Site icon News Gujarat

ચીનનુ આ જાનવર દેખાવમાં લાગે છે બહુ મસ્ત, તસવીરોમાં જોઇ લો અને જાણી લો આ રોચક વાતો તમે પણ

કુંગ ફૂ પાંડા કે તેના જેવી અન્ય અંગ્રેજી ફિલ્મ તો તમે કદાચ જોઈ જ હશે જેમાં પાંડાને મુખ્ય રોલ આપવામાં આવ્યો હોય.

પાંડા દેખાવમાં તો રીંછ પરિવારનું જાનવર હોય તેમ લાગે છે પણ તેના શરીરે કાળા ડાઘાઓ, આંખો અને કાન તેને રીંછથી ક્યાંય અલગ પાડી દે છે. એ સિવાય પણ પાંડામાં એક ખાસ વિશેષતા એ છે કે તે રીંછ કે અન્ય જંગલી પશુઓની જેમ હિંસક નથી હોતા.

image source

આ જાનવર વિષે ઘણી એવી બાબતો છે જેના વિષે બહુ ઓછા લોકો જાણે છે. ત્યારે આજના જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને પાંડા વિષે રોચક માહિતી આપી રહ્યા છીએ જે તમારા મારે જ્ઞાનસભર બની રહેશે.

પાંડા મૂળ ચીન દેશના નિવાસી પ્રાણી છે. જો કે હવે તો દુનિયાભરમાં પાંડા જોવા મળે છે પરંતુ તેનું મુખ્ય ઉદ્ભવસ્થાન અને કહો કે જન્મ સ્થાન ચીન જ છે. જેમ ભારતમાં કબૂતરને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે તેમ ચીનમાં પાંડાને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. જો કે દુનિયાભરમાં માંડ 2250 જેટલા પાંડાઓ બચ્યા છે જે પૈકી અંદાજે 1850 પાંડાઓ જંગલમાં સ્વતંત્ર જીવન જીવે છે જયારે 400 જેટલા પાંડાઓને અલગ અલગ જગ્યાએ કેદ કરીને રાખવામાં આવ્યા છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે જન્મ સમયે પાંડાના બચ્ચાનું વજન માંડ 150 ગ્રામ જેટલું જ હોય છે અને ધીમે ધીમે વયસ્ક બનતા સુધી તેનું વજન 150 થી 200 કિલો જેટલું થઇ જાય છે. સામાન્ય રીતે પાંડાની લંબાઈ છ ફૂટની આસપાસ હોય છે અને તેનો જીવનકાળ અંદાજે 20 થી 30 વર્ષનો હોય છે. જો કે અમુક અપવાદરૂપ કિસ્સામાં તેમનું જીવન એથી પણ વધુ લાબું હોય છે.

image source

વળી, પાંડા એક આળસુ પ્રાણી પણ છે અને તે પોતાનો વધુ પડતો સમય ખાવામાં અને ઊંઘવામાં જ વિતાવી દે છે. જો કે પાંડા તરવામાં અને વૃક્ષો પર ચઢવામાં પણ એક્સપર્ટ હોય છે અને ઘણા ખરા પાંડા વૃક્ષ પર રહેવું પસંદ કરે છે તો અમુક પાંડા વૃક્ષને જ પોતાનું નિવાસસ્થાન બનાવી લે છે.

image source

પાંડાને વાંસ ખાનારું પ્રાણી પણ કહેવામાં આવે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે એક પાંડા દિવસ દરમિયાન 10 થી 38 કિલો જેટલું વાંસ ખાઈ શકે છે. કહેવાય છે કે પાંડા પોતાના જીવનનો અડધો સમય તો ખાવામાં જ વિતાવી દે છે. હવે સ્પષ્ટ છે કે જે જાનવર આવો તોતિંગ ખોરાક ખાતું હોય તે તેનો નિકાલ પણ કરતુ જ હોય અને પાંડા વિષે એવું મનાય છે કે તે એક દિવસમાં 20 થી 25 કિલો જેટલો મળત્યાગ કરે છે.

source: amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version