પરેશ રાવલની ટ્વીટ પર લોકોએ જે મજેદાર જવાબ તેને આપ્યા તે વાંચી હસી હસીને તમારું પણ દુખી જશે પેટ

આપણે સૌ જાણીએ છીએ કે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો દ્વારા થયેલા હુમલામાં ભારતના 20 જવાનો શહીદ થયા બાદ દેશભરમાં ચીન પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે.

image source

તેવામાં દેશભરમાં #BoycottChineseProducts સાથે પ્રદર્શન પણ ચાલી રહ્યા છે. જેમાં લોકો ચીની સામાનનો બહિષ્કાર કરી રહ્યા છે. જો કે આ કામ જ્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને જાણીતા ફિલ્મ અભિનેતા પરેશ રાવલે પણ કર્યું તો તેમને લોકોએ ટ્રોલ કરી દીધા.

image source

પરેશ રાવલે આ પ્રશ્ન જ્યારે સળગ્યો ત્યારે એક ટ્વીટ કરી હતી જેમાં તેણે પોસ્ટ સાથે #BoycottChineseProductsને પ્રમોટ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરેશ રાવલે ટ્વીટ કર્યું છે કે, હેલો એમોઝન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને અન્ય દરેક ઓનલાઈન વેપારી, જો તમે ચીની સામાન વેંચી રહ્યા છો તો કૃપા કરી એ વાત પણ સુનિશ્ચિત કરો કે તમે તેના પર ડીસ્કેમર રાખો. ગ્રાહક તરીકે અમને એ જાણવાનો અધિકાર છે કે જે વસ્તુ અમે ખરીદી રહ્યા છે તેનું ઉત્પાદન ખરેખર ક્યાં થયું છે.

આ ટ્વીટ સાથે તેણે #BoycottChineseProducts હૈશટેગ કર્યું છે. આ વાત પર જાણે યૂઝર્સ તેના પર ગિન્નાયા હોય તેમ થોડી જ વારમાં આ ટ્વીટ પર યૂઝર્સ ધડાધડ કોમેન્ટ કરવા લાગ્યા. તેમાં એક યૂઝરે લખ્યું છે કે, તમે એક કામ કરો કે જે ફોન, પીસી, લેપટોપ તમે વાપરો છો તે બધું જ ચલાવવાનું બંધ કરી દો કારણ કે તેના અંદરના મહત્વના પાર્ટ એટલે કે આઈસી ચાઈનાથી જ વિશ્વભરના દેશોમાં સપ્લાય થાય છે. એટલે આશા છે કે હવે તમે ઓનલાઈન કોઈપણ પ્લેટફોર્મ પર જોવા મળશો નહીં. દેશથી વધારે મહત્વનું શું હોય…

ત્યારબાદ અન્ય એક યૂઝરે લખ્યું છે કે, આ ટ્વીટ પણ ચાઈનીઝ આઈફોનમાંથી કરી છે. આ સિવાય એક યૂઝરે લખ્યું છે કે પરેશજી જે ફોનથી તમે ટ્વીટ કરી રહ્યા છો તેના પાર્ટસ પણ ચીનમાં જ બને છે. તો કૃપા કરી અને પોસ્ટ શેર કરતાં પહેલા બે વખત વિચારી લો. અન્ય એક યૂઝરે કહ્યું છે કે, આઈફોનથી તમે ટ્વીટ કરી અને ચીની વસ્તુનો બહિષ્કાર કરવાની વાત કરો છો… વાહ…

આ સિવાય પણ અનેક યુઝરે પરેશ રાવલને મજેદાર જવાબ આપી ટ્રોલ કર્યા છે. જો કે આ બાદ ટ્રોલર્સને પરેશ રાવલે કોઈ જવાબ આપ્યો નથી.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત