ફેમિલીમાં 11 પોઝિટિવ છે, સુતા વેત જ વિચાર આવે કે સવારે બધા જીવતા તો હશું ને! પતિને કંઈ થશે તો બાળકો સાથે આત્મહત્યા કરીશ

હાલમાં માહોલ એવો છે કે લોકો કોરોના કરતાં ડરથી વધારે મરી રહ્યા છે. કારણ કે જેના પરિવારમાં કોરોના છે એ લોકો હાઈપર થઈ જાય છે અને દર્દીને પણ વધારે ટેન્શન થવા લાગે છે. ત્યારે માણસને અત્યારે માનસિક શાંતિની જરૂર ખુબ જ વધારે છે. ત્યારે હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની હેલ્પલાઈનની વાત કરીએ તો ત્યાં રિંગ પર રિંગ સતત 24 કલાક શરૂ જ રહે છે અને લોકો તેની આપવીતી કહે છે તેમજ પ્રશ્નો સંભળાવે છે.

image source

આ હેલ્પલાઈન પર લોકો ફોન કરીને એવું કહે છે કે અમે મનથી ભાંગી પડ્યા છીએ, અમને હિંમત આપો નહીંતર જીવન બદતર થઇ જશે. સાઇકોલોજીના નિષ્ણાતો માનસિક રીતે ભાંગી પડેલા લોકોનું નિયમિત કાઉન્સેલિંગ કરીને તેમને હિંમત આપી રહ્યા છે. તેથી આ નિષ્ણાંતો પણ ચારેકોર વાયરલ થઈ રહ્યા છે. જો અમુક કિસ્સા વિશે વાત કરીએ તો એક મહિલાએ હેલ્પલાઈનમાં ફોન કરી કહ્યું કે, મારા પતિ ક્યાંકથી વાંચી આવ્યા છે કે તમાકુના અર્કમાંથી વેક્સિન કે દવા બનશે, હવે તેમણે તમાકુ ખાવાનું શરૂ કરી દીધું છે અત્યાર સુધી તેમને કોઈ વ્યસન ન હતું. હવે એમને કેમ સમજાવવા?

image source

ત્યારે કંઈક આવો જ એક બીજો ગંભીર કિસ્સો સામે આવી રહ્યો છે કે બે ભાઈ વચ્ચે એક જ સંતાન છે મારા ભાઈને કોરોના થયો છે, ભાભી એમ જ રટ્યા કરે છે કે જો એમને કાંઈ થશે તો હું આ બાળક સાથે આત્મહત્યા કરીશ. આ કિસ્સો પણ વધારે ચર્ચાઈ રહ્યો છે કે 14 વ્યક્તિનું ફેમિલી છે, 11 જણા પોઝિટિવ છે કોઈ કોઈનું ધ્યાન રાખી શકીએ એમ નથી, રોજ રાત્રે સૂઈએ ત્યારે બધાને એમ જ વિચારો આવે છે કે સવારે બધા જીવતા તો હોઈશું ને? પ્લીઝ. અમારો ડર દૂર કરોને.

image source

તો વળી એક આવો પણ કિસ્સો છે કે મારા પપ્પા અને કાકા પોઝિટિવ છે. કાકાની હાલત ખરાબ છે. કહે છે કે, એસી ચાલુ કરો પંખામાંથી કોરોનાના લક્ષણ આવે છે. ડોક્ટરે એસીની ના પાડી. પંખો બંધ કરી દઈએ તો બીપીનો પ્રોબ્લેમ થાય છે. જ્યાં સુધી એસી ચાલુ ન કરીએ પંખો બંધ ન કરીએ ત્યાં સુધી જમે નહિ, દવા ન લે તો મારે શું કરવું? એક મહિલાનો કોલ આવે છે અને એ કહે છે કે સાહેબ હું ગર્ભવતી છું. અમે માંડ કરી ઘરનું ભરણપોષણ કરીએ છીએ. દવા પણ સિવિલમાંથી જ લેતી હતી. અત્યારે સિવિલમાં કોરોનાના દર્દી હોવાથી હું ત્યાં જઈ શકું એમ નથી. ઉપર રજૂઆત કરો ને કે એવી વ્યવસ્થા કરે કે જે વ્યક્તિ સિવિલમાં આવી રીતે દવા લે છે તેની બીજી જગ્યાએ વ્યવસ્થા કરી દે.

image source

એ જ રીતે એક ફોન આવે છે કે સાહેબ મારા પપ્પાની તબિયત બહુ ખરાબ છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. ડોક્ટર્સે કહ્યું જેટલી સારવારની જરૂર હતી તે આપી છે હવે તેમને સારવારની જરૂર નથી પણ તેઓ મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા છે. પપ્પા હવે દવા લેતા નથી, શ્વાસ લેવામા તકલીફ પડે છે, અઠવાડિયાથી સુતા નથી, છાતીમાં કફ છે. ખબર નથી પડતી શું કરવું અને કોની સલાહ લેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *