જાણો આ જગ્યા વિશે જ્યાં પક્ષીઓ પણ કરે છે આત્મહત્યા, વૈજ્ઞાનિકો પણ આ વાતથી છે હેરાન

આસામનું એક એવું રહસ્યમય ગામ, જ્યાં હજારો પક્ષીઓ કરે છે આત્મહત્યા

વિધાનસભાની ચૂંટણીના (Assembly Election) કારણે આસામ (Assam) અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સાથે જ રહસ્યમાં ઘેરાયેલું રહેતું આ રાજ્ય વધુ એક વખત ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. સામાન્ય રીતે આત્મહત્યાની વૃત્તિ મનુષ્યમાં વધુ જોવા મળે છે. પરીક્ષા, નોકરી અને સંબંધોમાં નિષ્ફળતા આત્મહત્યા કરવાનું કારણ બને છે. પરંતુ પક્ષીઓની આત્મહત્યા પાછળનું કારણ શું?

પક્ષીઓની આત્મહત્યાનો આ સિલસિલો 1910 થી ચાલી રહ્યો છે, પરંતુ 1957માં પ્રથમ વખત વિશ્વને તેના વિશે જાણ થઈ હતી. ઘણાં લોકોને પ્રકૃતિથી ખુબ પ્રેમ હોય છે અને નેચરલ બ્યુટી હોય ત્યાં ફરવા જવા ઇચ્છે છે પરંતુ એક જગ્યા છે જ્યાં પક્ષીઓ પણ આત્મહત્યા કરે છે. ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં જઇને સુકુન મળે છે પરંતુ કેટલીક જગ્યા રહસ્યમયથી સભર અને ભયાવહ પણ હોય છે. જ્યાં જવાના વિચાર માત્રથી લોકોને ડર લાગવા લાગે છે. શું તમે કોઇ એવી જગ્યા જોઇ છે જ્યાં પક્ષીઓ આત્મહત્યા કરે?

image source

પક્ષીઓનુ સુસાઇડ પોઇન્ટ

અસમના દિમા હાસો જિલ્લાના ઘાટીમાં સ્થિત જતિંગા વેલી પોતાની પ્રાકૃતિક સ્થિતિઓની જગ્યાએ પોતાની પ્રાકૃતિક સ્થિતિઓના કારણે વર્ષમાં 9 મહિના સુધી બહારની દુનિયાથી આ જગ્યા કપાયેલી રહે છે પરંતુ સપ્ટેમ્બર મહિનામાં આ ગામ ન્યુઝમાં છવાઇ જાય છે કારણકે અહી આવીને પક્ષીઓ આત્મહત્યા કરી લે છે. જતિંગા ગામને પક્ષીઓની આત્મહત્યાના કારણે રહસ્યમય માનવામાં આવે છે.

એવું તો કયું કારણ છે કે, પક્ષીઓને કોઈ ખાસ ૠતુમાં અને કોઈ ચોક્કસ સ્થળે આત્મહત્યા કરે છે. આ અંગે વૈજ્ઞાનિકોએ પણ જાણવા માટે ખૂબ પ્રયત્ન કર્યા છે. પક્ષી હોવાના કારણે તેઓ બિલ્ડીંગ ઉપરથી નીચે કૂદી જીવ આપી શકે નહીં. પરંતુ અહીં તેઓ ઇરાદાપૂર્વક ઇમારતો અથવા ઝાડ સાથે અથડાઇને મોતને ભેટે છે. આવું એક બે પક્ષીઓમાં નહીં પરંતુ હજારો પક્ષીઓ સપ્ટેમ્બરમાં આવું કરે છે.

પક્ષીઓની લાશોના થાય છે ઢગલા

image source

સપ્ટેમ્બર મહિનામાં આ ઘાટીમાં નાઇટ કરફ્યુ જેવી સ્થિતિ થઇ જાય છે. ઓક્ટોબરથી નવેમ્બર સુધી કૃષ્ણપક્ષની રાતમાં અહીં અજીબ ઘટનાઓ થાય છે. જ્યાં સાંજે 7 વાગ્યાથી લઇને રાતના 10 વાગ્યા સુધી પક્ષી, કીટકો અને જીવજંતુઓ પડવા લાગે છે. અહી પક્ષીઓની લાશોના ઢગલા થાય છે, જે તમારી આંખો ભીંજાવી દેશે.

કેમ નથી ઉડી શકતા પંખી

મહત્વનુ છે કે જતિંગા ગામ અસમના બોરેલ હિલ્સમાં સ્થિત છે. આ જગ્યા પર ખુબ વરસાદ થાય છે. ઘણી ઉંચાઇ પર પહાડોથી ઘેરાયેલી જગ્યાના કારણે અહી વાદળ અને ફોગ છવાઇ જાય છે. વરસાદના કારણે પક્ષીઓ સંપૂર્ણ ભીના થઇ જાય છે અને જ્યારે તે ઉડવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમની ક્ષમતા ખત્મ થઇ ચૂકી હોય છે.

image source

કાંટાળા જંગલ ભજવે છે વિલનની ભૂમિકા

આ ઘાટીમાં વાંસના ખુબ કાંટાળા જંગલ છે જેના કારણે અંધારાની રાતમાં પક્ષીઓ તેનાથી ટકરાય છે અને પક્ષી તેનાથી ટકરાઇને દુર્ઘટનાનો શિકાર થઇ જાય છે. વધારે દુર્ઘટના સાંજે થાય છે કારણકે તે સમયે પક્ષીઓ ઝૂંડમાં પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા છે.

રાતના સમયમાં નો એન્ટ્રી

તમને જણાવી દઇએ કે આત્મહત્યા કરનારા પક્ષીઓમાં સ્થાનીય અને પ્રવાસી પંખીઓની કેટલીક પ્રજાતિ સામેલ છે. આ વેલીમાં રાતના સમયે જવા પર પણ બૅન લાગેલો છે.

image source

આપઘાતના આ સિલસિલામાં પક્ષીઓની 40 પ્રજાતિઓ સામેલ

આત્મહત્યા કરવાના આ ઘટનાક્રમમાં સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓની 40 પ્રજાતિઓ સામેલ છે. બહારના સ્થળાંતર કરનારા પક્ષીઓ અહીં પહોંચ્યા પછી પરત નથી જતા. આ ખીણમાં રાત્રે પ્રવેશ પર પ્રતિબંધ છે. જાતિંગા ગામ પ્રાકૃતિક કારણોસર નવ મહિના સુધી દુનિયાથી અલગ થલગ રહે છે.

અન્ય કોઈ ગામમાં આવું થતું નથી

આ ઘટના માત્ર જતિંગા ગામમાં જ બને છે. અહેવાલ મુજબ જતિંગા ગામથી બે કિલોમીટર દૂર અન્ય ગામોમાં પક્ષીઓ સાથે આવું બનતું નથી. ગામલોકોનું માનવું છે કે, આ ઘટના પાછળ કોઈ રહસ્યમય શક્તિ છે. લોકોનું માનવું છે કે, હવામાં કોઈ રહસ્યમય તાકાત આવીને પક્ષીઓ સાથે આવું કરાવે છે. સાથે જ તેમનું માનવું છે કે, આ સમય દરમિયાન માણસોનું પણ બહાર રહેવું ખતરનાક સાબિત થઇ શકે છે. જેથી આ સમયગાળા દરમિયાન રાત્રે ગામ એકદમ સૂમસામ થઇ જાય છે.

image source

સપ્ટેમ્બર દરમિયાન આ ગામમાં બહારના લોકોને નો-એન્ટ્રી

આ વિચિત્ર ઘટનાનું કારણ ચુંબકીય શક્તિ હોવાનું ઘણા પક્ષી વૈજ્ઞાનિકો માનવું છે. પક્ષીઓ રાતના અંધારામાં લાઇટની આસપાસ ઉડવાનું શરૂ કરે છે. પ્રકાશને લીધે તેઓ જોઈ શકતા નથી અને ઝડપથી ઉડતા હોવાથી તેઓએ બિલ્ડિંગ, ઝાડ અથવા વાહનોને ભટકાય છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન આ ગામમાં બહારના લોકોની એન્ટ્રી અટકાવી દેવાય છે. સાંજે પણ અહીં વાહનો ચલાવવાની મનાઈ ફરમાવાઈ છે.

1910થી બને છે આ ઘટના

પક્ષીઓની આત્મહત્યાનો આ સિલસિલો 1910 થી ચાલી રહ્યો છે, પરંતુ 1957માં પ્રથમ વખત વિશ્વને તેના વિશે જાણ થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!