Site icon News Gujarat

ઓહ બાપ રે: અમદાવાદમાથી ઝડપાયા AK47ના પાર્ટસ, જાણો કઈ જગ્યાએ અને શા માટે બનતા હતા

અમદાવાદમાં AK 47ના પાર્ટ્સ બનાવનાર ઝડપાયા છે. જેમાં વિદેશી નાગરિક સાથે અમદાવાદના એકની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ક્રાઈમ બ્રાન્ચે AK 47ના 22 પાર્ટ્સ કબ્જે કર્યા છે. જેમાં યમનનો અબ્દુલ અઝીઝ મુંબઈ અભ્યાસ માટે આવ્યો હતો. તેથી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલામાંથી એક શખ્સ વિદેશી છે. વિદેશી નાગરિક સાથે અમદાવાદના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. યમનનો અબ્દુલ અઝીઝ મુંબઇ અભ્યાસ માટે આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે હાલતો 2 આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે AK -47 ના એક બે નહીં પરંતુ 22 પાર્ટસ કબ્જે કર્યા છે. પોલીસ તપાસમાં વધુ ખુલાસાઓ સામે આવે તેવી શક્યતાઓ છે.

Exit mobile version