ભારતીય સૈનિકો પર કેમેરાથી નજર રાખતું પાકિસ્તાનનું હથિયારબંધ ડ્રોન, સેનાએ ખુલ્લું પાડ્યું ષડયંત્ર

એક તરફ ભારત અને ચીન વચ્ચે સરહદે સંઘર્ષ ચાલી રહ્યો છે તેવામાં પાકિસ્તાન પણ જાણે તક શોધતું હોય તેમ જણાય છે.

image source

જમ્મૂ કાશ્મીરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ રહી છે તેવામાં જમ્મૂ કાશ્મીર સરહદે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોને પાર પાડવા સતત સક્રિય છે. જો કે અહીં તૈનાત ભારતના જવાનો તેના પ્રયત્નોને નાકામ કરી રહ્યા છે. આજે આવા જ એક સમાચાર સામે આવ્યા છે. આજે સુરક્ષાદળના જવાનોએ એક ડ્રોનને તોડી પાડ્યું હતું.

વાત જાણે એમ હતી કે આ ડ્રોન કોઈ સામાન્ય ડ્રોન નથી. તેમાં એક અત્યાધુનિક રાઈફલ, 2 મેગઝીન અને 60 ગોળી અને સાત નાના બોમ્બ રાખેલા હતા.

image source

પાકિસ્તાન તરફથી આજે આ ડ્રોન ભારતની સીમામાં આવ્યું હતું. આ ડ્રોનમાં હથિયાર બાંધેલા હતા. આ હથિયારો કોઈ અલી ભાઈ નામના વ્યક્તિ માટે હતા. અધિકારીઓએ જણાવ્યું કે બીએસએફના જવાનોએ આજે વહેલી સવારે સીમા ચૌકી પંસાર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક ડ્રોન જોયું. આ ડ્રોનને ફરતું જોઈ જવાનોને શંકા ગઈ અને તેમણે ડ્રોન પર ફાયરિંગ કરી તેને તોડી પાડ્યું. આ ડ્રોન ભારતની સીમામાં પડ્યું તેથી તેનું ચેકિંગ કરવામાં આવ્યું.

image source

જ્યારે જવાનોએ આ ડ્રોનનું ચેકિંગ કર્યું તો તેમની આંખો પણ ચાર થઈ ગઈ. જમ્મૂ કાશ્મીરમાં પહેલીવાર આવું થયું છે કે જ્યારે ભારતીય ક્ષેત્રમાં રેકી કરનાર કોઈ અત્યાધુનિક ડ્રોનને સુરક્ષાદળોએ તોડી પાડ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન વડે પાકિસ્તાન હથિયારની તસ્કરી કરી રહ્યું હતું સાથે જ સીમાં પર જવાનોની ગતિવિધિઓ પર નજર પણ રાખતું હતું.

image source

ઉલ્લેખનીય છે કે છેલ્લા તેટલાક દિવસોથી જમ્મૂ કાશ્મીર વિસ્તારમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવા પ્રયત્નો થઈ રહ્યા છે જેને સેના સતત નાકામ કરી રહી છે. આ કારણે જ પાકિસ્તાને આ નવી રીતે પોતાના બદઈરાદાને પાર પાડવાનો પ્રયત્ન કર્યો હતો. વર્ષ 2020માં અત્યાર સુધીમાં સુરક્ષાદળોએ 36 ઓપરેશનમાં 92 આતંકીઓને ઠાર કર્યા છે. જ્યારે તેમની મદદ કરનાર 126થી વધુ લોકોની ધરપકડ કરી છે.

image source

જો કે આજે તો પાકિસ્તાને તમામ હદો જ પાર કરી અને ભારતમાં ડ્રોનની મદદથી કોઈ વ્યક્તિ માટે વિસ્ફોટકો, હથિયાર જેવી વસ્તુઓ મોકલી છે. હવે આ મામલે વધુ તપાસ થઈ રહી છે કે આ વસ્તુઓ સીમા પાર કોના માટે આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત