પાન-ગલ્લાના બંધાણીયો માટે ખરાબ સમાચાર, આટલા દિવસ સુધી બંધ રહેશે પાનના ગલ્લા

સુરતના આ બે વિસ્તારમાં પાનના ગલ્લા 7 દિવસ માટે રહેશે બંધ, કોરોના સંક્રમણને લઈને લેવાયો નિર્ણય.

image source

સુરતમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત મનપા અને કમિશનર બન્ને દ્વારા સુરતના આ બે વિસ્તારમાં પાનના ગલ્લા 7 દિવસ માટે બંધ રાખવા એવો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના કેસ વધતા ગઈ કાલે આરોગ્ય સચિવ જ્યંતી રવિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો કેસ વધતા રહેશે તો પાનના ગલ્લા બંધ કરવામાં આવશે એવું નિવેદન આપ્યું હતું. તેના આધારે આજે મનપા કમિશનરે આજે નિર્ણય લીધો છે કે આ બે વિસ્તારમાં 7 દિવસ માટે પાનના ગલ્લા બંધ રહેશે.

image source

દુનિયા અને દેશમાં કોરોનાના સંક્રમણનો બીજો દોર શરૂ થયો હોય તે રીતે કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાલમાં દુનિયામાં 1 કરોડને 10 લાખ કેસ સામે આવ્યા છે તેમ ભરતમાં 6 લાખ ઉપર કેસ જોવા મળ્યા છે. આ દરમ્યાન ગુજરાતના સુરતમાં પહેલા દોરમાં કેસની સંખ્યા ખુબજ ઓછી જોવા મળી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસમાં સુરતમાં કોરોનાના કેસમાં અમદાવાદ કરતા પણ વધારે જોવા મળી રહ્યા છે.

image source

સુરતમાં વધતા કોરોના વાયરસના કેસને લઇ સુરત મનપા કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે સુરતના કતાર ગામ અને વરાછામાં પાનના ગલ્લા બંધ થઇ જશે. બંને વિસ્તારમાં પાનના ગલ્લા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 7 દિવસ માટે પાનના ગલ્લા બંધ રખાશે. તો સુરત શહેરમાં પાનના ગલ્લાઓ પર 4થી વધુ લોકો હશે તો બંધ કરી દેવાશે. લોકોની ભીડ જમા ન થવા દેવા આદેશ કરવામાં આવ્યો છે. અને જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ યથાવત છે.

image source

સુરતમાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેવામાં સુરતમાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ ગઇકાલે કતારગામ ઝોનની મુલાકાત લીધી હતી. તેમણે પાન-મસાલાની દુકાનો બંધ થવાને લઇને કહ્યું હતું કે, જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ કરીશું. આને તેના આધારે આજે સુરત મનપા કમિશનરે નિર્ણય પણ લઈ લીધો છે કે વરાછા અને કતાર ગામમાં પાનના ગલ્લા 7 દિવસ માટે બંધ કરવામાં આવે છે.

આ પહેલા સુરતમાં હીરાના કારખાના પણ 7 દિવસ બંધ કરવા માટે મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. અને હાલમાં વરાછા અને કતારગામ ઉપરાંત હીરાની બન્ને માર્કેટને પણ સીલ કરીને બંધ કરી દેવામાં આવી છે. હીરા ઉદ્યોગ અને હવે પાનના ગલ્લા બંધ થવાથી આગળ બીજું શું શું બંધ થશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે.

image source

છેલ્લા ચાર દિવસમાં કોરોનાના કેસની સંખ્યા જુવો તો સુરતમાં અમદાવાદ કરતા વધારે કેસ જુવા મળે છે. ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ જોવા મળતા હતા તેની જગ્યા હવે સુરત લઈ રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાંથી ત્રણ દિવસ સુરતમાં 200 કે તેનાથી ઉપર કેસ જોવા મળ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત