35 વર્ષ પછી પરિવારમાં દીકરીના જન્મના કારણે દાદાની ખુશી આસમાને, હેલિકોપ્ટર લઈને પહોંચ્યા રાજકુમારી લેવા

દીકરી વિશે એવું કહેવામાં આવે છે કે દીકરી એટલે પ્રેમનો સાગર. એ સૌને વ્હાલી લાગતી હોય છે. ઈશ્વરે દીકરીઓમાં જન્મથી જ મમતા તો છલોછલ ભરીને આપી હોય છે. તેના ઉછેરમાં તમે ધ્યાન આપો કે ન આપો પણ તેની અંદર જે વાત્સલ્ય છે તે તમને હંમેશા જોવા મળશે જે ઘરમાં બહેન હોય ત્યાના ભાઈઓમાં સંસ્કાર સીંચવાનુ કામ દીકરી જ કરે છે.

image source

ઘરની દીકરી જેટલા ત્યાગ આપે છે એટલુ કોઈ નથી આપતુ. ત્યારે હાલનો કિસ્સો પણ દીકરીના મહત્વ સમજાવવા માટે છે. બુધવારે રાજસ્થાનના નાગૌર જિલ્લાના ગામના એક વ્યક્તિએ તેની નવજાત પુત્રીને તેના મામાના ઘરેથી પોતાના ઘરે લાવવા હેલિકોપ્ટર ભાડે રાખ્યું હતું.

image source

વિગતે વાત કરવામાં આવે તો હનુમાન પ્રજાપતની પત્ની ચૂકા દેવીએ 3 માર્ચે તેમની પુત્રી રિયાને નાગૌર જિલ્લા હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. ત્યાંથી તે ડિલિવરીની સંભાળ રાખવા માટે બાળક સાથે હર્સોલાવ ગામમાં તેના માતાપિતાના ઘરે ગઈ હતી. પ્રજાપતે ન્યૂઝ એજન્સી પીટીઆઈને ફોન પર જણાવ્યું હતું કે, “અમે અમારી પુત્રી, અમારી રાજકુમારીનું આગમન ખૂબ જ ખાસ બનાવવા માગતા હતા અને તે બતાવવા માંગતા હતા કે હું મારા કુટુંબને કેટલો પ્રેમ કરું છું.” આ બન્ને ગામ વચ્ચે 40 કિલોમીટરનું અંતર છે. તે હેલિકોપ્ટરમાં 10 મિટિન જેટલો સમય લીધો હતો.

હેલિકોપ્ટરમાં હનુમાન અને તેના ત્રણ સંબંધીઓ સાથે પહેલા નિમ્બડી ચંદાવતાથી ઉડાન ભરી હતી. હર્સોલાવમાં લગભગ બે કલાક ગાળ્યા બાદ, પ્રજાપત અને અન્ય લોકો પત્ની અને પુત્રી સાથે ઘરે પાછા જવા માટે હેલિકોપ્ટરમાં સવાર થયા હતા અને લોકો જોતાં રહી ગયા હતા.

image source

પ્રજાપતે કહ્યું કે આ તેમના પિતા મદન લાલ કુમ્હારનો વિચાર છે, જે તેમના પૌત્રીના જન્મની ઉજવણી ખરા દિલથી કરવા માગતા હતા. તેણે કહ્યું, ‘મારા પિતા રિયાના જન્મથી ખૂબ જ ખુશ છે અને તેણે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવાની જીદ કરી. જ્યારે અમે અમારા ગામમાં ઉતર્યા ત્યારે પરિવારના અન્ય સભ્યોએ તેમનું સ્વાગત કર્યું. દાદા મદનલાલે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે પરિવારમાં અમારી 35 વર્ષ પછી એક પુત્રી આવી છે. તેથી અમે આ વ્યવસ્થા કરી છે. હું તેના તમામ સપના પૂરા કરીશ.

image source

ધોરણ 10 સુધી ભણેલા પ્રજાપતે કહ્યું કે છોકરીઓ અને છોકરાઓને લોકોએ સમાન રીતે સ્વીકારવા જોઈએ અને સપના પુરા કરવા જોઈએ. પિતાએ કહ્યું કે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો કોઈ બાળકીના જન્મની ઉજવણી કરતા નથી. પરંતુ મારું માનવું છે કે છોકરી અને છોકરા વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. હું મારી દીકરીને ભણાવીશ અને તેના બધા સપના પૂરા કરીશ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!