પહેલાં ફ્લૂ, પછી કેન્સર અને હવે બે વાર કોરોનાને માત આપી આ 102 વર્ષના દાદીએ…

આ ખબર તે જ અમેરિકાની છે જ્યાં દુનિયાના સૌથી વધારે કોરોના કેસ નોંધાયા છે. એક 102 વર્ષીય મહિલા જેમણે વર્ષ 1918માં આવેલા સ્પેનિશ ફ્લૂનો પણ સમય જોયો હતો, તેમને કેંસર પણ થયું હતું અને હવે બે વાર તેમણે કોરોનાનું સંક્રમણ પણ લાગ્યું. આ બધી જ બીમારીઓમાંથી તેણી સાજા થઈન બહાર આવી ગયા છે અને આજે સંપુર્ણ સ્વસ્થ છે.

માર્ચ મહિનામાં થયો હતો કોરોના

image source

આ વડિલ મહિલાનું નામ એન્જેલિના ફ્રાઇડમેન છે. ન્યુયોર્ક પોસ્ટના અહેવાલ પ્રમાણે, તેમને માર્ચ 2020માં કોરોના થયો હતો. ત્યાર બાદ તેમને ઓક્ટોબરમાં ફરીથી કોરોના થયો. જો કે તેણી એક માત્ર વૃદ્ધ મહિલા છે જેમને બે વાર કોરોના થયો અને તેમાંથી તેઓ રિકવર થઈ ગયા.

શિપમાં થયો હતો જન્મ

image source

તમને જણાવી દઈ તે તેમનો જન્મ 18 ઓક્ટોબર 1918ના રોજ થયો હતો. આ દરમિયાન તેમનું ફેમિલી ઇટાલીથી શિપમાં ક્યાંક જઈ રહ્યુ હતું. તેમના માતાનું મૃત્યુ તે દરમિયાન જ થયું હતું. તેમની બે બહેનોએ જ તેમને મોટા કર્યા હતા. ત્યાર બાદ તેણી અમેરિકાના બ્રુકલિનમાં સેટલ થઈ ગયા.

લગ્ન બાદ થયું કેન્સર

image source

તેમના લગ્ન હેરોલ્ડ ફ્રાઇડમેન સાથે તયા. ત્યાર બાદ તે બન્નેને કેન્સર થઈ ગયું. તેમાંથી પણ તેણી સ્વસ્થ થઈને બહાર આવી. જો કે આજે તેમને સંભળાતુ નથી, અને તેમને સારી રીતે દેખાતું પણ નથી. હવે તો તેણી 102 વર્ષના થઈ ગયા છે અને આ દરમિયાન તેમને એક નહીં પણ બે વાર કોરોના પણ થઈ ગયો અને બન્ને વાર તેણી સ્વસ્થ થઈને બહાર આવ્યા.

17 નવેમ્બર સુધી રહ્યા આઇસોલેશનમાં

image source

જ્યાં પહેલાં તેમને માર્ચમાં કોરોના થયો હતો. આટલી વધારે ઉંમર હોવા છતાં પણ તેણી રિકવર થઈ ગઈ. પણ ઓક્ટોબરમાં તેમને ફરી કોરોનાનુ સંક્રમણ લાગ્યું. તેમને આઇસોલેશનાં રાખવામા આવ્યા. 17 નવેમ્બર બાદ તેમનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો અને હાલ તેણી સ્વસ્થ છે.

કોરોનાનું વૈશ્વિક અપડેટ જાણી લો

image source

હાલ પણ કોરોનાનું સંક્રમણ સમગ્ર દુનિયામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે પણ કેટલાક દેશોમાં રસી આપવાની વ્યવસ્થા શરૂ કરવામા આવી છે. બ્રીટેન સરકારે પણ રસીની કંપનીને ઇમર્જન્સી મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણના 6.52 કરોડ કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 4.19 કરોડ લોકો સંક્રમણમાંથી મુક્ત થયા છે. પણ દુઃખની વાત છે કે 15.1 લાખ લોકોના કોરોનાના
કારણે મૃત્યુ થયા છે. ભારતની વાત કરીએ તો ભારતમાં અત્યારસુધીમાં 95.7 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 90.2 લાખ લોકો સંક્રમણમાંથી મુક્ત થયા છે. અને 1.39 લાખ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. ગુજરાતમા અત્યારસુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2.13 લાખ નોંધાઈ છે. જેમાંથી 1.94 લાખ લોકો સાજા થઈ ગયા છે. અને 4018 લોકો સંક્રમણથી માર્યા ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત