પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ પશુપાલકોને મળશે ગેરેન્ટી વિના 1.60 લાખ રૂપિયાની લોન, આ રીતે ફટાફટ કરી દો અરજી

મોદી સરકારે 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જેને લઈને અનેક યોજનાઓ સમયે સમયે લાગુ કરવામાં આવી રહી છે. ખેડૂતોની આવક ડબલ કરવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ (Pashu Kisan Credit Card Scheme) શરૂ કરવામાં આવી છે. તેના 60 હજારથી વધુ લાભાર્થી છે. અત્યાર સુધી તેના માટે અલગ અલગ બેન્કોમાંથી આશરે 4 લાખ અરજી આવી છે.

આ યોજના હરિયાણામાં લાગુ

image source

આ યોજના હરિયાણામાં લાગુ છે. રાજ્યના કૃષિ મંત્રી જેપી દલાલ અનુસાર સરકારે 8 લાખ પશુપાલકોને આ કાર્ડ જારી કરવાનો નિર્ણય લેવામાં આવે છે. પશુ ક્રેડિડ કાર્ડની શરતે મોદી સરકારની કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીનની જેમ જ છે. તેમાં 1.60 લાખ રૂપિયા સુધીની રકમ લેવા માટે કોઇ ગેરેન્ટી નહી આપવી પડે.

કાર્ડ પશુઓની સંખ્યા અનુસાર જારી કરવામાં આવશે.

image source

આ અંગે રાજ્યના કૃષિ મંત્રી દલાલે કહ્યું કે કૃષિ સાથે સાથે ખેડૂતોની આવક સંબંધિત ક્ષેત્રોમાંથી પણ વધી જેમાં પશુપાલન એક પ્રમુખ ક્ષેત્ર છે. પશુધન-ક્રેડિટ અંતર્ગત પશુપાલકને પશુની સંભાળ માટે લોન સ્વરૂપે મદદ કરવામાં આવી રહી છે જેની મહત્તમ મર્યાદા ત્રણ લાખ રૂપિયા છે. આ યોજના અંતર્ગત કાર્ડ પશુઓની સંખ્યા અનુસાર જારી કરવામાં આવશે.

આ યોજનાનો લાભ તમામ પાત્ર અરજદારોને મળશે

image source

બેન્કર્સ કમિટીએ સરકારને આશ્વાસન આપ્યું છે કે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ તમામ પાત્ર અરજદારોને મળશે. દલાલે કહ્યું કે બેન્કર્સના સહયોગ વિના લક્ષ્ય હાંસેલ ન કરી શકાય. આ યોજનાની જાણકારી માટે બેન્કો દ્વારા શિબિરોના આયોજન પણ કરવા જોઇએ. પશુ ચિકિત્સક પશઉ હોસ્પિટલોમાં વિશેષ હોર્ડિંગ લગાવીને યોજનાની જાણકારી આપે. પ્રદેશમાં આશરે 16 લાખ પરિવાર એવા છે જેની પાસે દૂધાળુ પશુ છે અને તેની ટ્રેનિંગ કરવામાં આવી રહી છે.

આ કાર્ડ લેવા માટે શું છે ધારા ધોરણ

પ્રથમ તો અરજદાર હરિયાણા રાજ્યનો સ્થાયી નિવાસી હોવો જોઇએ.

image source

બીજુ અરજદારનો આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર આઇડી કાર્ડ.

મોબાઇલ નંબર

પાસપોર્ટ સાઇઝ ફોટો

કેવી રીતે અને કેટલા પૈસા મળશે ?

image source

ભેંસ માટે 60,249 રૂપિયા, પ્રતિ ભેંસ

image source

ગાય માટે 40,783 રૂપિયા આપવાની જોગવાઇ છે

મરઘી (ઇંડા આપતી) 720 રૂપિયા આપવામાં આવશે

ઘેંટા-બકરા માટે 4063 રૂપિયા મળશે.

કેવી રીતે કરશો અરજી?

image source

હરિયાણા રાજ્યના જે ઇચ્છુક લાભાર્થી આ યોજના અંતર્ગત પશુ ક્રેડિટ કાર્ડ બનાવવા માગતા હોય તેમણે પોતાની નજીકની બેન્કમાં જઇને અરજી કરવાની છે. અહીં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો લઇને બેન્કમાં જાઓ. ત્યાં એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે. એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ તમારે કેવાયસી કરાવુ પડશે. કેવાયસી માટે ખેડૂતોનુ આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર કાર્ડ, તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવો પડશે. પશુધન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે બેન્ક તરફથી કેવાયસી થવા અને એપ્લીકેશન ફોર્મના વેરિફિકેશનના 1 મહિનાની અંદર તમને પશુ ક્રેડિટ કાર્ડ મળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત