તમે જાણો છો હાઇવે પરના વૃક્ષોના થડને લાલ અને સફેદ રંગે કેમ રંગવામાં આવે છે?

ગુજરાતમાં તો હવે ચોમાસુ શરુ થવાને બસ હવે કદાચ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ વેળા ચોમાસુ સારું રહે તેવી અપેક્ષા રાખીએ.

ચોમાસાના વરસાદની વાત આવે એટલે વરસાદ બાદ બનતા ઠંડા અને ખુશનુમા વાતાવરણ સૌ કોઈનો મૂડ ફ્રેશ કરી દે. અને તેમાં પણ જો આ માહોલ વચ્ચે હાઇવે પર ગાડી લઈને નીકળ્યા હોઈએ તો જાણે બસ મોજ જ મોજ.

image source

હાઇવે પર પસાર થઈએ ત્યારે એક દ્રશ્ય આપણે સૌએ જોયું હશે કે રોડની સાઈડમાં ઉગાડેલા વૃક્ષોના થડને લાલ અને સફેદ રંગે રંગેલા હોય છે. જો કે મોટાભાગના લોકો આ રીતે વૃક્ષોને રંગ કરવા પાછળનું કારણ નથી જાણતા. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને તેના કારણ વિષે વાત કરીશું.

image source

રોડની સાઈડમાં રહેલા વૃક્ષોને આ રીતે સફેદ અને લાલ રંગ કરવા પાછળ કોઈ એક જ નહિ પણ અનેક વૈજ્ઞાનિક કારણો છે. વૃક્ષના સૌથી નીચેના ભાગને રંગ કરવાનો રિવાજ બહુ જૂનો છે જેના પાછળનો હેતુ વૃક્ષને મજબૂતી આપવાનો છે. તમે જોયું હશે કે જેમ જેમ કોઈ વૃક્ષ મોટું થતું જાય તેમ તેમ તેના થડમાં તિરાડો પડવા લાગે છે અને તેની છાલ ઉખડવા લાગે છે જેના કારણે અમુક સમયે વૃક્ષ નબળું પણ પડી જતું હોય છે. વૃક્ષની આવી પરીસ્તીથીનો સામનો ન કરવો પડે તે માટે તેના થડના નીચેના ભાગને ખાસ રંગવામાં આવે છે.

image source

વૃક્ષોના થડને રંગવા પાછળનું બીજું એક અન્ય કારણ એ પણ છે કે રંગના કારણે તેના થડમાં નાની-મોટી જીવાતો અને કીડી મંકોડા નથી રહેતા. ખાસ કરીને ઉધઈ જેવી જીવાત કોઈ પણ વૃક્ષને અંદરથી પોલું કરી દેવા પૂરતી છે અને તેનાથી વૃક્ષને બચાવવા આ પદ્ધતિનો ઉપયોગ કરાય છે.

image source

વૃક્ષને રંગવા પાછળનો એક હેતુ એ પણ હોય છે કે તેને કઠિયારાઓ નથી કાપતા. કારણ કે આ રીતે રંગાયેલું વૃક્ષ સરકારી તંત્ર એટલે કે વન વિભાગ દ્વારા રક્ષિત કરાયેલું જાહેર થાય છે જેના કારણે તેને કાપવું કદાચ ગુનાહિત પ્રવુતિ પણ ગણાય છે જેથી કાઠિયારાઓના હાથે કપાઈ જવાથી આ વૃક્ષો બચી જાય છે. અમુક જગ્યાઓએ વૃક્ષોના થડને ફક્ત સફેદ રંગથી તો ક્યાંક સફેદ, લાલ તથા દુધિયા રંગથી પણ રંગવામાં આવે છે.

image source

અન્ય એક કારણ એવું પણ છે કે સફેદ રંગ અન્ય રંગની સરખામણીએ વધુ પ્રકાશિત હોવાથી રાત્રીના સમયે પણ આ વૃક્ષોને કારણે વાહનચાલકોને રોડની વચ્ચે વાહન ચલાવવા સંકેત મળતો રહે છે અને વાહન રોડ પરથી ઉતરી જવાના ભયથી પણ બચી શકાય છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત