કોરોનાની નવી દવા લઈને ફરી માર્કેટમાં આવ્યાં બાબા રામદેવ, આ વખતે ચોખ્ખું કહ્યું-કોઈ વિરોધ નહીં કરી શકે

જ્યારથી કોરોના આવ્યો ત્યારથી જ અલગ અલગ સંસ્થાઓ રોજ નવા નવા દાવાઓ કરતી હતી કે અમારી વેક્સિન સૌથી સુરક્ષિત છે અને તેનાથી કોરોના ભાગી જશે. એ જ હરોળમાં પતંજલિએ 23 જૂન 2020ના રોજ કોરોના માટે કોરોનિલ લોન્ચ કરી હતી, જેમાં 7 દિવસમાં કોરોનાની સારવારનો દાવો કરવામાં આવ્યો હતો.

image source

જો કે લોન્ચ થતાંની સાથે જ આ દવા વિવાદોમાં આવી ગઈ હતી અને બાબાને એના માટે દંડ પણ ફટકારવામાં આવ્યો હોવાની વાત સામે આવી હતી ત્યારે હવે યોગગુરુ બાબા રામદેવે કોરોનાની નવી દવા લોન્ચ કરી છે. આ વખતે પતંજલિનો દાવો છે કે નવી દવા તથ્યો પર આધરિત છે.

image source

જો વિગતે વાત કરીએ તો કોરોનાની આ નવી દવા લોન્ચ કરવાના પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધન અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ બાબા સાથે હાજર રહ્યા હતા. જો કે આ નવી દવાનું નામ પણ કોરોનિલ જ રાખવામાં આવ્યું છે. અને આ વખતે પતંજલિનું કહેવું છે કે કોરોનિલ ટેબ્લેટથી હવે કોવિડની સારવાર થશે અને અમારી સામે કોઈ વિરોધ પણ નહીં કરી શકે. આ વખતે રાહતની વાત એ છે કે આયુષ મંત્રાલયે કોરોનિલ ટેબ્લેટને કોરોનાની દવા તરીકે સ્વીકાર કરી છે.

નવી દવા અંગે વાત કરતાં પતંજલિએ કહ્યું કે નવી કોરોનિલ દવા CoPP-WHO GMP સર્ટિફાઈડ છે. દવા લોન્ચ કરતાં બાબા રામદેવે કહ્યું હતું કે યોગ આયુર્વેદને રિસર્ચ બેઝ્ડ ટ્રીટમેન્ટ તરીકે ચિકિત્સા પદ્ધતિના રૂપમાં અપનાવવામાં આવે છે. હેલ્થના ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર અને ગ્લોબલ લીડર બની રહ્યું છે.

યોગ અને આયુર્વેદને અમે વૈજ્ઞાનિક પ્રમાણિતતાની સાથે સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છે, પતંજલિએ સેંકડો રિસર્ચ પેપર અત્યારસુધીમાં પબ્લિશ કર્યાં છે, અમે યોગક્રિયાઓને વૈજ્ઞાનિક તથ્યોની સાથે વિશ્વ સમક્ષ મૂક્યું છે. આ જ અરસામાં બાબાએ આગળ વાત કરી કે અમે કોરોનિલ દ્વારા લોકોને જીવનદાન આપવાનું કામ કર્યું તો ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો હતો.

image source

બાબાએ આગળની વાતનો સંદર્ભ ટાંકીને કહ્યું કે કેટલાક લોકોના મનમાં એવું હોય છે કે રિસર્ચ માત્ર વિદેશમાં જ થઈ શકે છે. ખાસ કરીને આયુર્વેદના રિસર્ચને લઈને ઘણા પ્રકારના શક કરવામાં આવે છે. જો કે હવે અમે તમામ પ્રકારના શકનાં ઘેરામાંથી બહાર નીકળી ગયા છીએ. કોરોનિલની વિવિધ બીમારીઓમાં થતી અસર પર અમે રિસર્ચ કર્યું છે અનેવ હવે કોઈ અમારી પર શક નહીં કરી શકે.

image source

આ સાથે જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે પતંજલિના અનુસંધાનથી દેશને ફાયદો તો થશે, પરંતુ વૈજ્ઞાનિક રીતે કામ કરવા માટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને ધન્યવાદ આપું છું, જે વૈજ્ઞાનિક આધાર લઈને ફરીથી લોકો સમક્ષ આવ્યા છે અને જેના કારણે લોકોનો વિશ્વાસ વધશે. તો હવે જોવાનું એ રહ્યું કે કોરોનિલ ફરી વિશ્વમાં ધૂમ મચાવે છે કે કેમ??

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!