પતંગ મહોત્સવમાં દુર્ઘટના: તાઈવાનમાં પતંગ સાથે ઉડી ગઈ ત્રણ વર્ષની બાળકી, વિડીયોમાં જોઇ લો કેટલી સેકન્ડ સુધી હવામાં રહી બાળકી

તાઈવાનના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2020 દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એક ત્રણ વર્ષની બાળકીનો જીવ માંડ માંડ બચ્યો છે. આ બાળકી પતંગમાં ફસાઈ ગઈ હતી અને પવન આવતાં તે પતંગ સાથે આકાશમાં ઉલળી ગઈ હતી. બાળકી પતંગમાં એવી રીતે અટવાઈ ગઈ કે કેટલીક સેકન્ડ સુધી તે પતંગની સાથે હવામાં ગોથા ખાતી જોવા મળી હતી. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

image source

જો કે ત્યાં હાજર લોકોએ બાળકીને થોડા સમયમાં બચાવી લીધી હતી. બાળકીને આ કારણે સામાન્ય ઈજાઓ થઈ હતી જો કે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. રાજધાની તાઈવાઈના દક્ષિણમાં આવેલા સિંશુ શહેરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન આ ઘટના બની હતી. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જાણવા મળ્યાનુસાર આ બાળકી ચાલતા શીખી હતી અને પતંગ મહોત્સવ દરમિયાન તેનો પગ એક વિશાળ પતંગમાં ફસાઇ ગયો હતો અને તે હવામાં ઉડી ગઈ હતી.

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તેમાં લોકો પતંગ ઉત્સવની મજા માણતા જોવા મળે છે જ્યારે આકાશમાં જોરદાર પવન પતંગને વધારે ઊંચો કરી દે છે જેમાં બાળક આકાશમાં ખેંચાઈ જાય છે. તેના પગમાં પતંગ ફસાયેલો જોવા મળે છે.

એક સ્પર્ધક તેની નારંગી રંગની પતંગને આકાશમાં ઉડાન માટે તૈયાર કરી તેને ઉડાડવા જાય છે તો તેની પુંછડીમાં બાળક પણ સાથે જતું રહે છે. બાળકીની બાજુમાં ઊભા હતા તે લોકો પણ સમજી શક્યા નહીં કે તે અચાનક પતંગમાં કેવી રીતે ફસાઈ ગઈ.

પતંગ સાથે બાળક હવામાં ઊંચી અને નીચે ઉડાઉડ થતું રહે છે. આ વીડિયોમાં લોકોની ચીસો પણ સંભળાય છે. થોડીવારમાં નીચે ઊભેલા લોકો બાળકીને પકડી લે છે અને તેને બચાવે છે. બાળકીને નીચે ઉતર્યા પછી તરત જ તેને તેની માતા તેને હોસ્પિટલમાં લઈ જાય છે.

તંત્ર દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે કે બાળકીને પતંગમાં ફસાઈ જવાથી નાની-મોટી ઈજાઓ થઈ છે, જેની સારવાર આપી તેને તુરંત રજા આપી દેવામાં આવી છે. સાથે જ તેના પરીવારના સભ્યો પણ સુરક્ષિત છે. આ ઘટના અંગે પતંગ મહોત્સવના આયોજકોએ પણ ખેદ વ્યક્ત કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત