આણંદના ડૉક્ટર આ પરિવાર માટે બન્યાં ફરિસ્તા, 18 દિવસથી મોત સામે ઝઝૂમતા નવજાત બાળકને નવજીવન આપ્યું

આપણે અનાદિકાળથી સાંભળતા આવ્યા છીએ કે ડોક્ટર ભગવાન સમાન છે. માત્ર સાંભળીએ એવું પણ નથી, આપણે આ પહેલાં પણ ઘણા આવા કિસ્સા પણ જોયા છે. ત્યારે હવે આણંદમાંથી પણ એક જોરદાર કેસ સામે આવ્યો છે અને કોક્ટર ભગવાન સાબિત થયા છે. તો આવો વિગતે વાત કરીએ આ કેસ વિશે. બન્યું કંઈક એવું કે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફેલેમેટરી સિન્ડ્રોમ ઓફ ન્યૂ બોર્ન પીડિત બાળકને આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. એક નહીં અનેક ગંભીર બિમારીથી પીડાતા બાળકને શ્વાસ લેવામાં મોટી તકલીફ હતી તેમજ તેના લિવર, હૃદય અને કિડનીના રિપોર્ટ પણ ખુબ જ ચિંતાજનક હતા.

આ કેસમાં સારા સમાચાર એ છે કે આટલી બિમારી હોવા છતાં આ ગંભીર અને દયાજનક પરિસ્થિતિમાં હોસ્પિટલની સારવાર, સંભાળ, ડોક્ટર્સનું અનુભવ જ્ઞાન અને પરિવારની પ્રાર્થના ફળી અને બાળક 18 દિવસે માતાના ખોળામાં પહોંચ્યું છે. અને નિરામય થયું છે. મળતી માહિતી પ્રમાણે નડિયાદના મધ્યમવર્ગીય પરિવારની પુત્રવધૂ નિર્મિતા અખાજા લગ્ન બાદ બે દીકરીનું સુખ પ્રાપ્ત થયું હતું. લગ્નના આઠ વર્ષ બાદ તે ત્રીજી વખત ગર્ભવતી પણ બની હતી. પરંતુ બન્યું એવું કે નિર્મિતાને પ્રસવ પીડા થતાં તેને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ દરમિયાન તેણે પુત્રને જન્મ આપ્યો અને પરિવારને ખુશીનો પાર ન રહ્યો.

image source

આખા પરિવારને બસ વારસદાર મળ્યો એની ખુશી હતી પરંતુ ક્ષણમાં જ આ ખુશી ભાંગતી જોવા મળી હતી. ખુશીઓનો શ્વાસ રૂંધાયો હોય એવો માહોલ ઉભો થયો હતો. પરિસ્થિતિ કંઈક એવી થઈ ગઈ હતી કે પરિવારજનો પર ચિંતા અને ભયનાં વાદળો ઘેરાતાં પ્રાર્થના શરૂ થઈ અને દીકરાને ડોકટર્સના ભરોષે નડિયાદથી ટ્રાન્સફર લઈ આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નિર્મિતાની નણંદ હિના ચૂડાસમાનએ જણાવ્યું હતું કે 20 એપ્રિલ 2021 ના રોજ જે દરમ્યાન ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે દીકરાની સ્થિતિ ગંભીરથી અતિ ગંભીર છે. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

image source

હિનાએ આગળ વાત કરતાં જણાવ્યું કે ડોક્ટરે પણ અમને વાત કરી હતી કે વેન્ટિલેટર સહિતની આધુનિક સારવાર ત્વરિત મળી રહે એ માટે સમયનો વિલંબ કર્યા વગર પહોંચવાનું છે. અમને કોઈને કંઈ જ વિચાર આવતો ન હતો અને બધા જ ભાંગી પડ્યા હતા. ત્યારે પરિસ્થિતિ ખરેખર એવી હતી કે બાળકને પરમાત્મા કે કોઈ ચમત્કાર બચાવી શકે. પછી અમે લોકોએ આણંદ આકાંક્ષા હોસ્પિટલમાં જવાનું વિચાર્યું અને ત્યાં ગયા. આ આકાંક્ષા હોસ્પિટલમાં નવજાત બાળકની સારવારનાં નિષ્ણાત ડો.બિરાજ ઠક્કરે સમગ્ર વાત કરી કે નવજાત શિશુને અહીં દાખલ કરાયું ત્યારે તે મોત સામે ઝઝૂમી રહ્યું હતું. આ પડકારજનક સ્થિતિમાં નવજાત શિશુને શ્વાસ લેવામાં તકલીફ, હૃદયનું પંપિંગ પણ ઓછું અને જે કારણે બ્લડપ્રેશર ઓછું જણાતાં તેને તાત્કાલિક વેન્ટિલેટર પર લઈ સારવાર શરૂ કરી હતી.

