પનીર ભુરજી ટોસ – હા આ છે પંજાબી ટવીસ્ટ સાથેનું બ્રેડ ટોસ્ટ ટેસ્ટી અને યમ્મી…

પનીર ભુરજી ટોસ

કેમ છો દોસ્તો! મજામાં ને…. પંજાબી ડિશ ખાવાનું મન થાય તો આપણને ઘણી બધી સબ્જી ના નામ યાદ આવે કોફતા ની અલગ અલગ વેરાયટી , વેજિટેબલ ની અલગ અલગ ડિશ ની વેરાયટી,પનીર ની ડિશ ની વેરાયટી ………

તો મારા ઘરમાં બધા ને પનીર ની સબ્જી બહુ ભાવે તો આજે મે પનીર ભુરજિ બનાવાનું વિચાર્યું. પણ ઘરે બ્રેડ પણ ઘણી પડી હતી.. તો એનો પણ વપરાશ કરવાનો હતો …તો વિચાર આયો ચાલો આજે થઈ જાય કંઇક નવું ટ્રાય.. અને પનીર ભુર્જી તો ફટાફટ બની જાય….. તો મે બનાવી પનીર ભૂરજી….તો પનીર ભૂરજી તો બની….પણ પછી પનીર ભૂરજી ને પરોઠા જોડે સર્વ નથી કરી…..પનીર ભૂરજિ ને થોડોક સેન્ડવિચ ની જેમ બ્રેડ નો ઉપયોગ કરી અને ટોસ્ટ બનાવી લીધા…

સામગ્રી

  • ૪ કટીંગ બ્રેડ
  • ૨ ઝીણી સમારેલી ડુંગળી
  • ૧ ઝીણું સમારેલુ ટામેટું
  • ૧ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી મરચું
  • ૧ ચમચી ધાણાજીરું
  • ૨ ચમચી માયોનીસ
  • ૫૦ ગ્રામ બટર
  • 3 ચમચી તેલ
  • ૨ ચીઝ ક્યૂબ

સ્ટેપ ૧

સૌપ્રથમ એક કડાઈમાં ત્રણ ચમચી તેલ અને ૧ ચમચી બટર લઈને તેને ગેસ પર મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરો..

સ્ટેપ ૨

હવે તેમાં ડુંગળી એડ કરો. ડુંગળી સાંતળી લીધા પછી ટામેટા નાખો.

સ્ટેપ ૩

ડુંગળી અને ટામેટા સાંતળી લીધા પછી તેમાં પનીર,મરચું,હળદર,ધાણાજીરું ગરમ મસાલો એડ કરી પનીર ભુરજી બનાવી લો.

સ્ટેપ ૪

હવે કટીંગ બ્રેડ ને બટર થી તવી પર બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.

સ્ટેપ ૫

ત્યારબાદ તેની ઉપર માયોનીસ લગાવો.

સ્ટેપ ૬

ત્યાર પછી તેની ઉપર પનીર ભુરજી નું ટોપિંગ કરો.

સ્ટેપ ૭

અને હવે પનીર ભૂર્જી ટોસ તૈયાર છે તની ઉપર ચીઝ છીણી અને સોસ સાથે સર્વ કરો…

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.