પશુ-પક્ષીને ખોરાક આપવાથી જીવનની આ જટીલ સમસ્યા થશે દૂર, જાણો કયા પ્રાણીને કઈ વસ્તુ ખવડાવવી છે શુભ

આ દુનિયામાં ફક્ત લોકો નથી વસતાં, આ વિશ્વ માણસ સાથે પશુ, પક્ષીઓ માટે પણ છે. આપણી આસપાસ કરોડોની સંખ્યામાં અનેક પ્રકારના પ્રાણીઓ આ રહે છે. તેમાંથી મોટાભાગના પ્રાણીઓ જંગલમાં વસવાટ કરે છે પરંતુ તે સિવાયના કેટલાક પ્રાણીઓ છે જે માનવ વસ્તી સાથે રહેવા ટેવાયેલા છે. તેમાથી પણ કેટલાક પ્રાણી જેમ કે ગાય, કુતરા, કબૂતર જેવા પશુ-પક્ષી સાથે લોકો જોડાયેલા પણ રહે છે.

image source

આપણી આસપાસ વસતા આ પ્રાણીઓ સાથે આપણો સંબંધ અન્નદાનને લઈને હોય છે. ધાર્મિક માન્યતા અને શાસ્ત્રોમાં જણાવાયું છે કે અબોલ જીવને કરેલું અન્ન દાન તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આપણા શાસ્ત્રોમાં પણ એવું લખ્યું છે કે પ્રાણીઓની સેવા કરવી અથવા તેમને ખોરાક આપવો એ ભાગ્યના દરવાજા ખોલી દે છે. તમારામાંથી ઘણા લોકો આ પ્રાણીઓને ખોરાક ખવડાવતા પણ રહે છે. પરંતુ જો તમે તેમને વિશેષ ખોરાક આપશો તો તે તમારા માટે ખૂબ જ શુભ અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો પછી જાણી લો કે કયા પ્રાણીને શું ખવડાવવું જોઈએ.

કાગડા

image source

રહેણાક વિસ્તારોમાં કાગડાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. શાસ્ત્રો અનુસાર કાગડો શનિદેવનું વાહન પણ છે. તેથી જો તમારે કોઈ પનોતી ચાલી રહી છે અને તમે તેની સમસ્યામાંથી બચવા માંગો છો તો પછી તમે કાગડાને પીળા ચોખાના દાણા ખવડાવો છો. ચોખાને પીળા બનાવવા માટે, તમે તેમાં હળદર ઉમેરી શકો છો. આ ઉપાય સફેદ ચોખાના ઉપયોગથી પણ કરી શકાય છે. આ ઉપરાંત જો તમે ઇચ્છતા હોય તો તમે કાગડાને ભાત પણ આપી શકો છો. આમ કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને નસીબ પણ તમને સપોર્ટ કરશે.

ગાય

image source

હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર અને માતા સમાન માનવામાં આવે છે. આપણે ગાયની પૂજા કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે ગાયની અંદર 33 કરોડ દેવી-દેવતાઓ રહે છે. શાસ્ત્રોમાં ગાયની સેવાનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ગાયને ખોરાક આપવો એ પણ પૂજા કર્યા સમાન છે. જો તમે ગાયને ગોળની સાથે રોટલી આપો તો તે તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી બાબત થશે.

હાથી

image source

હાથીને ગણેશજીનું એક સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો તમે એક હાથીને કેળા ખવડાવશો તો દુર્ભાગ્ય પણ સદભાગ્યમાં બદલી જશે. આમ કરવાથી પૈસાની દ્રષ્ટિએ તમારી સ્થિતિ સુધરવા લાગશે. આ પછી તમે જે પણ કામ કરશો તેમાં તમને ફાયદો થશે. તેથી જો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છો તો હાથીને કેળા ખવડાવો.

કુતરું

image source

કુતરાને દૂધ, બ્રેડ, બિસ્કીટ વગેરે જેવી સફેદ વસ્તુઓ ખવડાવવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કૂતરાને સફેદ વસ્તુ ખવડાવનાર વ્યક્તિથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત