પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ પર આતંકી હુમલો, અંધાધુંઘ ફાયરિંગ, 4 આતંકવાદીઓ ઠાર

કરાંચી ટેરર એટેક – પાકિસ્તાન સ્ટોક એક્સ્ચેન્જ પર આતંકવાદી હૂમલો, 9 લોકો માર્યા ગયા

મિડિયા રિપોર્ટ પ્રમાણે ચાર બંદૂકધારી આતંકવાદીઓએ કરાંચીમાં આવેલી પાકિસ્તાની સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગ પર હૂમલો કર્યો હતો, આ હૂમલામાં ચાર સીક્યોરીટી ગાર્ડ્સ માર્યા ગયા છે અને એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પણ સામસામા ગોળીબારમાં માર્યા ગયા છે.

image source

આતંકવાદીઓએ બિલ્ડિંગના મુખ્ય દ્વાર પર ગ્રેનેડ લોન્ચ કરીને એટેક કર્યો હતો. એસએસપી સીટી મુકોદ્દસ હૈદરે જણાવ્યું કે સાત લોકો આ હૂમલામાં ઘાયલ થયા છે અને તેમને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ ક્લીયરન્સ ઓપરેશન ચાલી રહ્યું છે. આ બિલ્ડિંગ શહેરના હાઈ સિક્યોરીટી ઝોનમાં શામેલ થતુ હતું. આ ઉપરાંત આ બિલ્ડિંગમાં દેશની કેટલીક ખાનગી બેંકની મુખ્ય ઓફિસ પણ આવેલી છે.

image source

કરાચી પોલીસ ચીફ ઘુલામ નબી મેમનને જણાવ્યું, ‘ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે, તેઓ સિલ્વર કોરોલા કારમાં આવ્યા હતા.’ જો કે હજુ સુધી આ આતંકવાદી હૂમલાની જવાબદારી કોઈ પણ આતંકવાદી સંગઠન દ્વારા લેવામાં આવી નથી. એટેકર્સ પાસેથી વિવિધ હથિયારો તેમજ હેન્ડ ગ્રેનેડ્સ કબજે કરવામાં આવ્યા છે. ઓફિશિયલ્સના કહેવા પ્રમાણે આ ઘટના સ્ટોક એક્સ્ચેન્જના મુખ્ય દ્વાર આગળ ઘટી હતી અને તરત જ આ જગ્યાને પોલીસ જવાનો તેમજ રેન્જર્સ દ્વારા ઘેરી લેવામાં આવી હતી.

image source

પાકિસ્તાન સ્ટોક એક્સ્ચેન્જના ડીરેક્ટર અબીબ અલી હબીબે જણાવ્યું, ‘પાકિસ્તાન સ્ટોક એક્સ્ચેન્જમાં એક દુર્ભાગ્યવશ ઘટના ઘટી છે. તેમણે અમારા પાર્કિગ એરિયા તરફથી પ્રવેશ કર્યો હતો અને બધા પર ઓપન ફાયર કર્યું હતું.’

image source

કરાંચીના ઇન્સ્પેક્ટર જનરલ કરાચે જણાવ્યુ કે સ્થિતિ કાબુમાં આવી ગઈ છે અને દરેક આતંકવાદીને પોલીસ તેમજ રેન્જર્સે મારી નાખ્યા છે. તેમણે જણાવ્યું કે રેન્જર અને પોલિસ અધિકારીઓ બિલ્ડિંગમાં પ્રવેશ્યા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

image source

સિન્ધ ગવર્નર ઇમરાન ઇસ્માઇલે આ આખીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ‘આઈજી અને સીક્યોરિટિ એજન્સીઝને જણાવ્યું છે કે ગુનેગારેને તેમજ તેના હેન્ડલર્સને જીવતા પકડી લેવામાં આવે જેથી કરીને તેમને ઉદાહરણરૂપ દંડ આપી શકાય. અમે સિંધનું કોઈ પણ ભોગે રક્ષણ કરીશું.’ તેમણે ટ્વીટ કર્યું હતું.

image source

મિડિયા અહેવાલ પ્રમાણે પેલીસ સર્જન ડો. કરાર અહમદ અબ્બાસીએ જણાવ્યું કે ડો. રુથ પફો સિવિલ હોસ્પિટલમાં કરાચીમાં પેલીસ કર્મીઓ સહિત પાંચ શવ અને સાત ઘાયલોને લઈ જવામા આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને પાકિસ્તાની રેંજર્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મોર્ચો સંભાળી લીધો હતો અને ચાર આતંકવાદીઓને મારી નાખ્યા હતા.

image source

મળેલી માહિતી પ્રમાણે હૂમલામાં ઘાયલ થયેલા લોકોમાં ઘણા લોકોની હાલત ગંભીર છે. સિંધ રેંજર્સે જણાવ્યું કે આસપાસના ક્ષેત્રમાં માર્યા ગયેલા લોકો અને હથિયારોને બહાર કાઢવાનું કામ ચાલું છે. હૂમલાખોરો પાસેથી હથિયાર અને હેન્ડ ગ્રેનેડ લઈ લેવામાં આવ્યા છે અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. આ આતંકવાદીઓ અત્યાધુનિક હથિયારો સાથે હૂમલો કર્યો હતો અને તેમની પાસે એક બેગ પણ હતી જેમાં બની શકે કે વિસ્ફોટક હતા.

Source: news18, jagaran

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત