લો બોલો, પરિવારજનોંએ યુવતીના કર્યા અંતિમ સંસ્કાર, અને પછી થયુ…ભૂલથી પણ રાત્રીના સમયે ના વાંચતા ‘આ’, કારણકે…

ચોંકાવનારો કિસ્સો!પરિવારજનોએ યુવતીના કરી દીધા હતા અંતિમ સંસ્કાર, પછી શું થયું જાણો

ગુજરાત વિધાનસભામાં સરકારે ગુજરાતમાં મહિલાઓ સાથે થતાં દુષ્કર્મોની સંખ્યા જાહેર કરી છે, જે ચિંતાજનક છે. સરકારે જાહેર કરેલી માહિતીને આધારે વિપક્ષે સરકારને આડે હાથે લેતાં કહ્યું કે “ગુજરાતમાં દર સાડા ચાર કલાકે એક દુષ્કર્મ થાય છે. ગુજરાત સરકારના ગૃહવિભાગે રજૂ કરેલા આંકડા મુજબ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ વર્ષે મહિલાઓ સાથે દુષ્કર્મની ૧૯૯૩ ઘટનાઓ ઘટી છે.

image source

ગુજરાતના મુખ્ય મંત્રીના વિધાનસભા ક્ષેત્ર રાજકોટમાં છેલ્લા બે મહિનામાં બળાત્કારની ૫ ઘટનાઓ ઘટી છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં દુષ્કર્મના કેસ વધવા પાછળનું કારણ મફત અને સસ્તું મળતું ઇન્ટરનેટ છે.

image source

ઘણા કિસ્સામાં જોયું છે કે દુષ્કર્મ કરનાર આરોપીમાં મનોવિકૃતિ આવવા પાછળનું મુખ્ય કારણ પોર્નસાઇટ પણ છે. ગામડાઓમાં દુષ્કર્મનું પ્રમાણ પહેલાં ઓછું હતું. પણ હવે ત્યાં પણ વધી રહ્યું છે. આ પાછળનું મુખ્ય કારણ પોર્નસાઇટ છે, સરકાર ભલે પોર્નસાઇટ બંધ કરવાનો દાવો કરે છે પણ આવી સાઇટને કારણે કેસ વધુ બને છે.

image source

દુષ્કર્મ અને હત્યાના જે મામલામાં પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી હતી એ મામલામાં પોલીસ સમક્ષ મૃતક યુવતીનો વીડિયો આવી ગયો છે જેમાં યુવતી પોતે જીવતી હોવાની વાત કરી રહી છે. આ ચોંકાવનારો મામલો બિહારના વૈશાલી જિલ્લાનો છે. વૈશાલી જિલ્લાના રહિમાપુરમાં ગત ૨૨ ઓગસ્ટે બાકરપુરના રહેવાસી પિતાએ પોતાની પુત્રીના અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી.

image source

બીજા દિવસે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો જેમાં રેપ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. મૃતદેહની ઓળખ મીટાવી દેવા માટે મૃતદેહને તેજાબથી સળગાવી દેવામાં આવ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ પોલીસ હત્યાની ફરિયાદ દાખલ કરી શોધખોળમાં લાગી ગઇ હતી. પરંતુ આ મામલામાં જે મેનકાની લાશ જપ્ત કરી પોલીસ અપહરણ અને હત્યાની તપાસ કરી રહી હતી તે મેનકાએ એક વીડિયો જાહેર કરી પોતે જીવતી હોવાની વાત કહી.

image source

પોલીસે જે મેનકાનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યાની ફરિયાદ દાખલ કરી હતી તેના પરિવારજનોએ અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. એ યુવતી હવે ૧૦ દિવસ બાદ સામે આવી છે. વીડિયોમાં યુવતી મેનકાએ સ્પષ્ટ કર્યું છે કે તેણે પોતાની મરજીથી ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા છે અને તેના પિતા અને પરિવારજનોએ ખોટો કેસ બનાવવા માટે હત્યાનો કેસ બનાવ્યો છે. યુવતીએ વીડિયોમાં જણાવ્યું કે તેણે પોતાના પરિવારજનોને પણ ફોન કરી જણાવ્યું કે હું જીવતી છું પરંતુ એ લોકોએ કેસ કરી દીધો અને મારા અંતિમ સંસ્કાર પણ કરી દીધા.

image source

હવે મૃતક યુવતીની સામે આવવું અને તેની જુબાની આપ્યા બાદ પોલીસ ફરી એકવાર મુંઝવણમાં આવી ગઈ છે. યુવતીનું અપહરણ કેસ દાખલ કરવાની સાથે તેનો મૃતદેહ પણ મળ્યો હતો. પોલીસ અત્યાર સુધી એ શબને મેનકાની લાશ સમજીને જ તપાસ કરી રહી હતી. પોલીસ હવે સમગ્ર મામલે શરૂઆતથી તપાસ કરી હકિકત જાણવાનો પ્રયાસ કરી રહી છે. ઘણીવાર દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા સામાજિક દબાણને કારણે કેસ પાછા ખેંચી લે છે. ન્યાયિક પ્રક્રિયામાં ઢીલાશને કારણે અને સામાજિક ત્રાસને કારણે પણ મહિલાઓ આવા કેસ પાછા ખેંચે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત