ક્રુર પરિવારજનોં: ત્યજી દેવાયેલી નવજાત બાળકીનો રડવાનો અને કણસવાનો અવાજ આવતાં ગ્રામજનોને થઈ જાણ

સાવલીમાં મકાનના ઓટલા પર માતા મુકી ગઈ બાળકીને, નાળ પણ કાપ્યા વિના બાળકીને ઓટલે મુકી દેતાં કીડી ભરવા લાગી ચટકા, બાળકીનો રડવાનો અને કણસવાનો અવાજ આવતાં ગ્રામજનોને થઈ જાણ

આપણી આસપાસ એવી ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને કહેવાનું મન થઈ જાય છે કે ઘોર કળયુગ છે અને માનવતા મરી પરવારી છે. આવી ઘટના તાજેતરમાં વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં બની છે.

આ ગામની ઘટના જાણી લોકોના મન પણ ધ્રુજી જાય છે. અહીં એક માતાએ દીકરીને જન્મ આપી અને તરછોડી દીધી હોવાનું સામે આવ્યું છે. મોક્સી ગામની અવાવરું જગ્યાએથી એક નવજાત બાળકી મળી આવી છે. આ બાળકીને જન્મ પછી તુરંત જ છોડી દેવામાં આવી હોય અને તેના પર કીડીઓ ચઢી ગઈ હતી.

image source

સીમમાં બાળકી પડી છે તે વાતની જાણ એક સ્થાનિકને થઈ અને પછી આ વાત વાયુવેગે ગામમાં ફેલાઈ ગઈ. નજરે જોનાર વ્યક્તિનું કહેવું છે કે વહેલી સવારે તેને બાળકીના કણસવાનો અવાજ સંભળાયો, તેણે આસપાસ જોયું તો ખબર પડી કે ઘરની નજીક આવેલા એક મકાનના ઓટલા પર એક બાળકી પડી છે.

image source

બાળકી પર કંઈ ઢાંકેલું પણ ન હતું, ન તો તેની નીચે કોઈ ગોદળી કે ન તો કપડું રાખ્યું, બાળકી સાવ નીચે પડી હતી અને તેની નાળ પણ શરીરથી છૂટી પાડી ન હોવાથી તેના શરીર પર કીડીઓ ચઢવા લાગી હતી. બાળકી કીડીના ચટકાથી કણસવા લાગી ત્યારે આસપાસના લોકોને આ વાત ધ્યાનમાં આવી.

image source

સ્થાનિક સેવાભાવીઓએ બાળકીને કપડાથી સાફ કરી અને 108ને જાણ કરી. બાળકીને 108 મારફતે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. આ અંગે સાવલી પોલીસને પણ જાણ કરી છે. પોલીસે હવે તપાસ હાથ ધરી છે કે બાળકને કોણે ત્યજી દીધી છે.

image source

છાશવારે અનેક વિસ્તારોમાં નવજાત બાળકીઓને ત્યજી દેવામાં આવે છે. આ પહેલા જો કે આવી ઘટના બનવાથી પ્રશ્ન એ થાય છે કે એવી કઠોર કાળજાની માતા કોણ હશે કે જે પોતાના ગર્ભમાં નવ માસ સુધી ઉછરેલી બાલકીને ત્યજી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત