ચીનની વેક્સીન લીધાના 24 કલાકમાં જ ઈમરાન ખાનને કોરોના પોઝિટીવ આવ્યો…

આપણે મજાકમાં એક વાત ખુબ બોલીએ કે ચાઈનાના માલનો ભરોષો ન હોય. એ વાત આજે ઈમરાન ખાનના કેસમાં સાચી પડી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સ્વાસ્થ્ય બાબતો પર પાકિસ્તાની PMના ખાસ સહાયક ફૈસલ સુલ્તાને તેની જાહેરાત કરી છે. ઇમરાન ખાને પોતાને આઇસોલેટ કરી લીધા હોવાની પણ માહિતી મળી રહી છે.

image source

ઇમરાન ખાને હજુ ગુરૂવારના રોજ જ ચીનની કોરોના વાયરસ વેક્સીન લીધી હતી. રસી લીધા બાદ પણ ઇમરાન ખાન કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા અને હવે ભારતમાં તેની મજાક ઉડી રહી છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાક.ના સ્વાસ્થ્યમંત્રી ફૈઝલ સુલતાને એક ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપી.

image source

જો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ઇમરાન ખાન અત્યારે પોતાના ઘરે જ છે અને ડૉકાટર તેમના સ્વાસ્થય પર નજર રાખીને બેઠા છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગુરૂવારના રોજ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો હોવાની માહિતી મળી હતી અને કેસ વધી રહ્યા છે એ પણ ચિંતાનો વિષય છે.

image source

67 વર્ષના ઇમરાન ખાને દેશમાં ચાલી રહેલ રસીકરણના અભિયાનની વચ્ચે રસીનો પહેલો ડોઝ લીધો અને લોકોને પણ આ રીતે રસી લેવાની વિનંતી કરી હતી ત્યારે હવે ખુદ ઈમરાન ખાન જ પોઝિટીવ આવ્યા છે. ચીનથી ખેરાતમાં મળેલ વેક્સીનના ડોઝથી ઇમરાન સરકાર પોતાને ત્યાં રસીકરણ કાર્યક્રમ ચલાવી શક્યા નથી.

જો વિસ્તારથી વાત કરીએ તો વાત એમ છે કે ચીન પાસેથી અત્યાર સુધીમાં ત્રણ હપ્તામાં મળેલી રસીના મોટાભાગના ડોઝ સરકાર, સેના, બિઝનેસમેન અને રાજકીય પાર્ટીઓમાં બેઠેલા લોકોને અપાઇ છે. આથી સામાન્ય લોકોને મર્યાદિત માત્રામાં જ રસી મળી શકે છે. હાલમાં પણ એ જ કારણ છે કે પાકિસ્તાનમાં કોરોના વાયરસની રફતાર હજુ પણ તેજીથી વધી રહી છે.

ઇમરાન સરકારની બેદરકારીના લીધે ત્યાંના લોકોમાં પણ કોરોના વાયરસના સંક્રમણને લઇ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. જો કોરોનાની સ્થિતિ વિશે વાત કરીએ તો પાકિસ્તાનમાં અત્યારસુધીમાં 6 લાખ 56 હજાર કેસ નોંધાયા છે અને 13 હજાર 799 લોકોનાં મોત થયાં છે. પાકિસ્તાનમાં હાલ 29 હજાર 576 એક્ટિવ કેસ છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે રિપોર્ટ આવ્યા બાદ ઈમરાન ખાન હોમ કવોરન્ટીન થયા છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!