તમારો પાર્ટનર મિત્ર કે સખી પ્રત્યે આકર્ષાય ત્યારે આ ટ્રિકથી જાણી લો સાચી હકીકત વિશે

શું તમારો સાથી તમારા મિત્ર કે સહેલી સાથે વધારે વાતો કરે છે ? તો આ રીતે જાણો સાચી હકીકત

image source

શું તમારો મિત્ર તમારા સાથીમાં જરૂર કરતાં વધારે જ રસ લઈ રહ્યો કે લઈ રહી છે ? કે પછી તેનાથી ઉલટું છે એટલે કે તમારો સાથી તમારા મિત્ર કે તમારી સહેલીમાં વધારે રસ લઈ રહ્યો છે ? જો તમને ક્યારેય પણ આવી કોઈ શંકા જાય તો અમે તમને જણાવીએ કે તમારે સાચી હકીકતો જાણવા શું કરવું જોઈએ ? જેથી કરીને તમારા સંબંધો પણ ન જોખમાય અને તમે હકીકતો પણ જાણી શકો.

આપણા જીવનમાં જેટલું જ આપણા જીવનસાથીનું મહત્ત્વ છે તેના જેટલું અથવા તો તેના કરતાં થોડું ઓછું આપણા મિત્ર કે સહેલીનું પણ મહત્ત્વ છે. અને ઘણીવાર આ મહત્ત્વ આપણા નજીકના સંબંધો કરાતં પણ વધી જાય છે. વર્ષોની મિત્રતા બાદ સંબંધો કુટુંબ જેવા બની જાય છે. અને આવા મિત્રો કે સહેલીઓ પર તમે આંખમીચીને વિશ્વાસ કરતા હોવ છો.

image source

તમારી અંગત વાતો તમે તેની સાથે શેર કરતા હોવ છો. અને એ સ્વાભાવિક છે કે આપણા આટલી નજીકના મિત્રો આપણા પાર્ટનરના પણ મિત્ર બની જાય. અને તેમાં કશું જ ખોટું નથી, પણ મુશ્કેલીઓ ત્યારે ઉભી થાય છે જ્યારે તમારો મિત્ર કે તમારી સહેલી તમારા પાર્ટનરમાં રસ લેવા લાગે અથવા તો તમારો પાર્ટનર તમારા મિત્ર કે તમારી સહેલીમાં જરૂર કરતાં વધારે રસ લેવા લાગે. જો તમે વાસ્વતમાં જાણવા માગતા હોવ કે તમારી આ શંકા નિર્થક છે કે નહીં તે જાણવા તમે આ ઉપાયો કરી શકો છો.

મિત્ર કે સહેલી વિષે વધારે વાત કરવી

image source

બની શકે કે તમે કદાચ અત્યાર સુધી આ બાબત પર ધ્યાન ન આપ્યું હોય પણ જો તમારો પાર્ટનર તમારા મિત્ર કે સહેલી વિષે વધારે વાત કરતો હોય તો તે એક ગંભીર બાબત તરફ ઇશારો કરે છે. જો તમારો પાર્ટનર તમારા મિત્ર કે સહેલીમાં રસ ધરાવતો હશે તો તે વારંવાર એવા મુદ્દા પર ચર્ચા કરશે જેમાં તમારા મિત્ર કે સહેલીનો પણ ઉલ્લેખ થતો હોય.

પાર્ટનર મિત્ર કે સખી પ્રત્યે આકર્ષાય

image source

જો તમે ઘણા લાંબા સમયથી તમારા મિત્ર તેમજ પાર્ટનર વચ્ચેના ગાઢ સંબંધને જોતા આવતા હોવ તો તમારે તે વિષે તો તમારા મિત્ર કે સહેલી સાથે વાત કરવી જોઈએ. પણ તમારે એ વાતનુ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું ધ્યાન તમારા પાર્ટનર પર હોય અને આવી સ્થિતિ ઉભી થવાના કારણ પર હોય. જો સંબંધ નવો હોય તો બની શકે કે તમારો પાર્ટનર તે બાબતે ગંભીર ન હોય અને તે પોતે પણ સંબંધોને લઈને એટલો પરિપક્વ ન હોય. કોઈપણ સ્થિતિમાં વાતને સમજવાનો પ્રયાસ કરો અને તે વિષે તમારા પાર્ટનર સાથે પણ શાંત મગજે વાત કરો.

