OMG! ગુજરાતમાં આ જગ્યા પર દારૂ કેસમાં પકડેલી કારમાં ફરી રહ્યા હતા PSIના પત્ની, પકડાયા તો કર્યુ કંઇક એવું કે…

પોલીસ તેની કાર્યવાહી કરે ત્યારે વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરતી હોય છે. આ મુદ્દામાલનો ઉપયોગ પોલીસ કરી શકતી નથી. પરંતુ તાજેતરમાં પોલીસે કબજે કરેલી કારનો અંગત કામોમાં બેફામ ઉપયોગ કરાતો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં નામ આવ્યું હતું પીએસઆઈ એસ.એમ. રાદડિયાનું. તેમણે જામનગરમાં પકડાયેલી કારનો ઉપયોગ અંગત રીતે કર્યો હતો. જ્યારે આ કાર કબજે કરવામાં આવી ત્યારે તેમાં પીએસઆઈ એસ.એમ. રાદડિયાના પત્ની અને બાળકી મુસાફરી કરી રહ્યા હતાં.

એક મહિના પહેલા દારૂ કેસમાં આ કાર કબજે કરવામાં આવી હતી. તેવામાં પીએસઆઈના પત્ની કારમાં બેસી અન્ય ગામે જતાં જોવા મળ્યા હતાં. આ ઘટનામાં આ કાર અને પીએસઆઈના પત્નીનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યાં હતા. ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલીક અસરથી કાર્યવાહી કરી પીએસઆઈ સંદીપ રાદડિયાને જામનગર એસપીએ સસ્પેન્ડ કર્યા હતા.

image source

આ ઘટના પ્રકાશમાં ત્યારે આવી જ્યારે આ કારના માલિક અને તેના વકીલ દ્વારા ગઇકાલે પીએસઆઈ દ્વારા ઉપયોગમાં લેવાતી કારનો પીછો કરવામાં આવ્યો. ત્યારબાદ જાણવા મળ્યું કે કારની અંદર પીએસઆઈના પત્ની મુસાફરી કરી રહ્યા હતા. આ કાર જીઆરડી ગાર્ડ ચલાવતા હતા. આ સમગ્ર ઘટનાનું કારના માલિકના વકીલે વીડિયો શુટીંગ કરી લીધું હતું. જોકે આ વીડિયોને ડીલીટ કરાવવા માટે વકીલની કારનો પીછો પણ કર્યો હતો. એટલું જ નહીં કાલાવડ તાલુકાના ખીજડીયા ગામ પાસે પથ્થરમારો પણ કરાયો હતો.

આ ઘટનાની વાત આગની જેમ ફેલાવા લાગી એટલે સમગ્ર મામલાને દબાવવાના અનેક પ્રયાસો થયા હતા. જોકે ત્યાં સુધીમાં વીડિયો વાયરલ થઈ ગયો અને જેને લઇને જામનગરના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

હવે આ ઘટનામાં જામનગરમાં પીએસઆઈ દ્વારા જપ્ત કારના ઉપયોગનો મામલે ઉચ્ચ અધિકારીએ કાર્યવાહી કરી છે. અને પીએસઆઈ સંદીપ રાદડિયાને જામનગર એસપીએ સસ્પેન્ડ કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત