પરિવારથી દૂર આ લોકો ફસાઇ ગયા છે જહાજમાં, આ કહાની વાંચીને તમારી આંખો પણ ભરાઇ જશે આસુંથી

સમુદ્રમાં ફસાયા છે કેટલાએ ભારતીયો – ગર્ભવતિ સ્ત્રીનો પતિ છ મહિનાથી ફસાયેલો છે જહાજમાં – હાલ સાઉદી અરેબિયામાં ફસાયો છે – ગર્ભવતી પત્નીએ જાતે જ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું

image source

સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીના કારણે જગત જાણે થંભી ગયું છે. રોગચાળો પ્રસરે નહીં તે માટે આખાએ વિશ્વમાં છેલ્લા અઢી-ત્રણ મહિનાથી લોકડાઉનની સ્થિતિ છે. અને આ બધામાં કેટલાએ ભારતિયો પોતાની માતૃભુમિથી દૂર વિદેશમાં ફસાઈ ગયા છે. જેમાંથી ઘણા બધાને કેન્દ્ર સરકાર પાછી લઈ આવી છે તેમ છતાં પણ હજુ પણ ઘણા ભારતીયો વિદેશમાં ફસાયેલા છે. કેટલાકે તો છ-છ મહિનાથી પરિવારના સભ્યોને નથી જોયા.

અને પરિવાર પણ પોતાના વિદેશમાં ફસાઈ ગયેલા પ્રિયજનની રાહ જોઈ રહ્યો છે. આજે અમે તમને શાઈની નામની મહિલાની વાત કરવા જઈ રહ્યા છે. તેણી બેંગલુરુમાં રહે છે. તેણી ગઈ કાલે હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. આ મહિલાની એવી સ્થતિ છે કે તેના અત્યંત મહત્ત્વના સમયમાં જ્યારે તેનો પતિ તેની સાથે હોવો જોઈતો હતો ત્યારે તે તેની નજીક નહીં પણ 3500 કીલોમીટર દૂર સાઉદી અરેબિયામાં કોઈક જહાજમાં ફસાયેલો છે. તેણી ગર્ભવતિ છે અને તેણી ડીલીવરી માટે હોસ્પિટલમાં દાખલ થઈ છે. તેણી સાથે માત્ર તેના માતાપિતા જ છે.

image source

શાઈનીના પતિ પત્નીની ડિલિવરી પહેલાં જ ઘરે પહોંચવાના હતા. પણ લોકડાઉનના કારણે તેઓ હજારો કીલોમીટર દૂર રહેવાને મજબૂર બન્યા છે. આ સમય દરમિયાન શાઈની પોતે જ પ્રેગ્નન્સી દરમિયાનના રૂટીન ચેકઅપ વિગેરેના કામ જાતે જ કરતી આવી છે. તેના પતિ ડિસેમ્બર મહિનામાં શીપ પર ગયા હતા અને તેમને કંપની સાથે 4 મહિનાનો કોન્ટ્રાક્ટ હતો. પણ હાલ તેમને 120 દિવસ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. માત્ર શાઈનીના પતિ જ નહીં પણ દેશના ઘણા બધા ભારતીય નાવિકો મધદરિયે ફસાઈ ગયા છે.

શાઈનીના પતિ એપ્રિલના પહેલા અઠવાડિયામાં ઘરે પરત ફરવાના હતા પણ હાલ જે સ્થિત સર્જાઈ છે તેના કારણે તેઓ સમયસર પાછા ફરી શક્યા નથી. તેઓ પોતાના પતિની આ સ્થિતિ માટે સરકારને ફરિયાદ કરી રહ્યા છે.

image source

બીજી બાજુ પૂણેની રિતુ પંડિતની પણ તેવી જ સ્થિત છે. તેના પતિ 19મી જાન્યુઆરીના રોજ મોરક્કોથી જહાજમાં ગયા હતા અને એપ્રિલમાં તેઓ પાછા આવવાના હતા, પણ બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ થઈ જતાં તેઓ પાછા નથી આવી શકતા. રિતુ છેલ્લા ઘણા સમયથી એક વર્ષની દીકરી સાથે પૂણેમાં ફસાઈ છે. તેના પતિ ક્યારે પાછા ફરશે તે વિષે બધુંજ અનિશ્ચિત જણાઈ રહ્યું છે.

રિતુના પતિ હાલ યુરોપના કોઈ દેશમાં છે અને તેમનું જહાજ સ્પેન તરફ જઈ રહ્યું છે. જો તેઓ યુરોપના કોઈ દેશમાં ઉતરી પણ જાય તો ત્યાંથી ભારત આવતી બધી જ ફ્લાઇટ બંધ છે. માટે તે શિપમાં જ રહ્યા છે. તેમના માટે તો જાણે લેકડાઉનની સ્થિતિ ડિસેમ્બર મહિનાથી ચાલુ થઈ ગઈ છે કારણ કે તેઓ ડિસેમ્બર મહિનાથી શીપ પર જ રહેવાને મજબૂર થઈ ગયા છે.

image source

માત્ર રિતુ કે શાઈની જ નહીં પણ ભારતના ઘણા બધા નાવિકો વિવિધ દેશમાં પોતાના જહાજો સાથે ફસાઈ ગયા છે. બીજી બાજુ મધદરિયે ફોન પર પણ વાત નથી થઈ શકતી. ઇન્ટરનેટ પણ સતત ચાલુ નથી રહેતું અરધા કલાક જેટલો જ સમય ઇન્ટરનેટ વાપરવા મળે છે. અને ઇન્ટરનેટની સ્પીડ એટલી સ્લો છે કે તેઓએ ચેટથી જ કામ ચલાવવું પડે છે. આ બધા જ નાવિકોમાં કોઈ 4 મહિનાથી તો કોઈ વર્ષ ઉપરથી જહાજ પર છે. કંપની પણ પોતાના કર્મચારીઓ સાથેનો કોન્ટ્રાક્ટ આગળ વધારતી જાય છે. કંપની પાસે પણ બીજો કોઈ વિકલ્પ નથી રહ્યો. જો કે એટલું સારું છે કે કંપનીઓ પોતાના કર્મચારીઓને 25 ટકા પગાર વધારે કરી રહી છે. તેમ છતાં પરિવારના સાથની સરખામણી તમે લાખો રૂપિયા સાથે ન કરી શકો તેમ આ લોકો પણ પોતાના પિરવારજનોને મળવા આતુર છે.

image source

આ બાબતે ફસાયેલા નાવિકના પરિવારોએ પણ શિપિંગ મંત્રી મનુસખ. એલ. માંડવિયા સાથે વાત ચીત કરી. રિતુ તે વિષે જણાવતા કહે છે કે તેમણે પ્રોમિસ કર્યું છે કે વંદે ભારત મિશન અંતર્ગત તેમને સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા પાછા પોતાના દેશ લાવવામાં આવશે પણ હજુ સુધી કોઈ જ વ્યવસ્થા તેમના માટે નથી થઈ. શિપિંગ કંપનીઓ પોતે પણ પોતાના કર્મચારીઓને પોતાના ઘરે પાછા મોકલવા ફ્લાઇટ મોકલવા તૈયાર છે પણ સરકાર પાસેથી મંજૂરી નથી મળી રહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત