આજનુ પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને પરિસ્થિતિ સુધરતી જણાશે

*તારીખ-૧૮-૧૧-૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- ચૌદશ ૧૨:૦૨ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *નક્ષત્ર* :- ભરણી ૨૫:૩૧ સુધી.
  • *યોગ* :- વરિયાન ૨૬:૫૯ સુધી.
  • *કરણ* :- વણિજ,વિષ્ટિ.
  • *સૂર્યોદય* :- ૦૬:૫૨
  • *સૂર્યાસ્ત* :-૧૭:૫૬
  • *ચંદ્ર રાશિ* :- મેષ
  • *સૂર્ય રાશિ* :-વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વૈકુંઠ ચતુર્દશી,વ્રતની પૂનમ, કાર્તિક સ્વામી દર્શન ૧૪:૨૯,તુલસી વિવાહ સમાપ્તિ, કારતક સ્નાન સમાપ્તિ,ધાત્રી પૂજન,પુષ્કર મેળો(અજમેર),ગુરુ નાનક જયંતિ.

*મેષ રાશિ*

વાણીવર્તન અંગે સંભાન રહેવું. ઉઘરાણી આવક પ્રાપ્ત થઇ શકે. મહેનત નું ફળ મળે.ચિંતા,અશાંતિ નાં વાદળ વિખરાતા જણાય.

*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૩

*વૃષભ રાશી*

નોકરીની ચિંતા દુર થાય.અચાનક પ્રવાસ મુસાફરી ની સભાવનાં. આશાસ્પદ સંજોગ.પરિસ્થિતિ સુધરતી જણાય.

*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

સંતાનનાં થકી આર્થિક સાનુકૂળતા બને.મહેનત નું આગમન સંભવ બને.સ્નેહી મિત્રના સહયોગ થી વ્યવસાયિક સાનુકૂળતા રહે.

*શુભરંગ*:- જાબંલી
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

વ્યવસાયિક સાનુકૂળતા બને. સંતાન ની કારકિર્દી અંગે ચિંતા જણાય.કૌટુંબિક પ્રયત્ન હલ કરી શકાય.આર્થિક સાનુકૂળતા રહે.

*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

કૌટુંબિક વાતાવરણ ચિંતા ઉલજન રખાવે.ભાગ્ય નો સહયોગ સાનુકૂળતા અપાવશે. આરોગ્ય સ્વાસ્થ્ય અંગે ચિંતા નાં સંજોગ રખાવે.

*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

કેટલાક મનોવ્યથા ચિંતા નાં સંજોગ જણાય.આર્થિક અકળામણ ચિંતા વર્તાય.વ્યવસાયિક પ્રશ્ન હલ થતો જણાય.

*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૧

**તુલા રાશ*

વ્યવસાય માં સાનુકૂળતા બને. કર્જ ઋણ ચુકવણીનાં સંજોગ બની શકે.મનની મુજવણી દૂર થતી જણાય.ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.

*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

અંત:કરણમાં ઉદ્વેગ અશાંતિનો અનુભવ.કામગીરી માં વિલંબ બાદ પ્રગતિ જણાય.વ્યવસાયિક પ્રશ્ન હલ થતો જણાય.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

અવરોધ દૂર થાય.ધારણા મુજબ ગોઠવાતું જણાય.વ્યવસાયિક પ્રગતિનાં સંજોગ ખર્ચ પર કાબૂ રાખવો.મુશ્કેલીને પાર કરી શકો.

*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

સામાજીક મતમતાંતર ટાળવા. પરિસ્થિતિ સુધરતી જણાય. સફળતાં માટે પ્રયત્નો વધારવા. ગૃહજીવનના કાર્ય સફળ બને.

*શુભ રંગ* :- ભુરો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

પ્રવૃતિશીલ બની આગળ વધી શકો.કૌટુંબિક સાનુકૂળતા બને. લાભદાયી કાર્ય રચના થઈ શકે. નિરાશા દૂર થતી જણાય. આરોગ્ય સારુ જણાય.

*શુભરંગ*:- લીલો
*શુભઅંક*:- ૧

*મીન રાશિ*

સ્વજનથી વિવાદ ટાળવો. મુંજવણ દૂર થતી જણાય. પારિવારિક સાનુકૂળતા બને.તક ઝડપવાનું ચૂકશો નહી.

*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:- ૫