સવારે ઉઠીને તરત પાણી પીવાથી સ્વાસ્થ્ય સુધરશે કે બગડશે ? જાણો અહીં પુરેપુરી વિગતો સાથે માહિતી

આજે whatsapp facebook માં ફરતા રહેલા મેસેજને કારણે એવું લાગે છે કે આયુર્વેદ શાસ્ત્રમાં કહેલું છે કે, આગ્રહપૂર્વક સવારે ઊઠીને પાણી પીવાથી પેટ સાફ આવે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે !! …પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી છે .

image soucre

ઉષઃપાન એટલે સવારે ઊઠીને પાણી પીવું. સવારે ઊઠીને પાણી પીવાનો આદર્શ સમય બ્રાહ્મ મુહૂર્ત એટલે કે સવારના 4 થી 04:30 વાગ્યા નો સમય… તેમાં તરસ લાગી હોય ત્યારે વાત અને કફ પ્રકૃતિના વ્યક્તિએ હૂંફાળું પાણી અને પિત્ત પ્રકૃતિના મનુષ્ય રૂમ ટેમ્પરેચર વાળું સાદુ પાણી તરસ હોય એટલું ધીરે ધીરે પ્રાશન કરવું. એટલે એ પાણીનું પ્રમાણ બે ઘૂંટડા થી લઇ અડધો ગ્લાસ જેટલું જ હોઈ શકે અને હા ઉષઃપાન નો સંપૂર્ણ લાભ મેળવવા રાત્રિભોજન સૂર્યાસ્ત પહેલા કરવું.

image soucre

ઉપરોક્ત જણાવેલ નિયમથી વિરુદ્ધ જઈને સવારે ઉઠીને બે ગ્લાસ ચાર ગ્લાસ એક લોટો એવું એટલું પાણી પીવાથી પેટ સાફ આવે છે એવું લાગે છે પણ નિયમથી વિરુદ્ધ કરેલા જલપાન થી મલબદ્ધતા ની તકલીફ તો કાયમ રહે જ છે.. પરંતુ પાણીનો પણ અપચો થાય છે, જેનાથી અગ્નિ મંદ થાય છે, ભૂખ લાગતી નથી, પગમાં સોજા આવે છે, વારે વારે પેશાબ જવું પડે છે, એસીડીટી થાય છે, એડી નો દુખાવો સતત રહે છે.. આવી અનેક તકલીફ નો સંબંધ અતિ જલપાન સાથે છે.

image soucre

જેનું બેઠાડું કામ છે અને અલ્પ વ્યાયામ છે એવા વ્યક્તિ એ 30 ml/kg body weight ના હિસાબે પાણી પીવું અને જે મનુષ્યનું કામ અતિ શ્રમ નું છે એમણે દિવસનું 40 ml/kg body weight પ્રમાણે પાણી પીવું ઉદા. એક દુકાનદાર વ્યક્તિનું વજન ૬૦ કિલો હોય તો એમણે બધુ પ્રવાહી મળીને અઢારસો એમ એલ એટલે કે 1.8 લીટર જેટલું પાણી આખા દિવસમાં સેવન કરવું

image soucre

ઉષ:પાન તરસ લાગી હોય તેટલું જ કરવું, અને સવારે કે આખા દિવસમાં વધારે પ્રમાણમાં પાણીનું સેવન કરવાથી વિવિધ રોગોને બળી પડાય છે. આવા પાણી પીવાના સામાન્ય નિયમો પાળવાથી સ્વાસ્થ્ય તરફ એક પગલું આપણે આગળ વધીએ…

  • આપનો કલ્યાણમિત્ર,
  • વૈદ્ય. ચિંતન સાંગાણી
  • (એમ.ડી) (આયુર્વેદ, મુંબઈ)