આ સાથે જ ડોક્ટર બિરાજે કહ્યું કે વધુ તપાસ અને મેડિકલ રિપોર્ટમાં એસિડની માત્રા વધારે હતી અને લિવર તેમજ કિડની રિપોર્ટ પણ અતિ ગંભીર આવ્યા હતા અને પરિસ્થિતિ વધારે ગંભીર થતી જતી હતી. આ પરિસ્થિતિમાં બાળકને કોરોનાની શક્યતા પણ જોવા મળતી હતી. જો કે પ્રસૂતિ સમયે માતાના કોવિડ રિપોર્ટ નેગેટિવ હતા એટલે ચિંતા જેવું નહોતું. છતાં પણ અમે અહીં ફરી વખત માતાના કોવિડ રિપોર્ટ કરાવ્યા તો એ પણ નેગેટિવ આવ્યો હતો.

image source

ડો.બિરાજનું કહેવું છે કે જ્યારે બાળકનો રિપોર્ટ કર્યો એ પણ નેગેટિવ આવ્યો ત્યારે કયો રોગ છે એ જાણવું ખુબ જ અઘરું થી ગયું. આ પરિસ્થિતિમાં બ્લડના તમામ રિપોર્ટ કરાવ્યા, જેમાં ચોંકાવનારી સ્થિતિ જણાઈ આવી હતી. આ વિગત કંઈક એવી હતી કે 20 એપ્રિલ 2021 ના રોજ જન્મેલ નવજાત શિશુનું ડિડાઈમર 21000થી વધુ હતું, પ્રોબીએનપી 9000થી વધુ હતું.

આ પરિસ્થિતિમાં શિશુના એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યા એ પોઝિટિવ આવ્યા હતા. જે દ્વારા તારણ કાઢ્યું કે બાળકના ગર્ભકાળ દરમિયાન માતાને કોરોના સંક્રમણ થયું હોય અને જે એન્ટિબોડી ગર્ભમાં રહેલા બાળકને પહોંચ્યા અને તેની કિડની, હૃદય અને લિવરની પથારી ફેરવી નાંખી હશે. આ રોગ પકડી બિરાજે પોતાના અભ્યાસ અને અનુભવ-જ્ઞાન મુજબ નવજાત શિશુને વધુ નુકસાન ન થાય એ તકેદારી રાખી.

image source

પછીની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો ડોક્ટરે પરિવારજનોને પ્રત્યેક પરિસ્થિતિ અવગત કરી જોખમપૂર્વક સારવાર હાથ ધરી હતી. વેન્ટિલેટર પર જરૂરી ઈન્જેકશન અને દવાઓથી ચમત્કારિક પરિણામ મળ્યું અને 8 દિવસે બાળકને વેન્ટિલેટરથી દૂર કરવામાં આવ્યું હતું. એ બાદ ઓક્સિજન સપોર્ટ પર સારવાર બાદ 18મા દિવસે બાળકને તેની માતાના ખોળામાં રમતું મૂક્યું હતુ. બાળક સાજા થયા બાદ આ અંગે નવજાત શિશુની માતા નિર્મિતા અખાજાએ જણાવ્યું હતું કે મારા માટે આ ડોક્ટર જ ભગવાન છે.

હું મારા બાળકને જોવા માટે તડપી રહી હતી. પરિવારજનોએ આ કપરી પરિસ્થિતિ તેના ચહેરે લાવા દીધી નહોતી. ડોક્ટરે 18 દિવસ બાદ મારા પુત્રને હસતો-ખેલતો મારા ખોળે મૂક્યો. એ દિવસ દુનિયાનો શ્રેષ્ઠ દિવસ હતો. ત્યારે હવે આ કેસ ભારે ચર્ચાઈ રહ્યો છે અને ડોક્ટર બિરાજના ચારેકોર વખાણ કરવામાં આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!