ક્રિકેટ મેચમાં પાકિસ્તાનની હાર બાદ શરૂ થઇ જોરદાર ઉજવણી, પાકિસ્તાનમાં ઉદાસી અને બલુચિસ્તાનમાં જશ્ન

ટી 20 વર્લ્ડકપમાં ગુરુવારે સેમી ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે દિલ ધડક મેચ દર્શકોને જોવા મળી હતી. પાકિસ્તાનના મોઢામાં જીતનો કોળીયો આવ્યો જ હતો કે ઓસ્ટ્રેલિયાના ધુઆધાર ખેલાડીઓ એ તેમની પાસેથી જીત છીનવી લીધી હતી. દિલ ધડક મેચ બાદ પાકિસ્તાનની હારનો સામનો કરવો પડયો હતો જેના કારણે પાકિસ્તાનની ટીમના ચાહકોમાં અને પાકિસ્તાનમાં ઉદાસી જોવા મળી હતી. જોકે આ સમયે બલુચિસ્તાનમાં જોરશોરથી ઉજવણી શરૂ થઈ હતી.

જી હા સોશિયલ મીડિયા પર એવા અનેક વિડીયો અને ફોટો વાઇરલ થયા છે જેમાં જોવા મળે છે કે બલુચિસ્તાનના લોકો પાકિસ્તાનની હાલની જોરશોરથી ઉજવણી કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન હાર્યું કે તરત જ બલુચિસ્તાનના લોકો એકબીજાને અભિનંદન પાઠવી ખુશ થવા લાગ્યા હતા.

આ સિવાય અન્ય એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં બલુચિસ્તાનમાં ક્રિકેટ મેચનું પરિણામ આવતાની સાથે જ લોકો ખુશીથી ડાન્સ કરવા લાગ્યા હતા. આ વીડિયોને મૂળ પાકિસ્તાનના અને કેનેડાના પત્રકાર તારીક ફતેહ નામના વ્યક્તિએ ટ્વિટર પર શેર કર્યો છે. આ સિવાય બલુચ નેશનલ મૂવમેન્ટના પ્રમુખે પણ ટ્વિટર પરથી લોકો નાચતા ગાતા હોય તેવો વીડિયો શેર કર્યો છે. તેવામાં એ પ્રશ્ન ચોક્કસ થાય કે બલુચિસ્તાનમાં આવું શું કામ થઇ રહ્યું છે ,?

તો જણાવી દઈએ કે આમ તો બલુચિસ્તાન પાકિસ્તાન નો જ એક ભાગ છે જેની રાજધાની કવેટા છે. બલુચિસ્તાનના લોકો પાકિસ્તાનથી આઝાદી ઇચ્છે છે અને તે માટે તેઓ ઘણા લાંબા સમયથી માગ કરી રહ્યા છે. પાકિસ્તાન થી આઝાદ થવા માટે ત્યાંના લોકો બલોચ નેશનલ મુઉવમેન્ટ નામથી આંદોલન પણ ચલાવી રહ્યા છે. આ લોકો નો મુખ્ય ઉદ્દેશ છે કે બલુચિસ્તાન ને પાકિસ્તાન થી મુક્ત કરવામાં આવે.

પાકિસ્તાની સેના આંદોલનને ડામવા માટે બલોચ લોકોને સતત ત્રાસ આપે છે પાકિસ્તાની આર્મીના અત્યાચારથી કંટાળેલા લોકો પાકિસ્તાનની ટીમ જ્યારે હારી તો તેની ઉજવણીમાં નાચવા લાગ્યા હતા.