કોરોના સામે જંગ જીત્યા એટલે રાજી ન થઈ જતાં, સાઈડ ઈફેક્ટના કેસ જોઈ હાજા ગગડી જશે, જાણો સમગ્ર માહિતી

હાલમાં કોરોનાની રસી વિશે વાત ચાલી રહી છે અને લોકોને આ રસી મળે એવી પણ વાત છે. ત્યારે કોરોનાથી લોકો સાજા પણ થઈ રહ્યાં છે. પરંતુ કોરોનાની સાઈડ ઈફેક્ટને લઈને જે સમાચાર સામે આવ્યા એ ખરેખર ચોંકાવનારા છે. કારણ કે કોરોનાથી સાજા થયેલા હોય પરંતુ અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ, કિડની, હાઈપરટેન્શન અને મેદસ્વિતાથી પીડાતા લોકોએ વિશેષ તકેદારી રાખવાની જરૂર છે. આવી મલ્ટિપલ બીમારી ધરાવતા કોરોનાથી સાજા થયેલા લોકોમાં લોહીની નળીઓમાં લોહી ગંઠાઈ જવાથી આંખ, નાક અને મગજનાં હાડકાંને કોરી ખાતી મ્યુકોરમાઇકોસીસ નામની બીમારીનું જોખમ છે. અને એ પણ એવું જોખમ કે ચિંતાના વાદળો ઘેરાય છે.

image source

આંકડા સાથે વાત કરવામાં આવે તો અમદાવાદ સિવિલમાં કોરોનાથી સાજા થયેલા અને વિવિધ બીમારીઓથી પીડાતા 44 દર્દી મ્યુકોરમાઇકોસીસનો ભોગ બન્યા છે, જેમાંથી 9નાં મોત થયાં છે. આ અંગે વાત કરતાં સિવિલ હોસ્પિટલનાં ઇએનટી યુનિટ 1નાં વડા ડો. બેલાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું તેમ જ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે. આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી હોય છે, જે દર્દીનાં અંગોમાં કેન્સર કરતાં પણ ઝડપથી પ્રસરે છે. કોરોના થવાને લીધે દર્દીની લોહીની નળીમાં લોહીના ગઠ્ઠા થાય છે.

image source

આગળ વાત કરતાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે- કોરોનાના દર્દીને સ્ટેરોઇડ આપવાને કારણે શુગર લેવલ પણ વધી જતું હોય છે, પણ જે દર્દી કોરોનામાંથી સાજા થયા હોય પણ તેમને અનકંટ્રોલ્ડ ડાયાબિટીસ, કિડની, હાઇપરટેન્શન અને મેદસ્વિતાથી પીડાતા હોય તેવા લોકોને નાક અને કાનનું સામાન્ય ઇન્ફેકશન થયા બાદ ફંગસ થાય છે. આ દર્દીમાં અન્ય વ્યક્તિ કરતાં ફંગસનો ગ્રોથ વધુ (એસીડોસીસ) થાય છે, જેથી દર્દીના મોં પર સોજો, શરદી અને નાકમાં કાળાશ દેખાય તો ઇએનટી ડોકટર પાસે તાત્કાલિક તપાસ કરાવવી. જો કોરોનોના પ્રારંભિક લક્ષણોની વાત કરીએ તો દર્દીને માત્ર શરદી થાય છે, જેથી દર્દીને બીમારીની ખબર પડતી ન હોવાથી મોટા ભાગના દર્દી એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે.

image source

આ સિવાય એક રિપોર્ટ સામે આવ્યો એમાં પણ વાત કરવામાં આવી છે કે સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 19 દર્દીને આંખમાં દેખવાનું ઓછું થયું તેમ જ કેટલાક દર્દીએ દૃષ્ટિ ગુમાવી છે, જ્યારે એક દર્દીમાં બીમારીનો ફેલાવો મગજ સુધી ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બીમારીમાં તાત્કાલિક સારવારને અભાવે વિદેશમાં મૃત્યુદર 50 ટકા, જ્યારે સિવિલમાં 20 ટકા જોવા મળ્યો છે. જો વધારે એક કેસની વાત કરીએ તો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અન્ય બીમારીઓને કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એક ખાડિયામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિરમ દેસાઈનું મૃત્યુ થયું છે. વિરમ દેસાઈનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા આપવામાં આવી હતી. જોકે ત્યાર બાદ તેમને નાકમાં ફંગસ તેમ જ માથામાં દુખાવાની તકલીફ થતાં એલિસબ્રિજની હોપ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બુધવારે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હતું.

image source

જો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો હતો જે એક સારી વાત છે. પરંતુ આજે ગઇ કાલ કરતા કોરોનાનાં કેસમાં 50 અંકનો વધારો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1160 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,31,073એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 10 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4203એ પહોંચ્યો છે. જ્યારે 1384 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 92.71 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 54,864 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 230, સુરત કોર્પોરેશન 143, વડોદરા કોર્પોરેશન 107, રાજકોટ કોર્પોરેશન 104, મહેસાણા 44, વડોદરા 42, બનાસકાંઠા 33, ગાંધીનગર 32, ખેડા 32, પંચમહાલ 31, રાજકોટ 27, સુરત 26, જામનગર કોર્પોરેશન 25, ગાંધીનગર કોર્પોરેશન 21, આણાંદ 20, ભાવનગર કોર્પોરેશન 20, કચ્છ 19, સાબરકાંઠા 19, અમરેલી 18, નર્મદા 16, સુરેન્દ્રનગર 15, દાહોદ 12, જુનાગઢ કોર્પોરેશન 12, મહીસાગર 12, મોરબી 11, ભરૂચ 10, ગીર સોમનાથ 10, પાટણ 10, અમદાવાદ 9, જામનગર 9, દેવભૂમિ દ્વારકા 8, જુનાગઢ 8, અરવલ્લી 5, ભાવનગર 5, નવસારી 5, તાપી 3, વલસાડ 3, પોરબંદર 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1 કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત