માત્ર 5 જ મિનિટ કાઢો આ કામ માટે, અને જલદી જાણી લો તમારું PAN કાર્ડ Aadhaar સાથે લિંક છે કે નહીં, જાણવું ખાસ જરૂરી કારણકે…

પાન-આધાર લિંકિંગ ન કરાવવા પર લાગશે દંડ: જાણી લો કે તમારું PAN કાર્ડ Aadhaar કાર્ડ સાથે લિંક છે કે નહીં!

ભારત સરકારે પાન કાર્ડ(PAN card)ને આધાર કાર્ડ (Aadhar Card) સાથે લિંક કરવાનું ખૂબ જ જરૂરી કરી દીધું છે. નોંધનીય છે કે, સરકાર દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે અનેક વખત સમય મર્યાદા વધારી છે. હાલમાં 31 માર્ચ ડેડલાઈન છે. જો આ તારીખ સુધીમાં તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંગ નહીં કરાવો તો 1 એપ્રિલથી તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. એટલું જ નહીં આવકવેરા કાયદા અનુસાર જો નક્કી મર્યાદાની અંદર આધાર સાથે પાન કાર્ડને લિંક નહીં કરાવવામાં આવે તો હવે ભારે દંડ ભરવો પડી શકે છે.

image source

તમે તમારા PAN કાર્ડને Aadhaar સાથે લિંક કરાવ્યું છે તો જાણો તે લિંક થયું છે કે નહીં. ઈન્કમ ટેક્સ વિભાગ સ્ટેટસ ચેક કરવા માટે ખાસ સુવિધા આપે છે. જો તમે તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક નથી કર્યું તો તેને કરી લેજો. તેમજ જો તમે તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરી દીધું છે તો તે તમે કેવી રીતે ચેક કરી શકશો. ચાલો અમે તમને જણાવીએ કે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરાયેલું છે કે નહીં.

આ છે સરળ પ્રોસેસ

ઇન્કમ ટેક્સની વેબસાઈટની મદદથી જાણી શકાય છે કે તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહીં. આ માટે તમારે સૌથી પહેલા ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જવાનું છે. આધાર કાર્ડનું નામ, પાન નંબર અને આધાર નંબર ભરો. આધાર કાર્ડમાં ફક્ત જન્મનું વર્ષ હોય તો તેમાં સ્કાયર ટિક કરો. હવે કેપ્ચા કોડ એન્ટર કરો. હવે લિંક આધારના ઓપ્શન પર ક્લિક કરો. તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક થઈ જશે.

image source

SMS મોકલીને પાન કાર્ડને આધાર સાથે કરી શકાશે લિંક

આ માટે તમારે ફોન પર ટાઈપ કરવાનું રહે છે – UIDPAN અને પછી 12 અંકનો Aadhaar નંબર લખો અને પછી 10 અંકનો પાન કાર્ડ નંબર લખો. હવે સ્ટેપ1માં બતાવ્યા મુજબ મેસેજ 567678 કે 56161 પર મોકલી લો.

નિષ્ક્રિય પાનને કરો ઓપરેટ

તમને જણાવી દઈએ કે નિષ્ક્રિય પાન કાર્ડને ઓપરેટિવ કરી શકાય છે. આ માટે તમારે એક SMS કરવાનો રહે છે. તમે મેસેજ બોક્સમાં જઈને તમારા રજિસ્ટ્રર્ડ મોબાઈલથી પાન કાર્ડ અને આધાર કાર્ડનો નંબર લખો. આપછી તેને 567678 કે 56161 પર મેસેજ કરી લો.

image source

આ રીતે ચેક કરો પાન અને આધાર લિંક છે કે નહીં

  • • સૌ પહેલા ઈન્કમ ટેક્સ વિભાગની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
  • • ક્વિક લિંક ટેબ પર લિંક આધાર પર જાઓ અને પોતાનું સ્ટેટસ ચેક કરો.
  • • સ્ટેટસ ચેક કરવા માટે આધાર અને પાન કાર્ડની જાણકારી ભરો.
  • • હવે વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો.
  • • તમને ખ્યાલ આવી જશે કે તમારું પાન અને આધાર કાર્ડ લિંક છે કે નહીં.
image source

SMS થી પણ જાણી શકાશે

તમે એસએમએસની મદદથી પણ પાન આધારનું સ્ટેટસ જાણી શકો છો. આ માટે તમારે 567678 કે 56161 બંનેમાંથી કોઈ એક નંબર પર મેસેજ કરવાનો રહે છે. તમારે UIDPAN 12 અંકનો આધાર અને 10 અંકનો પાન નંબર લખીને મેસેજ કરવાનો રહેશે.

પાન-આધાર લિંકિંગ ન કરાવવા પર લાગશે દંડ

ગઈ તા.1 લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને સંસદમાં ફાયનાન્સ બીલ રજુ કર્યું ત્યારે આધાર તથા પાનકાર્ડની સાથે જોડવાના મુદ્દે કોઈ દંડનીય જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. પરંતુ બજેટ સત્ર દરમિયાન સંસદમાં ફાયનાન્સ બીલ-2021 ની ચર્ચા વખતે જો કરદાતા 31 મી માર્ચ પહેલાં આધારને પાનકાર્ડ સાથે લીંક કરવામાં નહીં આવે તો 1000 રૂપિયાના દંડની કલમ -234-એચ ની ગર્ભિત ચીમકી આપવામાં આવી છે.

અનેક સુવિધાઓનો નહીં મળે લાભ

image source

કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ પણ જાહેરાત કરી છે કે તમામ ભારતીય નાગરિકોને નક્કી સમય પહેલા પોતાનું પાન અને આધાર કાર્ડ લિંક કરાવાવના રહેશે. આમ ન કરવા પર રોકણ લેવડદેવડ માટે તમે તમારા પાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો. સાથે જ બેંક ખાતું ખોલાવવા અથવા સરકારી પેંશન, વિદ્યાર્તી શિષ્યવૃત્તિ, એલપીજી સબસિડી વગેરેનો લાભ પણ નહીં મળે.

30 જુન ૨૦૨૧ સુધી પાન કાર્ડ સાથે આધારને લિંક કરી શકાશે

image source

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 31 માર્ચના રોજ કોરોનાના લીધે ઉભી થયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને PANકાર્ડ સાથે આધાર નંબર જોડવાની છેલ્લી તારીખ લંબાવી દીધી છે. જેમાં હવે 30 જુન ૨૦૨૧ સુધી પાન કાર્ડ સાથે આધારને લિંક કરી શકાશે.

આ અંગે સીબીડીટીએ કહ્યું હતું કે કરદાતાઓ તરફથી રજૂઆતો આવી હતી કે કોરોનાના પગલે પાન સાથે આધાર લિંકની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે. જેના પગલે કરદાતાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પાન સાથે આધારને લિંક કરવાની તારીખ 30 જૂન 2021 સુધી વધારી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!