પગાર ના કરતા ડ્રાઇવરનુ છટક્યુ મગજ, અને BMW ગાડીની કરી નાખી એવી હાલત, પૂરી ઘટના વાંચીને તમને પણ લાગશે નવાઇ

લોકડાઉનમાં પગાર ન કર્યો તો ડ્રાઈવરનું મગજ છટક્યું અને પોતાના શેઠની BMW ગાડી તોડી નાખી, આ વિશે ડ્રાઈવર કિશન ભરવાડે કહ્યું કે પગાર તો હું ગમે તે હિસાબે લઈને જ રહીશ, બાદમાં સાંજે શેઠ કાર લેવા ગયા તો ગાડીમાં તોડફોડ કરેલી હતી.

image source

કોરોનાની મહામારીને કારણે ચાલેલા લોકડાઉનમાં અનેક ધંધા અને રોજગાર સાવ બંધ થઈ ગયા હતા જેના કારણે હવે એમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવા કપરા સમયમાં ઘણા એવા લોકો છે જેમના પગાર પણ નહોતા થયા. ત્યારે સરકાર દ્વારા જાહેર કરેલા આ અનલોકના સમયે એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે, જેમાં લોકોને મંદીના માર સહન કરવાની વાત પણ છતી થઈ હતી. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો.

image source

વાત જાણે એમ હતી ડ્રાઈવર કિશન ભરવાડ ઘણા સમયથી ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો, એના શેઠે છેલ્લે માર્ચ મહિના સુધીનો પગાર એને આપ્યો હતો. પણ પછી કોરોના વાયરસને કારણે ચાલેલા લોકડાઉનના કારણે ડ્રાઈવર નોકરીએ ન આવી શક્યો. અને એટલે શેઠે એને લોકડાઉનના સમયનો પગાર ન ચૂકવ્યો.

image source

આ કારણે ડ્રાઈવર રોષે ભરાયો અને એનું મગજ છટક્યું. અને એને ગુસ્સામાં આવીને શેઠની BMW ગાડીમાં તોડફોડ કરી હતી.શેઠે આ સમગ્ર મામલે ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને હવે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

image source

મળેલી માહિતી અનુસાર, ઇન્કમટેક્સ પાસે આવેલા જીતેન્દ્ર ચેમ્બરમાં રિયલ એસ્ટેટની ઓફિસ ધરાવતા અને લો ગાર્ડન પાસે રહેતા સુજલ રાવલે છ માસ પહેલા ડ્રાઈવરની જાહેરાત આપી હતી. અને એ જાહેરાત જોઈને નોકરી માટે આવેલા કિશન ભરવાડને સુજલ રાવલે નોકરી પર રાખ્યો હતો. કોરોના.

image source

વાયરસના કારણે ચાલી રહેલા લોકડાઉનને કારણે ડ્રાઇવર કિશન ભરવાડે માર્ચ મહિનાથી નોકરીએ આવવાનું બંધ કર્યું હતું. અને ત્યાં સુધીનો પગાર પણ તેને ચૂકવી દેવામાં આવ્યો હતો. અને પછીથી ડ્રાઈવર નોકરીએ ન આવતા તેને પગાર આપવામાં આવ્યો નહોતો. અચાનક જ કિશન ભરવાડ 15મી જૂને ઓફિસે પહોંચી ગયો હતો. તે આટલા દિવસ નોકરીએ ન આવતા હવે તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.

image source

બાદમાં કિશને કહ્યું કે, પગાર તો હું લઈને જ રહીશ, એ પછી સાંજે સુજલભાઈ તેમની BMW લેવા ગયા ત્યારે આગળ પાછળની લાઈટો તૂટેલી હતી, ગાડીમાં લિટા અને ગોબા પણ હતા અને આશરે બે લાખનું નુકશાન પહોંચ્યું હતું. સુજલભાઈએ કિશનને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. જેથી આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત