આ પૂજારીએ ઉઠાવ્યો એવો વાંધો કે…જે જાણીને તમને પણ લાગશે નવાઇ

મંદિરમાં પ્રવેશ કરવા માટે સેનેટાઈઝરથી હાથ ધોવા સામે પૂજારીએ ઉઠાવ્યો વાંધો

image source

કોરોના મહામારી સમયે હવે કેન્દ્ર સરકારે કેટલીક શરતો સાથે 8 જુનથી ધાર્મિક સ્થળો ખોલવાને લઇને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પણ આ દરમિયાન ભોપાલના એક પુજારીએ મંદિરમાં પ્રવેશ માટે સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે.

માં વૈષ્ણોધામમાં આદર્શ નવદુર્ગા મંદિરના વ્યવસ્થાપક એવા પંડિત ચંદ્રશેખર તિવારીએ આ બાબતે જણાવ્યું હતું કે સેનેટાઇઝરમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય છે. આ દ્રષ્ટીએ સેનીટાઈઝર હાથમાં લીધા બાદ મંદિરમાં પ્રવેશ કરવો ભારતીય સંસ્કૃતિ મુજબ યોગ્ય નથી. આ સંબંધમાં તેઓ દેશના ગૃહમંત્રીને એક લેખિત પત્ર પણ સોંપશે, જેથી કરીને મંદિરમાં સેનેટાઇઝરનો ઉપયોગ ન થાય.

image source

પુજારીએ જણાવ્યું હતું કે આમ કરવાથી મંદિરની પવિત્રતા રહેશે નહીં. આ દષ્ટિએ શાસનની જવાબદારી છે કે તેઓ મંદિરોમાં હાથ ધોવા માટે અન્ય કોઇ વિકલ્પની વ્યવસ્થા કરે. મીડિયા સાથેની એક ચર્ચામાં એમણે જણાવ્યું છે કે 8 જુનથી મંદિરોના દ્વાર બધા જ લોકો માટે ખુલ્લા મુકાશે.

સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું પાલન મંદિર સમિતિ કરશે પરંતુ મંદિરોમાં સેનેટાઇઝરના ઉપયોગ સાથે પ્રવેશ કરવાની મંજુરી કોઇને પણ આપવામાં નહિ આવે. જો મંદિરોમાં દારૂના સેવન પછી પ્રવેશ નિષેધ છે તો પછી એવા સમયે આલ્કોહોલથી હાથ ધોઇને ભગવાનના દર્શન કરવા અથવા પ્રસાદ ગ્રહણ કરવો યોગ્ય ન ગણી શકાય.

image source

મંદિર સમિતિ દ્વારા સરકારી માર્ગદર્શન મુજબ પ્રસાદ વિતરણ કરવામાં આવશે નહી. પંડિતે જણાવ્યું હતું કે સરકારની અમુક શરતોનો અમે વિરોધ કરીએ છીએ. જો આવનારા ભક્તો પ્રસાદ નહીં લે, તો એ પ્રસાદનું અપમાન ગણાશે. એમણે સરકારને સવાલ કર્યો છે કે જ્યારે બીજાના હાથનું બનેલું ખાવું અને અન્ય સામાન લઇ ભોગ ઘરે જ ખાઇ શકાય એમ છે, તો પ્રસાદ ભક્તોને આપવો કોરોના ફેલવાનું માધ્યમ કેવી રીતે બની જશે?

image source

ભોપાલના મુખ્ય મંદિરો ખોલવા માટે મંદિર સમિતિઓ અને પુજારીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. કરુણાધામ મંદિરમાં સેનેટાઇઝર યુક્ત દરવાજો પણ લગાવવામાં આવ્યો છે. તેમજ ભગવાનની પ્રસાદ માટે અલગ બારી બનાવાઈ છે, આ બારીમાં પ્રસાદ ભક્તોને પેકેટમાં બંધ આપવામાં આવશે. બીજી તરફ ગુફા મંદિરોમાં ભક્તોના આવવા જવાની અલગ જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, તેમજ સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે પણ અલગથી લોકો રાખવામાં આવશે. આ સાથે મંદિરમાં પુજારી અને ભક્તો વચ્ચે કોઇ પ્રકારનો સંપર્ક થઇ શકશે નહીં.

image source

બીજી બાજુ સરકારના નિર્દેશ અનુસાર દેશ સંપૂર્ણ કોરોના મુક્ત ન થાય ત્યાં સુધી તમામ મંદિરોમાંથી ઘંટડી હટાવી લેવાઈ છે. આ સિવાય લોકો વધુ સમય મંદિરમાં ન રોકાય એ ધ્યાનમાં રાખતા બેઠક વ્યવસ્થા હાલ બંધ કરી દેવાઈ છે. ભક્તો માત્ર દર્શન માટે જ મંદિરમાં આવી શકશે. પુજાથી લઇ પ્રસાદ અને ફૂલ ચઢાવવાથી લઇને અગરબત્તી સુધી બધામાં સંપૂર્ણ પ્રતિબંધ યથાવત રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત