પાણીમાં ડૂબી રહ્યું હતું હાથીનું બચ્ચુ ત્યાં જે તેની માતાની નજર પડી અને…

દરેક માતાપિતા તેમના પુત્ર માટે તેમનો જીવ પણ આપવા તૈયાર થઈ જાય છે. જ્યારે પણ તેમને લાગે છે કે તેમના બાળકો પર કોઈ સમસ્યા ઉભી થઈ રહી છે, ત્યારે તેઓ અગાઉથી તેને ટાળવા માટેની વ્યવસ્થા કરે છે. ફક્ત માણસો જ નહીં, પ્રાણીઓના કિસ્સામાં પણ તે સાચું છે કે તે તેના બાળક પ્રત્યે ખૂબ ભાવનાશીલ છે અને દરેક પરિસ્થિતિમાં તેમને સુરક્ષિત જોવા માંગે છે. આવો જ એક વિડિયો સોશ્યલ મીડિયા પર હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો.

હાથીનું બચ્ચું નદીમાં ડૂબવા લાગ્યું

જેમાં એક હાથીનું બચ્ચું નદીમાં ડૂબવા લાગ્યું તો, ત્યાર બાદ બાળકની માતા સાથે હાથૂઓનું એક ટોળું તેને બચાવવા પહોંચી જાય છે. આ વીડિયોને આફ્રિકન એનિમલ્સ નામના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડિયો અત્યાર સુધીમાં 30 હજાર 400 થી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે.

તે લગભગ પાણીમાં ડૂબવા લાગે છે

તો 893 લાઈક્સ અને 143 રિટ્વીટ પણ આ વિડિયોમાં જોવા મળી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હાથીઓનો ટોળું સ્નાન કરવા નદીમાં ઉતર્યું છે. તેઓના ટોળામાં કેટલાક નાન બચ્ચા પણ છે. જ્યારે આખું ટોળું નદીની બહાર જવાનું શરૂ કરે છે, ત્યારે તેમનું બાળક દલદલમાં ફસાઈ જાય છે. તે લગભગ પાણીમાં ડૂબવા લાગે છે. ત્યારે જ તેની માતાની નજર તેના પર પડે છે અને તે બાળક સુધી પહોંચે છે. તે પુરા બળથી પોતાના બાળકને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે પરંતુ બાળક બહાર નથી આવતું.

કેટલાક હાથીઓ નદી કાંઠે જમીનને સમતલ કરે છે

તે પછી, બાકીના હાથીઓ કે જેઓ નદીમાંથી બહાર નીકળી ગયા હતા તે પણ નદીમાં પાછા આવ્યા અને બાળકને બહાર કાઢવામાં મદદ કરવા લાગ્યા. બાળકને કાઢતા પહેલા કેટલાક હાથીઓ નદી કાંઠે જમીનને સમતલ કરે છે જેથી બાળકને સરળતાથી બહાર કાઢી શકાય. તે જ સમયે કેટલાક હાથીઓ બાળકને બહાર કાઢવામાં રોકાયેલા છે.

બાળકો હોય કે મોટા સામાન્ય રીતે બાથ ટબમાં નહાવાનું બધાને પસંદ આવે છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે હાથીના બચ્ચાનો. હાથીનું બાળક નહાવાના ટબમાં નહાવા માટે કેટલો આનંદ લે છે, આપણે આ વીડિયોમાં જોઈ શકીએ છીએ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તાજેતરમાં આઈએફએસ અધિકારી સુસન્ના નંદાએ હાથીના બાળકનો એક ફની વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એક હાથીનું બચ્ચુ જોવા મળે છે. આ બચ્ચુ પાણીથી ભરેલા નાના ટબમાં આરામથી બેઠુ છે. આ નાનુ હચ્ચુ બાથટબમાં નહાવાના બધા જ આનંદ માણી રહ્યુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!