જ્યારે મિત્ર કે સખી પાત્ર પ્રત્યે આકર્ષાય

image source

તે વિષે તમારે તમારા મિત્ર કે સખી સાથે વાત કરવી જોઈએ. અને તેમ છતાં પણ જો તે તમારા પાર્ટનર સાથે મળવાનું ચાલું રાખે તો તેને ઘરે બોલાવવા કે તમારા પાર્ટનર આસપાસ ફરકવા ન દો પછી ભલે તમારે તમારી મિત્રતા કેમ ન તોડવી પડે. જો કે તેમ કરવાથી વાત શાંત નહીં થાય. પણ તે વિષે બન્ને પાર્ટનરે વાત કરવી જોઈએ અને સંજોગો માટે તૈયાર રહેવું જોઈએ. આવી સ્થિતમાં એકબીજા સાથેની વાતચિત ખુબ જરૂરી છે. કોઈ પણ સંજોગોમાં ગુસ્સો, અણગમો, અબોલા તો તમારે કરવાના જ નથી.

મિત્ર કે સહેલીની હાજરીમાં તમારી અવગણના થવી

image source

જો તમારો પાર્ટનર તમારા મિત્ર કે સહેલીની હાજરીમાં તમારી સાથે સંપર્ક કરવાનું ટાળતો હોય, તો આ ખરેખર એક ચિંતાની બાબત છે. જો તમારો પાર્ટનર તમારા મિત્ર કે સહેલીન હાજરીમાં તમારા પ્રત્યે રોમાંસ કે પછી સ્પર્શ કરવાથી બચતો હોય જે પેહલાં તમારી વચ્ચે સ્વાભાવિક હોય તો આ એક ચેતવણીરૂપ બાબત છે.

બહાર જાઓ ત્યારે તમારા પાર્ટનરને પણ સાથે લાવવાનો આગ્રહ કરે

image source

એવા લોકો જે પોતાના મિત્રના પાર્ટનરમાં રસ ધરાવતા હોય છે તે હંમેશા એવો પ્રયાસ કરે છે કે તે કોઈ પણ સંજોગોમાં તેમની પ્રિય વ્યક્તિને પોતાની સાથે રાખે. મનોવૈજ્ઞાનિક જણાવે છે કે જો દરેક આઉટિંગમાં તમારો મિત્ર વારંવાર તમારા પાર્ટનરને પણ સાથે રાખવાની વાત કરે તો તમારે સમજી જવું જોઈએ કે તેને તમારા પાર્ટનરમાં વધારે રસ છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ઇનવીટેશન તમારા પહેલાં તમારા પાર્ટનરને જ આપી દેવામાં આવે. જેથી કરીને તે જાણી શકે કે જે તે દિવસે તે આવી શકે તેમ છે કે નહીં. અથવા તો એકવાર તે હા પાડી દે પછી જ તમને ઇનવાઈટ કરવામાં આવે.

અનહદ વખાણ કરવા

image source

જો તમારો પાર્ટનર તમારા મિત્ર કે સહેલીના અનહદ વખાણ કરે તો તમારે ચેતી જવું જોઈએ. મનોવૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે જોતમે તમારા મિત્ર કે સહેલી પ્રત્યે તમારા પાર્ટનરને વધારે પડતાં જ ઝૂકેલા જુઓ તો તમારે નક્કર નિર્ણયલ લેવો જોઈએ. આવા વખાણો તેમની સુંદરતા વિષે હોઈ શકે છે તો ક્યારેક પર્સનાલીટીના પણ હેઈ શકે છે. જો આવું હોય તો સમજવું કે તમારો પાર્ટનર તમારા મિત્ર કે સહેલીનો ઉંડા સ્તરે સાથ ઇચ્છે છે.

