શું તમને ખબર છે ફેક્ટરીમાં કેવી રીતે બને છે પારલે જી, જાણો તમે પણ આ આખી પ્રોસેસ વિશે

ફેકટરીમાં કેવી રીતે બને છે પારલે જી? જાણો બિસ્કિટ બનાવવાની આખી પ્રોસેસ

image source

સવારની ચા હોય, મન ઉદાસ હોય, થોડી થોડી ભુખ લાગી હોય કે પછી ખાવાનું કોઈ બહાનું જોઈતું હોય તો પારલે જી બિસ્કિટ એ સૌથી બેસ્ટ ઓપશન છે. લોકડાઉનમાં સૌથી વધુ વેચાયેલ આ બિસ્કીટે 80 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પણ શું તમને ખબર છે કે ચાના કપ સુધી પહોંચતા પહેલા બિસ્કિટને ક્યાં ક્યાંથી પસાર થવું પડે છે.

અમારો કેવાનો અર્થ એ છે કે તમારા મનગમતા આ બિસ્કિટ કેવી રીતે બને છે.પારલે જી બિસ્કિટ બનાવવા માટે ઘઉંનો લોટ, ખાંડ અને એડીબલ ઓઇલની જરૂર પડે છે. સૌથી પહેલા ઘઉંના લોટ અને ખાંડને ચાળીને અલગ કરી લો. એ પછી એક ટેન્કમાં ઘઉંનો લોટ, પાણી, ઓઇલ અને ખાંડને મિક્સ કરવા આવે છે.

image source

મોટા મોટા મશીનોમાં આ મિક્સર ફક્ત 90 સેકન્ડ બનીને તૈયાર થઈ જાય છે. હવે બનાવેલા આ મિશ્રણને મોલ્ડીંગ સેક્સનમાં મોકલવામાં આવે છે. જ્યાં 28થી 32 ડીગ્રી તાપમાનની વચ્ચે મેઈન્ટેન કરવામાં આવે છે. પછી આ બિસ્કિટને પારલે જી બિસ્કિટનો આકાર આપવા માટે મોકલવામાં આવે છે.એક રોલર એકવારમાં 384 બિસ્કિટ બનાવે છે.

image source

એ પછી 120થી 240 ડીગ્રી તાપમાન પર આ બિસ્કિટને બેક કરવામાં આવે છે. પછી 7થી 8 મિનિટ સુધી નોર્મલ ટેમ્પરેચર પર રાખી ઠંડા કરવામાં આવે છે. એ પછી આ બિસ્કિટને પેક કરવામાં આવે છે અને માર્કેટમાં વેચવામાં આવે છે. અને ત્યાંથી સીધા જ તમારી ડીશમાં.

ગયા વર્ષે પારલે જી પ્રોડક્ટ્સના કેટેગરી હેડ મયંક શાહે એક બયાન આપીને બધાને હેરાન કરી દીધા હતા. મયંક શાહે કહ્યું હતું કે પારલે જીનું વેચાણ ઘટી રહ્યું છે અને એની અસર પ્રોડક્શન પર પણ પડી રહી છે. એવામાં સંજોગોને જોતા કંપની આવનાર દિવસોમાં 10 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે. મયંકે એ સમયે કહ્યું હતું કે GST લાગુ થવાના કારણે સ્થિતિ વણસી ગઈ છે. એમને એમ પણ કહ્યું હતું કે મંદીના કારણે ગ્રાહકો બિસ્કિટ ખરીદતા પહેલા બે વાર વિચાર કરી રહ્યા છે.

image source

કોરોના વાયરસ પર ભારે પડ્યા પારલે જી.

પારલે જી એના સ્વાદ અને ઓછી કિંમતના કારણે ઘણા જ લોકપ્રિય બિસ્કિટ રહ્યા છે. એવામાં આ દેશમાં સૌથી વધુ વેચાતા બિસ્કિટમાંથી એક છે. અહીંયા ખાસ વાત એ છે કે પારલે જી બિસ્કિટનું વેચાણ એ સમયમાં વધ્યું જ્યારે કોરોના વાયરસનો પ્રકોપ આખી દુનિયાના બધા જ કારોબારને જમીન પર લાવી દીધા છે.

source : asianetnews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત