તેવું પ્રાચીન રોમ સભ્યતાએ શોધેલું ત્યાં સુધી લોકો બંને બુટ એક સરખા જ પહેરતા.
8) આપણા પગમાં ૧ ટ્રિલિયન થી પણ વધારે બેક્ટેરિયા હોય છે.
9) આપણા પગના અંગૂઠામાં ૨ હાડકાં અને આંગળીમાં ૩ હાડકાં હોય છે.
10) જો પગના અંગૂઠાનો નખ મૂળમાંથી નીકળી જાય તો એને ફરીથી વ્યવસ્થિત થવામાં ૬ મહિના લાગે છે.

11) આપણા એક પગમાં ૧૦૭ અસ્થિરજ્જુ, ૨૬ હાડકાં, ૧૯ માંસપેશી અને ૩૩ સાંધા હોય છે.
12) દુનિયાના સૌથી લાંબા પગ રશિયાની એક સ્ત્રી ekaterina lisinaના છે. તેના પગની લંબાઈ ૪ ફૂટ અને ૪.૨ ઈચ છે.
13) દોડતી વખતે આપણા પગ ઉપર આપણા શરીરના વજન કરતાં ચાર ગણું પ્રેશર પડે છે
14) આપણા શરીરના ૨૫% હાડકાં ફક્ત પગમાં જ હોય છે.

15) એક વયસ્ક માણસના પગમાં કોઈ પણ પ્રકારનું ફ્રેકચર કે ઇજા થાય તો ૮૦% લોકો ત્રણ મહિનામાં સામાન્ય થઈ જાય છે.
source : dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત