પાકિસ્તાન એરલાયન્સનું પેસેન્જર પ્લેન કરાચી નજીક રહેણાંક વિસ્તારમાં થયુ ક્રેશ, વિડીયોમાં જોઇ લો તમે પણ

પાકિસ્તાનના લાહૌરથી કરાંચી જતા વિમાનને દુર્ઘટના નડી છે. આ વિમાન લાહોરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરી કરાંચી આવ્યું હતું.

image source

પરંતુ કરાંચી એરપોર્ટ પર તે લેન્ડ થાય તે પહેલા જ એરપોર્ટ પાસે ક્રેશ થઈ ગયું હતું. જણાવવામાં આવે છે કે આ વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત અંદાજે 98 લોકો સવાર હતા. જો કે હાલ કેટલા લોકોનું મોત થયું છે તે વાતની પુષ્ટી થઈ નથી. આ વિમાન પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય એરલાયન્સનું હોવાનું જાણવા મળ્યું છે.

image source

આ કરાંચીના રહેણાક વિસ્તારમાં બની છે. વિમાન ક્ષતિગ્રસ્ત થઈ મકાનો પર પડ્યું હતું જેના કારણે મકાનોમાં પણ આગ લાગી ગઈ હતી. ઘટના બાદ આકાશમાં દુર દુર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. થોડીવાર માટે આસપાસના વિસ્તારોમાં કંઈપણ જોઈ શકાય તેવી સ્થિતિ ન હતી.

image source

વિમાન ક્રેશ થતાં લોકોમાં પણ અફરાતફરી જોવા મળી હતી. વિમાન લાહોરથી કરાંચી જઈ રહ્યું હતું અને માલિરમાં મોડલ કોરોની પાસે જિન્ના ગાર્ડન વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં દુર્ઘટના સ્થળને દર્શાવાયું છે. ઘટના બાદ રેક્સ્યુ ઓપરેશન માટે અધિકારીઓ અને એંબુલન્સ દોડી આવી હતી. પાકિસ્તાની મીડિયા અનુસાર વિમાન લેન્ડ થાય તે પહેલા તેનો સંપર્ક તુટી ગયો હતો.

image source

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે તેણે જણાવ્યું છે કે વિમાન દુર્ઘટના વિશે જાણી દુખ થયું છે. પીઆઈએના સીઈઓ અરશદ મલિક સાથે તે સંપર્કમાં છે અને ઘટનાની તપાસ પણ શરુ કરવામાં આવી છે. તેમણે ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના પરીવારજનો માટે પ્રાર્થના અને સંવેદના વ્યક્ત કરી હતી.

આ ઘટનામાં કેટલા લોકોના મોત નીપજ્યા છે તે અંગે કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. જો આ ભયંકર ઘટનામાં રાહત આપે તેવી વાત એવી પણ સામે આવી છે કે આ ક્ષતિગ્રસ્ત વિમાનમાંથી એક બાળકીને સહીસલામત બચાવી લેવામાં આવી છે.

image source

બાળકીનું રેસ્ક્યુ પાકિસ્તાન રેંજર્સ સિંઘ ટ્રુપ્સએ કર્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર એરબસ એ-320એ લાહોરના અલ્લામા ઈકબાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને 4 કિલોમીટર દૂર મોડલ કોરોનીમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં 4 ઘર ક્ષતિગ્રસ્ત થયા છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત