લોકડાઉન વચ્ચે પરેશ રાવલે એવી તો શું ટ્વીટ કરી કે લોકો ભરાયા રોષે, જાણો એક ક્લિક પર

ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરીવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 85,900થી વધી ચુકી છે.

image source

જેમાં એક્ટિવ કેસ 53,035 છે. અત્યાર સુધીમાં દેશમાં 2752 દર્દીના મોત પણ નીપજ્યા છે. કોરોનાના કારણે દેશમાં લોકડાઉનની સ્થિતિ છે અને લોકો તેમના ધંધા રોજગાર બંધ કરી તેમના ઘરોમાં કેદ થયા છે.

image source

છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘરમાં જ રહેવાથી સામાન્ય લોકોથી લઈ બોલિવૂડ સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયા છે. બોલિવૂડ અભિનેતા પરેશ રાવલ આમ તો સોશિયલ મીડિયા પર સામાન્ય દિવસોમાં પણ એક્ટિવ રહે જ છે. તે છાશવારે રાજનીતિ અને સામાજિક મુદ્દા પર પોતાના મત બિંદાસ્ત રીતે અને આંકરા શબ્દોમાં રજૂ કરે છે. પરંતુ તાજેતરમાં તેમણે એવી ટ્વીટ કરી છે કે જેના કારણે લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે.

પરેશ રાવલને લોકો ખૂબ પસંદ કરે છે. તેમની કોમેડી ફિલ્મોના ચાહકો તેમની સાથે સેલ્ફી લેવા પણ પડાપડી કરતાં હોય છે. પરંતુ આ વખતે પરેશ રાવલે પોતાના ફેન્સને જ નારાજ કરી દીધા છે. પરેશ રાવલે ટ્વીટ કરી લખ્યું છે કે, થોડા સમય માટે લોકો સેલ્ફી લેવાની હિંમત કરશે નહીં અને પરેશાન પણ નહીં કરે.. પરેશ રાવલના આ ટ્વીટ પછી લોકો ખુબ નારાજ થયા છે. કેટલાક યૂઝર્સને તો તેમને ફેર હીરો પણ કહી દીધા છે.

એક યૂઝરે લખ્યું છે કે, સર તમને કદાચ ગેરસમજ થઈ છે, તમને સ્ટાર અમે જ બનાવ્યા છે. હવે લોકો તમારી સાથે સેલ્ફી લેશે નહીં. હવે દેશ બદલી ગયો છે તેમને ખબર પડી ગઈ છે કે તમે ફેક હીરો છો. હવે સેલ્ફી ડોક્ટર્સ, નર્સ, પોલીસ અને સફાઈકર્મીઓ સાથે લેવામાં આવશે.

અન્ય એક યૂઝરે લખ્યું છે કે, પરેશ જી લોકોએ જ તમને સફળતાના શિખરે પહોંચાડ્યા છે. તમે કદાચ ભુલી ગયા કે ભારતમાં લોકો જેને માથા પર બેસાડે છે તેને નીચે પાડવાનું પણ જાણે છે અને જેને જમીન પર પછાડે છે તે પાછા ઊભા પણ થઈ શકતા નથી.

image source

ઉલ્લેખનીય છે કે પરેશ રાવલ છેલ્લે ઉરી ફિલ્મમાં જોવા મળ્યા હતા. હવે આગામી સમયમાં તેમની ફિલ્મ હંગામા-2 આવી રહી છે. આ ફિલ્મમાં તે શિલ્પા શેટ્ટી અને જાવેદ જાફરીના દીકરા મીઝાન જાફરી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત