દિલ્હી NCR, પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યમાં ભૂકંપ, ડરીને લોકો નીકળી ગયા ઘરની બહાર

દિલ્લી- NCR સહિત ઘણા બધા રાજ્યોમાં ભૂકંપની ધ્રુજારીનો અનુભવ થયો, પંજાબ રાજ્યના અમૃતસર શહેરમાં ૬.૧ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો.

દિલ્લી- NCR રાજ્યમાં શુક્રવારના રોજ મોડી રાતના સમયે ભૂકંપની ધ્રુજારીનો અનુભવ કરવામાં આવ્યો છે. પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ- કશ્મીર રાજ્યમાં આ ભૂકંપની અસર જોવા મળી.

image source

નેશનલ સેન્ટર ફોર સીસમોલોજીના જણાવ્યા પ્રમાણે પંજાબ રાજ્યના અમૃતસર શહેરમાં ભૂકંપની તીવ્રતાને રિક્ટર સ્કેલ પર જોતા ૬.૧ નોંધવામાં આવી છે. જો કે, આ ભૂકંપની ધ્રુજારી થોડાક સમય માટે જ અનુભવાઈ છે. જેના કારણે ત્યાં રહેતા લોકોમાં ભય પ્રસરી ગયો છે એટલા માટે લોકો તાત્કાલિક પોત- પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.

  • આની પહેલા બે મહિના અગાઉ પણ ભૂકંપના આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતા.

ગયા વર્ષે ડીસેમ્બર મહિનામાં પણ દિલ્લી- NCRમાં ભૂકંપના આંચકાઓનો અનુભવ થયો હતો. તે સમયે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૨ ની તીવ્રતાનો હતો, જેનું એપીસેન્ટર રાજસ્થાન રાજ્યના અલવર શહેરમાં નોંધવામાં આવ્યું હતું.

  • ૬ કે તેના કરતા વધારે રિક્ટર સ્કેલની તીવ્રતા ધરાવતો ભૂકંપ ખતરનાક હોઈ શકે છે.

ભૂગર્ભ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈપણ જગ્યાએ ભૂકંપ આવવાનું સાચું કારણ ટેક્ટોનિક પ્લેટમાં જબરદસ્ત હલચલ થાય છે ત્યારે ભૂકંપ આવી શકે છે. આ સાથે જ જયારે ઉલ્કા પ્રભાવ થાય છે ત્યારે, જ્વાળામુખી ધરાવતા વિસ્તારોમાં જયારે જ્વાળામુખી ફાટે છે ત્યારે, માઈટ ટેસ્ટીંગ કરવાના લીધે પણ ભૂકંપ આવી શકે છે અને જયારે કોઈ દેશના વૈજ્ઞાનિકો દ્વારા ન્યુક્લિયર ટેસ્ટીંગ કરવામાં આવે છે ત્યારે પણ ભૂકંપ આવતા હોય છે.

જયારે પ્ન્કોઈ જગ્યાએ ભૂકંપ આવે છે તો તેની તીવ્રતા માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર ૨ કે ૩ની તીવ્રતા ધરાવતો ભૂકંપ જે જગ્યા પર આવે છે તે જગ્યા માટે સામાન્ય ગણવામાં આવે છે પરંતુ જો કોઈ જગ્યાએ આવેલ ભૂકંપ ૬ ની તીવ્રતા ધરાવતો હોય છે તો તે ભૂકંપ તે જગ્યા માટે ખુબ જ શક્તિશાળી ભૂકંપમાં તેની ગણતરી કરવામાં આવે છે.

ભારત દેશના ઈતિહાસમાં આ વર્ષે ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ ના શુક્રવારના દિવસે આવેલ ભૂકંપને ૧૯ વર્ષ પુરા થઈ ગયા તેમ છતાં પણ આ ભૂકંપ દ્વારા જે વિનાશ થયો હતો તેને આજ સુધી કોઇપણ વ્યક્તિ ભૂલી શક્યું નથી. તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ શુક્રવારના દિવસે કચ્છમાં અચાનક ભારે ભૂકંપના આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો.

image source

આ આંચકાઓ સતત બે મિનીટ સુધી ચાલ્યા હતા. જયારે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવી તો કચ્છ વિસ્તારમાં ૬.૯ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં ૨૦ હજાર વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!