પાસવાન અંતિમ સફરે: ‘રામવિલાસ અમર રહે’ના નારા લાગ્યા, પટનાના દીઘાઘાટ પર થશે અંતિમસંસ્કાર

ભારતના મોટા નેતા રામવિસ પાસવાનનું તાજેતરમાં અવસાન થયું છે. તેઓ લોકજન શક્તિ પાર્ટીના સ્થાપક હતા. અને આજે તેમના વતન એવા પટના ખાતે અંતિમ યાત્રા યોજવામા આવી હતી. તેઓ પોતાના પટના ખાતેના ઘરેથી અંતિમ સફરે નીકળી ગયા છે. આજે તેમનો અંતિમ સંસ્કાર પટનાના દીધા ઘાટ પર થશે. તેમને સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.

image source

તેમની અંતિમ સફરના સમયે તેમના નિવાસ્થાને અત્યંત શોક મય અને ભાવુક માહોલ જોવા મળ્યો હતો. તેમના દીકરા ચિરાગ પાસવાને તેમને કાંધ આપી હતી અને તે દ્રશ્યની સાથે જ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અને કંઈ કેટલાયના મોઢામાંથી ડૂસકા પણ નીકળી ગયા હતા.

image source

તેમની અંતિમ યાત્રા પર ‘રામવિલાસ અમર રહે’ના નારા પણ લાગ્યા હતા. ત્યાર બાદ ઘાટ તરફ લઈ જવા માટે તેમના પાર્થિવ દેહને આર્મિ વેહિકલ પર મુકવામાં આવ્યો હતો. અને તેમને દીઘા ઘાટ પર લઈ જવામા આવી રહ્યા હતા.

image source

શુક્રવારે સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને તેમના દિલ્લી ખાતેના ઘરમાં દર્શન અર્થે રાખવામાં આવ્યો હતો ત્યાર બાદ પ્લેનમાં તેમના દેહને પટના લઈ જવામાં આવ્યો હતો શુક્રવારે સાંજે 7.55ને તેમનો દેહ તેમના વતને પહોંચ્યો હતો. તેમનો દેહ એરપોર્ટ પર આવતાં ત્યાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ હાજર હતા અને તેમણે તેમને ત્યાં શ્રદ્ધાંજલી આપી હતી. નીતીશ કુમારની આંખો પણ ભીની થઈ ગઈ હતી અને તેમણે રામવિલાસ પાસવનના દિકરા ચિરાગ પાસવાનને આશ્વાસનના બે બોલ પણ કહ્યા હતા. રામવિલાસ પાસવાન લાલુપ્રસાદ યાદવ તેમજ નીતીશ કુમારના પણ સિનિયર હતા.

image source

તમને જણાવી દઈએ કે રામવિલાસ પાસવાનના દિકરા ચિરાગ લોજપા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેઓ અવારનવાર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર આકરા પ્રહારો પણ કરી ચુક્યા છે. પણ સમયનો મલાજો બધા જ રાખતા હોય છે. માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ શોક વ્યક્ત કરવા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

પુત્રી તેમજ જમાઈને એરપોર્ટમાં નહોતા પ્રવેશવા દેવામાં આવ્યા

image source

શુક્રવારે જ્યારે સાંજે 7.55 રામવિલાસ પાસવાનનો પાર્થિવ દેહ આવ્યો ત્યારે તેમની દિકરી તેમજ જમાઇ એરપોર્ટ પર આવી ગયા હતા પણ તેમને એરપોર્ટમાં પ્રવેશવા દેવામાં નહોતા આવ્યા અને તે બાબતને લઈને ભારે હલ્લો મચી ગયો હતો. પુત્રી તેમજ જમાઈ અનિલકુમાર સાધુએ એરપોર્ટ ઓથોરિટિ પર આરોપ લગાવ્યો હતો કે તેમને અંદર પ્રવેશવા દેવામાં નહોતા આવ્યા. તે જ દરમિયાન જ્યારે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી જ્યારે એરપોર્ટ પર આવ્યા ત્યારે જમાઈ અનલિ તેમની કાર રોકી લીધી હતી. છેવટે સુરક્ષાકર્મિઓના વચ્ચે પડ્યા પાદ અનિલ કાર સામેથી હટ્યા હતા. એવું પણ સાંભળવા મળ્યુ હતું કે રામવિલાસ પાસવાનના સમર્થકોએ તેમના પાર્થિવ દેહને હાજીપુર લઈ જવાની માંગ કરી હતી.

રાહુલ ગાંધી, રાજનાથ સિંહ તેમજ વડાપ્રધાન મોદીએ આપી હતી શ્રદ્ધાંજલી

image source

શુક્રવારે જ્યારે રામવિલાસ પાસવાનનો પાર્થિવ દેહ તેમના 12 જનપથ સ્થિત ઘરે હતો ત્યારે ત્યાં, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, રાહુલ ગાંધી તેમજ અન્ય નેતાઓ તેમને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા. તેમજ સોશિયલ મિડિયા પર પણ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર પર શોક વ્યક્ત કરતા લખ્યુ હતું કે તેમણે તેમનો એક મિત્ર ગુમાવી દીધો છે.

2 વખત કરવામાં આવી હતી હાર્ટ સર્જરી

image source

74 વર્ષે રામવિલાસ પાસવાનનું અવસાન ગુરુવારે દિલ્લીની એઇમ્સ હોસ્પિટલમાં થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી હૃદય રોગથી પિડિત હતા. તેમને 11મી સપ્ટેમ્બરે દાખલ કરવામાં આવ્યા હતા અને 2જી ઓક્ટોબરે તેમની તાત્કાલીક હાર્ટ સર્જરી પણ કરવામાં આવી હતી આ પહેલાં પણ તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી.