Site icon News Gujarat

જ્યારે અચાનક એક પાણીપુરીવાળાને મોતને ઘાટ ઉતાર્યો આતંકીઓ તો કેવા હતા તેના સાથીઓના હાલ વાંચો

દેશના અન્ય રાજ્યોની જેમ કાશ્મીરમાં પણ દેશના અલગ અલગ રાજ્યોથી લોકો આવી વસ્યા છે અને નાના મોટા કામ કરી અને તેમનું ગુજરાન ચલાવે છે. રોજગારની શોધમાં અહીં લોકો આવે છે અને નાના મોટા કામ કરે છે. શહેરમાં આંતરરાજ્યમાંથી આવેલા લોકો મિસ્ત્રી કામ કરે છે, રેકડી ચલાવે છે અને અન્ય ખાણીપીણીનો વ્યવસાય કરે છે. અહીં અંદાજે 3 લાખ લોકો છે જે બીજા રાજ્યોમાંથી આવી અને નાના-મોટા વ્યવસાય કરે છે. અહીં બિહારી શ્રમિકો પણ મોટા પ્રમાણમાં છે. આ શ્રમિકો સફરજન તેમજ કેસરની ખેતીમાં મજૂરી કરી કમાણી કરતા હોય છે. આવા જ એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગત 5 ઓક્ટોબરે આતંકીઓએ લીધો હતો.

image socure

બિહારના ભાગલપુર જિલ્લામાં રહેતા 57 વર્ષીય વીરેંદ્ર પાસવાન શ્રીનગરમાં પાણીપુરીની રેકડી ચલાવતા હતા. તેઓ દિવસના 700થી 800 રૂપિયાની કમાણી પણ કરી લેતા છેલ્લા 2 વર્ષથી તેઓ અહીં ધંધો કરતા પણ 5 ઓક્ટોબરે તે ઘરેથી પાણીપુરીની રેકડી લઈને નીકળ્યા પછી પરત ફરી શક્યા નહીં. આતંકીઓએ તેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેમની સાથે રહેતા લોકોએ આ ઘટના અને વીરેન્દ્ર સાથેના જે અનુભવો જણાવ્યા તેને વાંચી કોઈપણ કઠણ કાળજાની વ્યક્તિ પણ હચમચી જાય.

image socure

વીરેન્દ્ર સાવ નાનકડી રૂમમાં અન્ય બિહારી શ્રમિકો સાથે રહેતો અને ત્યાંજ પાણીપુરીની તૈયારીઓ કરતો. તે પાણીપુરી અને ભેળપુરી વેંચતા હતા. તેની સાથે રહેતા અને પાણીપુરી વેંચવાનો જ વ્યવસાય કરતા પંજકે ઘટના અંગે આપેલી જાણકારી અનુસાર તે શ્રીનગરમાં 27 વર્ષથી રહે છે. પહેલા પરીવાર પણ સાથે રહેતો હતો પરંતુ આતંકવાદની સ્થિતિ જોતા તેમે પરીવારને વતન મોકલી દીધો. તેણે વીરેન્દ્ર વિશે જણાવ્યું કે તે સીધો-સાદો હતો અને કોઈ સાથે વધારે વાત પણ કરતો નહીં. અહીં ક્યારેય આવા ભયનો માહોલ આટલા વર્ષોમાં જોવા મળ્યો નથી. આસપાસના લોકો મદદ કરતા, લોકડાઉન હતુ ત્યારે 4 મહિના લોકોએ તેમને ભોજન પણ કરાવ્યું હતું. ક્યારેય કોઈ તરફથી ધમકી પણ મળી નથી.

image soucre

બિહારથી અહીં આવી કામ કરવાનું શ્રમિકોનું એક માત્ર કારણ છે કે અહીં વધારે સ્પર્ધા નથી, પ્રવાસીઓના કારણે સારી એવી કમાણી થઈ જાય છે અને રહેવાનો ખર્ચ વધારે નથી એટલે બચત સારી થાય છે. તેમનું પણ માનવું છે કે કાશ્મીરના સ્થાનિક લોકો ક્યારેય તેમને ભુખ્યા સુવા દેતા નથી.

image socure

જો કે વીરેન્દ્રની હત્યા બાદ લોકોના મનમાં ડર ઊભો થયો છે. પરંતુ તેઓ પરત વતન ફરી જાય તેવું વિચારતા નથી. સ્થાનિક લોકો તેમને હિંમત આપે છે અને તેઓ પણ માને છે કે કમાણી માટે કામ તો કરવું જ પડશે. જ્યારે વીરેન્દ્રની હત્યા થઈ તો તેની સાથે રહેતા લોકો વિશ્વાસ કરી શક્યા નહીં. પરંતુ ફેસબુક પર તેના મકાન માલિકે ફોટો મુક્યા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.

image socure

સ્થાનિક અધિકારીઓએ વીરેન્દ્રની બોડીને બિહાર પહોંચાડવાની તૈયારી પણ બતાવી હતી પરંતુ તેના પરીજનોએ તેની સાથે રહેતા મિત્રોને અનુમતિ આપી કે તેઓ જ વીરેન્દ્રના અંતિમ સંસ્કાર કરી દે. વીરેન્દ્રના પરીવારને જમ્મ કાશ્મીર સરકારે 6 લાખ રૂપિયાની મદદ કરી છે પરંતુ બિહારના કોઈ નેતાએ આ મામલે મગનું નામ મરી પાડ્યું નથી.

Exit mobile version