પાણી અને હવા બાદ હવે નવી આગાહી, વૃક્ષો દ્વારા પણ ફેલાઈ શકે કોરોના, જાણો દુનિયાના વૈજ્ઞાનિકોની મોટી વાત

કોવિડ 19 વિશે અંગે હાલમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વૈજ્ઞાનિકોએ આ અંગે હવે ચેતવણી પણ આપી દીધી છે. ઝાડના પરાગરજની મદદથી સેંકડો પ્રકારના કોરોના વાયરસને ફેલાઇ શકે છે. વૈજ્ઞાનિકોનું આ અંગે કહેવું છે કે 6 ફૂટ સામાજિક અંતર પણ રાખવામાં આવશે છતાં પણ જો આ રીતે વાયરસ ફેલાવાનું ચાલુ થશે તો આ કઈ અસરકારક રહેશે નહીં. ઝાડના પરાગ દ્વારા કોરોના વાયરસ ફેલાય છે તે વાત સામે આવતા જ વિશ્વભરમાં અફરાતફરી મચી ગઇ હતી.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો વૃક્ષોમાંથી પરાગ દ્વારા કોરોના જેવા સેંકડો વાયરસ ફેલાય છે. આ ચોંકાવનારી માહિતી સાયપ્રસની નિકોસિયા યુનિવર્સિટીના સંશોધન દરમિયાન સામે આવી છે. કોરોના વાયરસ અંગે મળતી આ માહિતી દુનિયાભર માટે એક ખરાબ સમાચાર છે. તાજેતરના સંશોધનમાં વૈજ્ઞાનિકો એ આખા વિશ્વને આ અંગે સાવચેત કારી દેતા આ માહિતી આપી છે કે વૃક્ષોના પરાગ દ્વારા કોરોના જેવા સેંકડો વાયરસ પણ ફેલાય છે. ગીચ વિસ્તારોમાં પરાગ રજ દ્વારા કોરોના વાયરસ ફેલાવાનું જોખમ વધારે છે.

image source

સાયપ્રસની નિકોસિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે. સંશોધનકારોએ કમ્પ્યુટર પર વિલો ટ્રીનું મોડેલિંગ કર્યું હતું જે મોટા પ્રમાણમાં પરાગ છોડે છે અને તેના કણો કેવી રીતે આજુબાજુ ફેલાય છે તેનું વર્ણન કર્યું છે. જો કે સારા સમાચાર એ છે કે આ પરાગ રજ ખૂબ જ ઝડપથી ભીડથી દૂર જતા હોય છે. આ સંશોધનને આધારે સંશોધનકારોએ જણાવ્યું હતું કે 6 ફુટ સામાજિક અંતર હંમેશા માટે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે પૂરતું નથી.

image source

સંશોધનકારોએ સૂચન કર્યું હતું કે હવામાં પરાગ રજ ઘણી મોટી માત્રામાં હકી છે. ત્યાં તેને ઘટાડવા માટે કંઈક પગલાં લેવા જોઈએ. તેમણે આ વિશે વિગતે વાત કરતા કહ્યું હતું એક દિવસમાં સરેરાશ એક વૃક્ષ ઘન ફૂટ દીઠ 40થી વધુ પરાગ રજને હવામાં છોડી શકે છે. માત્ર એટલું જ નહીં દરેક કણોની અંદર હજારો વાયરલ કણો હોઈ શકે છે. આ સંશોધન ભૌતિકશાસ્ત્રી તાલિબ ડાબોક અને ઇજનેર દિમિત્રીયસ ડ્રકાકિસે કર્યું છે.

image source

વધુ કોરોના ચેપ અને અમેરિકાના એલર્જી મેપમાં આવતાં વિસ્તારો આમા પ્રભાવિત થઈ શકે છે. આ સંશોધનકારોએ વિલો ઝાડમાંથી પવન દ્વારા પરાગ કેવી રીતે ફેલાય છે તેના વિશે મોડેલના આધારે કમ્પ્યુટર ચિત્ર બનાવે છે. ડિમિટ્રિયસ ડ્રકાકિસ સાથે આ અંગે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતુ કે તેમને આશા છે કે આ સંશોધન પછી લોકો ઝાડ પર વધુ ધ્યાન આપશે. તેમનું સંશોધન ફિઝિક્સ ઓફ ફ્લુઇડ્સ જર્નલમાં પ્રકાશિત થયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!