Site icon News Gujarat

કોરોનાનો હાહાકાર: પહેલી વખત એક દિવસમાં મળ્યા 3 લાખ જેટલા નવા દર્દીઓ, મોતનો આંકડો ચિંતાજનક

દેશમાં કોરોના વાયરસ સંપૂર્ણપણે બેકાબૂ બની ગયો છે. દિવસેને દિવસે ચેપના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાંથી 3 લાખ જેટલા ચેપના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1 દિવસમાં કોરોના વાયરસના 2,95,041 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 2023 લોકોનાં મોત નીપજ્યાં છે. આ એક દિવસમાં મૃત્યુની રેકોર્ડ સંખ્યા છે. જણાવી દઈએ કે દેશમાં કોરોનાવાયરસ ચેપની બીજી લહેર વધુ જોખમી છે. દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવાથી દેશમાં હોસ્પિટલના પલંગ અને ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે.

image source

1,56,16,130 કેસ અત્યાર સુધીમાં

દેશમાં 2,95,041 નવા કેસ સાથે કોરોના વાયરસ ચેપના કુલ કેસો 1,56,16,130 સુધી પહોંચી ગયા છે. તે જ સમયે, આ રોગથી મોતને ભેટેલા લોકોની કુલ સંખ્યા 1,82,553 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,67,457 દર્દીઓને રજા આપવામાં આવી છે. સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 1,32,76,039 રહી છે. તે જ સમયે, લગભગ 21,57,538 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

13,01,19,310 લોકોનું રસીકરણ

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર 19 એપ્રિલ સુધીમાં 27,10,53,392 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યુ છે. જ્યારે 19 એપ્રિલના રોજ ફક્ત 16,39,357 નમૂના પરીક્ષણો લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દેશના 13,01,19,310 લોકોને કોરોનાવાયરસની રસી આપવામાં આવી છે.

તો બીજી તરફ દેશના કેટલાક રાજ્યોની સ્થિતિ અંત્યંત ગંભીર છે. જેમા મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિત 11 રાજ્યમાં સ્થિતિ નિયંત્રણની બહાર જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ રાજ્યોમાં રેકોર્ડ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 62,097, ઉત્તરપ્રદેશમાં 29,574, દિલ્હીમાં 28,395, કેરળમાં 19,577, કર્ણાટકમાં 21,794, છત્તીસગઢમાં 15,625, રાજસ્થાનમાં 12,201, મધ્યપ્રદેશમાં 12,727, ગુજરાતમાં 12,206, તામિલનાડુમાં 10,986, બિહારમાં 10,455 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે હાલમાં આ રાજ્યોની સ્થિતિ કેટલી ગંભીર છે.

image source

દેશને લોકડાઉનથી બચાવવો છે: વડા પ્રધાન

કોરોના રોગચાળો શરૂ થયો ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 8મી વખત દેશને સંબોધન કર્યું હતું. કહ્યું- ભારતને લોકડાઉનથી બચાવવો છે, છેલ્લા વિકલ્પ રાજ્ય તેનો ઉપયોગ કરે. બાળકોને અપીલ કે વડીલોને જરૂર વગર ઘરની બહાર જતા અટકાવે.

સીરમ, ભારત બાયોટેકને 4,500 કરોડ આપશે સરકાર

કોરોના રસીનો પુરવઠો ઝડપથી સપ્લાઈ કરવા માટે સરકાર સીરમ ઈન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેકને એડવાંસમાં રૂ. 4500 કરોડ રૂપિયા આપશે. બંને કંપનીઓએ જુલાઈ સુધીમાં રસીના 29 મિલિયન ડોઝ સરકારને પહોંચાડવાના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version