કેનેડા જવાના શોખીનો ધ્યાન રાખજો, સ્ટુડન્ટને પૈસા કમાવા માટે કરવા પડે છે સાવ આવા-આવા કામ, હાલતની તસવીરો જોઇને તમને પણ દયા આવશે

વિદેશમાં જઈને અભ્યાસ કરવો તેને આજનાં લોકો જાણે ટ્રેન્ડ ગણી રહ્યાં છે. માતાપિતા પણ લાખોનાં ખર્ચે બાળકોને વિદેશ અભ્યાસ કરવા મોકલી રહ્યાં છે. વિદ્યાર્થીઓ પણ ઘણી આશા સાથે ત્યાં જતાં હોય છે. પરંતુ હાલમાં એક એવા સમાચાર સામે આવ્યા છે જેને જોતા લાગી રહ્યું છે કે સપનાઓ સાથે ગયેલાં વિદ્યાર્થીઓ ત્યાં ઘણાં હેરાન થઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ પંજાબ ઘણાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા ગયાં હતાં. પરંતુ ત્યાં ગયાં પછી તેમનું જીવન સરળ રહ્યું નથી. આ વિદ્યાર્થીઓએ ત્યાં ખૂબ જ મહેનત કરવી પડી રહી છે.

આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે કેનેડામાં એક શિક્ષકે સોશ્યલ મીડિયા પર તેના વિદ્યાર્થીઓની ઘણી તસવીરો શેર કરી. આ તસવીરો શેર કરતાં તેઓએ કહ્યું છે કે આ વિદ્યાર્થીઓ સૌથી આશાસ્પદ છે. અહીં તેઓ 12 -12 કલાકની શિફ્ટમાં કામ કરે છે. એટલે કે મધ્યરાત્રિથી સવારે 7 વાગ્યા સુધી કામ કરે છે અને ત્યારબાદ 2 કલાકની સફર બસમાં કરે છે. આટલાં ટ્રાવેલિંગ બાદ તેઓ 9 કલાક માટે કોલેજ પણ જાય છે. આ તસવીરો સામે આવતા પંજાબના ઘણા મહેનતુ વિદ્યાર્થીઓનું જીવન હાલમાં કઈ સ્થિતિમાં છે તે જોઈ શકાય છે.

image source

પંજાબમાં એક તરફ ડ્રગ્સનો ટ્રેન્ડ છે અને બીજી તફર બહાર જવાનો ટ્રેન્ડ પણ ટોચ પર છે. જો કે આ બે ટ્રેન્ડ પાછળનું એક કારણ એ છે કે ત્યાં ઘણી બેકારી છે અને એક અવિશ્વસનીય ભવિષ્ય છે. આથી સારા ભવિષ્ય બનાવવાં માટે ત્યાંનો યુવાન આ તરફ વળી રહ્યો છે.

આ યુવાનો ત્યાં જઈને કેટલી મહેનત કરે છે તે આ તસવીરો પરથી સમજી શકાય છે. આ વિદ્યાર્થીઓમાં ઘણા વિદ્યાર્થીઓ કે જેઓ એક વર્ષના અભ્યાસ માટે 20 -20 લાખ ખર્ચ કરીને કેનેડા ગયાં છે. આ વિદ્યાર્થીઓ ત્યાં જઈને આખા વર્ષ દરમિયાન પોતાનો જે કંઈ પણ ખર્ચ થાય છે તેને જાતે ઉઠાવવા માટે 18 -18 કલાક કામ કરી રહ્યાં છે.

image source

અમેરિકાની આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા ડેનિયલ ઓબસ્ટ કહે છે કે વૈશ્વિકરણના આ યુગમાં સફળ થવા માટે દરેક વિદ્યાર્થીએ વિદેશમાં અભ્યાસ કરવો જોઇએ. આ સાથે તેઓ વિવિધ ભાષા અને સંસ્કૃતિના લોકો સાથે સમાયોજિત કરવાનું શીખી શકશે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરવું તેમના માટે સરળ બનશે.

મળતી માહિતી મુજબ કેનેડિયન સરકાર વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ સિવાય અઠવાડિયામાં માત્ર 20 કલાક જ કામ કરવાની મંજૂરી આપે છે. પરંતુ ફી ભરાઈ જાય તેટલા પૈસા તેઓ કમાઈ શકે તે માટે મોટાભાગના વિદ્યાર્થીઓ ખૂબ ઓછા પૈસામાં પણ કામ કરતા હોય છે અને તે સિવાય પણ તેઓ 20 કલાક સિવાય બે નંબરોમાં ત્યાં ફરજ બજાવતા હોય છે.

બીજી તરફ ભારતમાંથી વિદેશમાં જતી વખતે પરિવાર અને વિદ્યાર્થીની સ્થિતિ વિશે વાત કરીએ તો એકવાર માતાપિતા પૈસાના રોકાણ કરી અને તેમના બાળકોને વિદેશી અભ્યાસ માટે મોકલે છે પરંતુ ત્યાં ગયાં પછી તેમનો રહેવા અને જમવા માટેનો જે કઈ પણ ખર્ચ આવે છે તે માટે તેમને જાતે મહેનત કરવી પડતી હોય છે. આ માટે વિદ્યાર્થીઓ હોટલો, સ્ટોર્સ વગેરેમાં જરૂરી કરતાં વધારે કામ કરવું પડે છે. ત્યાં બેઠેલા લોકો આ વિદ્યાર્થીઓની લાચારીનો પણ ફાયદો ઉઠાવી રહ્યાં છે. તેમને અડધા પગારમાં વધુ કામગીરી કરી રહ્યાં છે.

image source

એક રિપોર્ટ મુજબ દર વર્ષે લગભગ 43 લાખ લોકો પોતાનો દેશ છોડીને કોઈ બીજા દેશમાં અભ્યાસ કરવા માટે જઈ રહ્યાં છે અને તેમાં પણ મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જવાનું પસંદ કરી રહ્યાં છે. આ સિવાય બ્રિટન, સ્વીઝરલેન્ડ, ન્યુઝીલેન્ડ તેમની બીજી પસંદ રહેતી હોય છે.

સૌથી મહત્વની વાત એ છે કે વિદેશમાં ભણવા જનારા કુલ વિદ્યાર્થી ઓ માથી અડધા વિદ્યાર્થીઓ એશિયન છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાના આ યુગમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ વિવિધ દેશોમાં કામ કરી શકે તેવા લોકોને પ્રાધાન્ય આપે છે. બહુવિધ ભાષાઓ બોલો, વિવિધ પ્રદેશોના લોકો સાથે વાતચીત કરો, જુદા જુદા ટાઇમ ઝોનમાં કામ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!