Site icon News Gujarat

શરીરની આટલી સમસ્યાઓને ચપટીમાં ખતમ કરી નાખે છે પરવળ, જાણો તમે પણ આટલા બધા ફાયદાઓ વિશે

શાકમાં અનેક એવા શાક છે જે આપણને ભાગ્યે જ ભાવે છે અને કેટલાક એવા હોય છે જે ખૂબ જ પ્રિય હોય છે. ભીંડા, બટાકા વગેરે એવા શાક છે જે ભાગ્યે જ કોઈને ન ભાવતા હોય અને સાથે જ કારેલા, કંકોડા, બીટ, પરવર, ટીંડોળા વગેરે એવા શાક છે જે ભાગ્યે જ કોઈને ભાવતા હશે. પણ જો તમે આજે અહીં આપેલા પરવળના ફાયદાને જાણી લેશો તો તમે પણ તેને ખાવા લાગશો.

image soucre

લીલા રંગના પરવળના ગુણોની વાત કરીએ તો આયુર્વેદિક શાકની ગણતરીમાં આવે છે. તેના ગુણ વિશે અનેક લોકો જાણતા હોતા નથી. તેમાં અનેક વિટામિન્સ, મિનરલ્સ વગેરે મળે છે. તેનાથી હેલ્થને પણ અનેક ગણા ફાયદા થાય છે. તેમાં વિટામિન એ, વિટામિન બી1, બી2, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા અનેક પોષક તત્વો મળી રહે છે. તેનો મૂત્ર સંબંધી સમસ્યાઓ અને ડાયાબિટિસની સારવારમાં મુખ્ય રીતે ઉપયોગ કરાય છે. આ સિવાય તેને કબજિયાત, સ્કીન પ્રોબ્લેમ્સ, પાચન સંબંધી તકલીફ, પ્રોબ્લેમ્સ, એજિંગ, કમળોની સમસ્યામાં પણ રાહત આપે છે. તો જાણો પરવળ ખાવાના શું છે ફાયદા.

લોહીને કરે છે સાફ

image soucre

બ્લડ પ્યૂરીફાઈ કરવામાં પરવળ ઉપયોગી છે. આયુર્વેદ અનુસાર શરીરના લોહીને સાફ કરવામાં મદદ કરે છે અને સ્કીનની દેખરેખ કરે છે. શરીરમાં લોહીની સફાઈ કરવાનું જરૂરી હોય છે તેનાથી અનેક પ્રકારની બીમારીથી બચાવ થઈ શકે છે. એવામાં પરવળ બ્લડને સાફ તો કરે છે અને સાથે લોહીના પ્રભાવને પણ સારું રાખે છે.

પાચન સુધારે છે

imag soucre

પરવળમાં ભરપૂર ફાઈબર હોય છે અને તેનાથી પાચન સારું રહે છે. આ ગેસ્ટ્રોઈન્ટસ્ટાઈનલ અને લિવરની સમસ્યામાં મદદ કરે છે. તેના રેગ્યુલર સેવનથી પાચનતંત્ર સારુ રહે છે.

એજિંગને કરે છે નિયંત્રિત

image soucre

પરવળમાં એન્ટી ઓક્સીડન્ટ, વિટામીન એ અને વિટામિન સી રહેલું હોય છે. તે ફ્રી રેડિકલ્સના ગુણને નિયંત્રિત રાખે છે અને સાથે જ એજિંગની પ્રક્રિયાને ઓછી કરે છે.

કબજિયાત કરે છે દૂર

image soucre

જો તમારા ઈન્ટસ્ટાઈનમાં વધારે અપશિષ્ટ પદાર્થ રહે છો તો તે અનેક બીમારીનું કારણ બને છે. તેના માટે તેને હળવાશમાં ન લો. તમે કબજિયાત સામે લડી રહ્યા છો તો પરવળના બીજ કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.

બ્લડ શુગરને કરે છે કંટ્રોલ

image soucre

બ્લડ શુગર એક લાઈફ સ્ટાઈલ અને વંશાનુગત બીમારી છે, ખાનપાનમાં ફેરફાર લાવીને તેને કંટ્રોલમાં રાખી શકાય છે. જ્યારે પરવળ બનાવો છો તો તેના બીજને ફેંકો નહીં. તેને ખાઓ. તે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે.

વજન ઘટાડે છે

image soucre

પરવળમાં કેલેરી વધારે ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે. જો તમે નિયમિત પરવળનું સેવન કરો છો તો તમારું વજન વધશે નહીં. તમારું પેટ ભરેલું રહેશે અને ભૂખ જલ્દી લાગશે નહીં. આ ફૂડ ક્રેવિંગને પણ ખતમ કરે છે.

ઈમ્યુનિટી વધારે છે

આયુર્વેદ અનુસાર પરવળ ઇમ્યુનિટી વધારે છે. આ સીઝનમાં થનારા ફ્લૂ અને ઠંડીથી તમને બચાવે છે.

કમળામાં કરે છે ફાયદો

image soucre

લિવરને માટે ફાયદો કરે છે. કમળામાં પણ રાહત આપે છે. તે લિવરની કાર્યક્ષમતા વધારે છે અને પાચનતંત્રમાં સુધારો કરે છે.

જાણો અન્ય ઉપયોગ અને ઉપયોગની રીત

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version