Site icon News Gujarat

ગુજરાત ના લીડિંગ ડોક્ટરે કરી કોરોના ને લઈ ને મહત્વ ની વાત,ખરેખર છે જાણવા જેવી

જાણો ડો. પંકજ શાહનું શું કહેવું છે ?

image source

સરકારના તેમજ સ્થાનીક તંત્રોના અવિરત પ્રયાસ તેમજ કડક પગલાં છતાં પણ કોરોના વાયરસના સંક્રમીતોની સંખ્યામાં કોઈ જ ઘટાડો નોંધાઈ નથી રહ્યો ઉલટાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. અને જો સંખ્યામાં આ જ રીતે વધારો થતો રહેશે તો દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં મુશ્કેલી સર્જાશે. અને બની શકે કે સરકારી સંસાધનો ખૂટી પડે.

અને આ બાબતને ધ્યાનમા લઈને કેટલાક લોકોનું એવું માનવું છે કે દર્દીઓ માટે તેમના ઘરમાં જ હોસ્પિટલ બનાવી દેવી જોઈએ. આ બાબતે એમ પી શાહ કેન્સર હોસ્પિટલના ભૂતપૂર્વ ડિરેક્ટર અને સિનિયર પ્રેક્ટિશનર ડો. પંકજ શાહના પણ કેટલાક મહત્ત્વના સુચન છે. જે આ પ્રમાણે છે.

image source

– પ્રથમ તો તેમનું એવું કહેવું છે બધા જ asymptomatic corona positive પેશન્ટસ ને હોસ્પિટલમાં દાખલ કરીને નિર્થક રીતે દેશના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારણ વધારવામાં આવી રહ્યું છે. તેની જગ્યાએ આ ફેસીલીટીઝનો ઉપયોગ આપણે ગંભીર દર્દીઓ માટે કરવો જોઈએ.

– બીજી બાજુ મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફને પણ કોરોના વાયરસનું સંક્રમણ લાગી રહ્યું છે. અને તેમને આપણે ક્વોરેનટાઇન કરવા પડે છે. અને આવા સંજોગોમાં આપણી આ અત્યંત આવશ્યક ઇલાઇટ ફોર્સ આ રીતે વેડફી નાખવી તે જરા પણ યોગ્ય નથી.

– અને જે વ્યક્તિનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોય પણ તેમાં કોઈ લક્ષણો ન જોવા મળતા હોય તો તેવી વ્યક્તિને આપણે હોસ્પિટલમાં દાખલ કરીને કશું નહીં આપી શકીએ.

image source

– બીજી બાજુ કોરોનાની કોઈ નક્કી સારવાર પણ નથી. પણ તેમને બીજું કોઈ સંક્રમણ ન થાય તેના માટે દવા આપીએ છીએ, તાવ માટે દવા આપીએ છીએ, અને વિટામીન સી આપીએ છીએ. જે આપણે તેમને ઘરે પણ આપી શકીએ.

– આવા સિમ્પમ્ટમ્સ વગરના દર્દીઓનું મોનિટરિંગ વિડિયો કોલ દ્વારા ઘરે પણ કરી શકાય

image source

– આ પણ એક હકીકત છે કે કોરોના વાયરસનું સંક્રમણ જેને પણ થાય છે તેમાંથી 80% લોકોમાં આ વાયરસના કોઈ લક્ષણો પણ નથી જોવા મળવાના. તો બાકીના 15 ટકા કેસમાં પણ ગણતરીના લક્ષણો જ જેવા કે શરદી-ઉધરસ પાંચ- છ દિવસ થઈને આ ઇન્ફેક્શન મટી જશે. પણ બાકીના 2-3 ટકા દર્દીઓ કે જેમની ઉંમર 60 વર્ષ કરતાં વધારે હશે, જેમને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર કે પછી રોગપ્રતિકારક શક્તિની સમસ્યા હશે તેમને (જોકે તેમાં પણ બધાને તો નહીં જ) જ વેન્ટિલેટરની જરૂર પડશે.

– આવનારા દિવસોમાં જ્યારે કોરોના સંક્રમીતોની સંખ્યામાં બહોળો (હજારોમાં) વધારો જોવા મળશે ત્યારે તે દરેક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા શક્ય નહીં રહે અને તે સમયે તેમને ઘરે હોમ કોરેન્ટાઇન કરવા પડશે ત્યાં જ તેમણે સારવાર લેવી પડશે.

image source

આ ઉપરાંત અન્ય સિનિયર ડોક્ટરના પણ કેટલાક સૂચનો છે જે પ્રમાણે

– સૌ પ્રથમ તો લોકોમાં પ્રાઇવેટ મોટી હોસ્પિટલના ધરખમ ચાર્જીસ બાબતે એક નકારાત્મક વિચાર બંધાયો છે જેને પણ દૂર કરવાનું રહેશે.

– કેટલાકનું એવું પણ કહેવું છે કે આવનારા દિવસેમાં લગભગ બધાને કોરોનાનું સંક્રમણ થવાનું છે. અને માટે જ લોકોએ પોતાની રેગપ્રિતકારક શક્તિ વિકસાવવી પડશે મજબુત બનાવવી પડશે તે જ આપણને તેનાથી સુરક્ષિત રાખી શકશે.

image source

– અને માટે જ આ નિર્ણય તાત્કાલિક લઈને પ્રજામાં જે ભય ઉત્પન્ન થયો છે કે તેમણે ઓછામાં ઓછું 15 દિવસ તો હોસ્પિટલમાં દાખલ થવું જ પડશે તેને દૂર કરી શકાશે.

– નિષ્ણાત ડોક્ટરો એ પણ જણાવે છે કે એક સમયે લોકડાઉન ઉઠી જાય પછી પણ પ્રજાએ કેટલીક સાવચેતીઓ રાખવી જ જોઈશે.

1. માસ્ક

2. હાથને સ્વચ્છ રાખવા (સાબુ-પાણી-સેનેટાઇઝર દ્વારા)

3. જ્યારે તમે બહારથી ઘરમાં આવો ત્યારે તમારા હાથ અને પગને સ્વચ્છ રીતે ધોઈ લો.

image source

4. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું

5. જ્યારે તમને એવું લાગે કે તમે કોઈ શંકાસ્પદ દર્દીના સંપર્કમાં આવ્યા છો ત્યારે તમારે વ્યવસ્થીત રીતે નાહી લેવું જોઈએ.

6. જરૂર વગર બહાર ન જવું

7. બહાર જાઓ ત્યારે બેલ્ટ, વીંટી, કાંડા ઘડિયાળ પહેરવાનું ટાળો.

8. હાથરૂમાલની જગ્યાએ, સેનીટાઇઝર અને ટીશ્યુનો ઉપયોગ કરો.

9. ડાઢીના વાળ ન વધારવા

10. વાળંદની દુકાને ન જવું, તમારી જાતે વાળ કાપવા અથવા તો તમારા ઘરે જ વાળંદને બોલાવી લેવા. તેમની પાસે માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો, હાથ સ્વચ્છ હોય તેની પણ ચકાસણી કરવી. અને બને તો તમારા જ સાધનનો ઉપયોગ કરવો (કાતર વિગેરે)

image source

11. ઘરમાં પગરખા ન લાવવા, તેને ઘરની બહાર જ રાખવા.

લોકડાઉન ઉઠે કે ન ઉઠે આવનારા છ મહિનાથી 12 મહિના સુધી તમારે ઉપર જણાવેલા સુચનનું પાલન કરવું જ જોઈએ. તે તમને અને તમારા કુટુંબીજનોને સુરક્ષિત રાખશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version