જ્યારે તમારા સાથી અને મિત્ર સાથેની વાતચીતો વધવા લાગે

image source

તમારા પાર્ટનર અને તમારા મિત્ર કે સહેલી વચ્ચે ગમે તેટલું બોન્ડિંગ કેમ ન હોય, તે જો એક હદ કરતાં વધારે નજીક આવે તો તે બન્ને ભેગા મળીને નિર્ણય લે છે, અને બની શકે કે તેમ થવાથી ભવિષ્યમાં પરિસ્થિતિ બગડે. મનોવૈજ્ઞાનિકનું કહેવું છે કે જો તમે તમારા પાર્ટનર સાતે ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ કરી રહ્યા હોવ અને તમારો પાર્ટનર જીદ કરે કે તમારો બેસ્ટ ફ્રેન્ડ પણ તમારી સાથે આવે ત્યારે તમારે તે વિષે વિચારવું જોઈએ. જ્યારે વગર આમંત્રણે તમારો મિત્ર કે સહેલી તમે જ્યાં હોવ ત્યાં આવી જાય ત્યારે પણ તમારે તે બાબતને અવગણવી જોઈએ નહીં, તમારે ચેતી જવું જોઈએ.

જ્યારે મિત્ર પાર્ટનરમાં રસ દાખવે – વધારે પડતો ઉત્સાહ દર્શાવે

image source

જ્યારે તમારો કોઈ મિત્ર કે તમારી કોઈ સખી તમારા પાર્ટનરમાં જરૂર કરતાં વધારે રસ દાખવે તો બની શકે કે તે તમારા સંબંધને લઈને અત્યંત ઉત્સાહિત હોય. મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવા સંજોગોમાં મિત્ર ખાસ પ્રકારની કોમેન્ટ વારંવાર કરતાં સાંભળવા મળશે. જેમ કે તમે ખૂબ જ સારા કપલ છો, તમે બન્ને એક સાથે ખૂબ સારા લાગો છો. આ પ્રકારની કમેન્ટ તે એટલા માટે કરે છે કારણ કે તે તમારા પાર્ટનર પ્રત્યેની તેની લાગણીને છૂપાવવા માગે છે. ઘણી વાર તે એવો વ્વયહાર કરવા લાગે છે જાણે કે તે તમારો નહીં પણ તમારા પાર્ટનરનો નજીકનો મિત્ર હોય અને તમને જે રીતે સપોર્ટ કરતો હોય તે રીતે તેને સપોર્ટ કરવા લાગે.

અનઅપેક્ષિત વ્યવહાર

image source

બની શકે કે તમારું ધ્યાન બીજે ભટકાવવા માટે તમારો મિત્ર કે સહેલી તમારી અપેક્ષા બહારનો વ્યવહાર કરે. મનોવૈજ્ઞાનિક કહે છે કે આવી વ્યક્તિ તમારા જીવન સાથી સાથે કોઈપણ પ્રકારના શારીરિક સંપર્કમાં આવવાથી બચવાનો પ્રયાસ કરે છે. બની શકે કે આવો મિત્ર રેસ્ટોરન્ટ કે સિનેમાઘરમાં તમારા પાર્ટનર સાથે બેસવા ન ઇચ્છે. સોશિયલ મિડિયા પર પણ એ પ્રયાસ કરે કે તમારા પાર્ટનરની પોસ્ટને તે લાઈક ન કરે અથવા તો તેના પર કોઈ કમેન્ટ ન કરે જેથી કરીને તેના પર તમને શંકા ન જાય.

તમને ખોટી સલાહો આપે

image source

કારણ કે તમારો મિત્ર કે સહેલી તમારા સાથીમાં રસ ધરાવતા હોય તો બની શકે કે તમને તેવી સલાહ આપે કે જે તમારા હિતની વિરુદ્ધ હોય અથવા તો તમારા પાર્ટનરના હક્કમાં હોય. એટલી હદે પણ તમારો મિત્ર કે સહેલી તમને સલાહ આપી શકે કે તમારે તમારા પાર્ટનરને છોડી દેવો જોઈએ.