જો આ બેંકમાં હશે એકાઉન્ટ તો 1 માર્ચથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં થઈ શકે છે તકલીફ, મુશ્કેલીથી બચવા કરો આ કામ

કોરોનાના સયમમાં અનેક બેંકોએ પોતાના ગાર્હકો માટે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધાને ખાસ મહત્વ આપ્યું હતું. પરંતુ હવે અનેક બેંકોએ પોતાની રૂટિન સર્વિસ ચાલૂ કરી દીધી છે. આજે આપણે વાત કરીશું એવી કેટલીક બેંકોની જે પોતાના આઈએફએસસી કોડને 1 માર્ચથી બંધ કરી રહી છે. આ કારણે અનેક ગ્રાહકો જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે તેમને મુશ્કેલી થઈ શકે છે. જો તમે પણ આ બેંકોમાં ખાતું ઘરાવો છો તો તમારે પહેલાંથી પ્લાન કરી લેવું જરૂરી છે.

image source

અનેક બેંકો જેમકે બેંક ઓફ બડોદાએ પોતાના ગ્રાહકોને સૂચિત કર્યા છે કે ઈ -વિજયા અને ઈ -દેનાના IFSC કોડ 1 મરા્ચ 2021થી બંધ થઈ જશે. બીઓબીના ગ્રાહકોએ કહ્યું કે બંને માટે નવા IFSC કોડ મેળવવાનું કામ ખૂબ જ સરળ છે. આ માટે બેંકે ખાસ નંબરથી વોટ્સએપ સેવા પણ શરૂ કરી છે. જો તમે આ સુવિધાનો લાભ લેવા ઈચ્છો છો તો તમે 8433888777 પર એક મેસેજ કરી શકો છો. તમારા અનેક કામ સરળ બની જશે.

image source

વિજયા બેંક અને દેના બેંકના ગ્રાહકો નવા IFSC કોડ જાણવા માટે વેબસાઈટ પર જઈ શકે છે અને સાથે જ બેંકના હેલ્પ ડેસ્ક પર કોલ કરી શકે છે કે શાખાનો પણ સંપર્ક કરી શકે છે. આ સિવાય ખાતેદારો કોઈ પણ મુસીબતમાં બેંકની એસએમએસ સુવિધાની પણ મદદ લઈ શકે છે.

image source

હેલ્પલાઈન નંબર 18002581700 છે જ્યારે ગ્રાહક પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 8422009988ની સુવિધાનો ઉપયોગ પણ રી શકે છે અને છેલ્લા 4 નંબરને એસએમએસ કરી શકે છે. આ ફોર્મેટનો મેસેજ મોકલવાનો રહે છે. MIGR જૂના ખાતા નંબર સંખ્યાના છેલ્લા 4 નંબર.

image source

રાષ્ટ્રીયકૃત બેંકે ગયા વર્ષે ડિસેમ્બરમાં વિજયા બેંક અને દેના બેંકની 3898 શાખાઓના મર્જરનું કામ પૂરું કર્યું હતું. આના આધારે 5 કરોડથી વધારે ગ્રાહક ખાતાને માઈગ્રેટ કરાયા હતા, બેંકે કહ્યું હતું કે દરેક ગ્રાહક હવે ભારતમાં કુલ 8248 ઘરેલૂ શાખાઓ અને 10318 એટીએમનો ફાયદો લઈ શકશે. વિલય કર્યા બાદ બેંક ઓફ બડોદા દેશની સૌથી મોટી બેંક બની છે.

image source

જાન્યુઆરીમાં બેક ઓફ બડોદાએ મેસેજિંગ મંચ વોટ્સએપ પર બેંકિંગની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. બેંક ઓફ બડોદા વોટ્સએપની મદદથી ખાતામાં બેલેન્સની જાણકારી, મીની સ્ટેટમેન્ટ, ચેકની સ્થિતિની જાણકારી, ચેકબુક આગ્રહ, ડેબિટ કાર્ડને બ્લોક કરવાની અને સાથે અન્ય સેવાઓને માટે સૂચનાની જાણકારી આપી રહ્યું છે.

મેસેજિંગ એપની મદદથી 24 કલાક અને સાતેય દિવસ આ જાણકારી મળશે. આ સાથે વધારાની એપ્લીકેશન ડાઉનલોડ કરવાની જરૂર પણ રહેશે નહીં. એવા લોકો જે બેંકના ગ્રાહક નથી, તે પણ મંચની મદદથી ઉત્પાદો, સેવાઓ, રજૂઆત, એટીએમ અને શાખાની જાણકારી મેળવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત