એક એવી કેનાલ જ્યાં સપ્તાહોનું અંતર ફક્ત 12 કલાકમાં જ કપાઈ જાય છે, વર્ષો બાદ થયું હતું નિર્માણ
કોઈપણ દેશમાં પાણીંની કેનાલો તેના ખેત સંબંધી અને યાત્રા પ્રવાસન માટે બહુ અગત્યનો ભાગ ભજવે છે. વિશ્વમાં એવા અનેક દેશો છે જ્યાં મોટી કેનાલો અને પાણી ભરેલું છે અને ત્યાં પાણી પર જ વાહન વ્યવહાર પણ ચાલે છે.

જો કે શહેરના આંતરિક રસ્તાઓ બહુ લાંબા નથી હોતા. પરંતુ અમે એહિં એક એવી કેનાલ વિષે વાત કરવાના છીએ જે એટલી લંબાઈ ચરાવે છે કે દરિયાઈ જહાજને આ કેનાલ પાર કરવા માટે 10 કલાક જેટલો સમય લાગે છે. વળી, આ કેનાલનું નિર્માણ કાર્ય પણ અવનવું છે. તો ચાલો જાણીએ આ કેનાલ વિષે.
આ કેનાલનું નામ છે પનામા કેનાલ. જે માધય અમેરિકાના પનામા શહેરમાં જ આવેલી છે. પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર (વાયા કેરેબિયન મહાસાગર) ને જોડતી 82 કિલોમીટર આ કેનાલને ઇન્ટરનેશનલ વ્યાપાર માટેના પ્રમુખ જળમાર્ગો પૈકી એક છે. આ દરિયાઈ માર્ગ કે કેનાલ પરથી વર્ષે 15000 થી વધુ નાના-મોટા અનેક જહાજો પસાર થાય છે. જયારે આ કેનાલ નવી નવી બનીને તૈયાર થઇ હતી ત્યારે અહીં વાર્ષિક માત્ર 1000 જેટલા નાના – મોટા જહાજોની અવાર જ્વર થતી હતી.

તમને જાણીને જવાઈ લાગશે કે અમરિકાના પૂર્વના અને પશ્ચિમના કિનારાઓ વચ્ચેનું અંતર આ કેનાલને કારણે લગભગ 12875 કિલોમીટર જેટલું ઘટી જાય છે. જો આ કેનાલ ન હોય તો દરિયાઈ જહાજોએ એટલું અંતર કાપવું પડતું જેમાં લગભગ બે સપ્તાહનો સમય લાગી શકે. જયારે આ કેનાલને પાર કરવા માટે જહાજોને માંડ 10 – 12 કલાકનો સમય લાગે છે.

પનામા કેનાલ મીઠા પાણીના એક વિશાળ તળાવ ” ગાટુન ” થઈને વહે છે. આ ગાટુન તળાવનું જળસ્તર વળી સમુદ્રતળથી 26 મીટર ઊંચું છે. એટલે અહીં આ કેનાલમાં જહાજો પસાર થઇ શકે તે માટે ત્રણ લોકોસ બનાવવામાં આવ્યા છે. એક વખત આ લોકસમાં જહાજ પ્રવેશ કરી લે ત્યારબાદ તેને બંધ કરી લોકસને પાણી વડે ભરી દેવામાં આવે છે. જેથી જહાજ ઊંચું થઇ જાય છે અને સરળતાથી આગળ જઈ શકે છે. આ માટે આ કેનાલને વિશ્વની એકમાત્ર એવી કેનાલ ગણવામાં આવે છે જ્યાં જહાજના કપ્તાન પોતાના આખા જહાજનું નિયંત્રણ કેનાલના કપ્તાનને સોંપી દે છે.

આ કેનાલના નિર્માણ વિષે આમ તો 15 મી સદીમાં જ કલ્પના કરવામાં આવી હતી પરંતુ શરૂઆતમાં જ વિઘ્નો આવવા લગતા તેનું કામ શરુ થઇ શક્યું ન હતું. ત્યારબાદ ફ્રાન્સ દ્વારા વર્ષ 1881 માં આ કેનાલ બનાવવાનું કામ શરુ કરવામાં આવ્યું. પરંતુ મજૂરોને રહેવા માટે મકાનોનો અભાવ તેમજ ગંદકીના કારણે અહીં કામ કરતા મજૂરો બીમાર પડવા લાગ્યા સાથે જ મશીનો ખરાબ થઈ જવા જેવી બેબોને લઈને આ કામ ફરી બંધ પડી ગયું. કહેવાય છે કે ફ્રાંસે આ કામ લગભગ નવ વર્ષ સુધી ચલાવ્યું હતું પરંતુ તે દરમિયાન લગભગ 20000 જેટલા લોકોનું મૃત્યુ પણ થયું.

વર્ષ 1904 માં અમેરિકાએ આ કેનાલ બનાવવાનું બીડું ઝડપ્યું અને અંતે 1914 માં આ કેનાલનું કામ પૂર્ણ થયું. કહેવાય છે કે અમેરિકાએ આ કેનાલનું કામ નિશ્ચિત સમય કરતા બે વર્ષ પહેલા જ પૂરું કરી લીધું હતું. આ કેનાલ વિષે એવું પણ કહેવાય છે કે પનામા કેનાલ વિશ્વનો સૌથી મોટો અને સૌથી પેચીદો એન્જીનીયરીંગ પ્રોજેક્ટ હતો.